તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • With Personal Loan, You Can Also Overcome The Problem Of Money, Know Here Its 5 Benefits

કામની વાત:પર્સનલ લોનથી તમે રૂપિયાની જરૂરિયાત પૂરી કરી શકો છો, અહીં જાણો તેના 5 ફાયદાઓ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંજાબ નેશનલ બેંક અને SBI એ પ્રોસેસિંગ ફી માફ કરી છે
  • જો તમારો ક્રેડિટ કાર્ડ સ્કોર સારો હશે તો બેંક તમને પ્રી-અપ્રૂવ્ડ લોન ઓફર કરશે

રૂપિયાની જરૂરિયાત પડતા પર્સનલ લોન જ બેસ્ટ ઓપ્શન છે. ઘણી બેંક 9%થી ઓછા વ્યાજ પર લોન આપી રહ્યું છે. આ ઉપરાંત SBI અને પંજાબ નેશનલ બેંકે પર્સનલ ફી પર પ્રોસેસ ફી ના લેવાનો નિર્ણય કર્યો છે. પર્સનલ લોનના ઘણા ફાયદા છે. અહીં અમે તમને નવા ફાયદા વિશે જણાવી રહ્યા છીએ..

સિક્યોરિટીની જરૂર નહીં પડે
પર્સનલ લોન અનસિક્યોર્ડ લોન છે અને આથી કસ્ટમરને લોન આપવા માટે કોઈ સિક્યોરિટી નહીં આપવી પડે. સામાન્ય રીત બેંક ગ્રાહકોની આવક, કેશ ફ્લો, ક્રેડિટ સ્કોર અને રી-પેમેન્ટ ક્ષમતા જોઈને આ લોન આપે છે. આના આધારે લોનની રકમ અને વ્યાજદર નક્કી થાય છે. સારી રી-પેમેન્ટ કેપેસિટી, નવા ક્રેડિટ સ્કોર અને ઇન્કમથી અરજીકર્તાને ઓછા વ્યાજ પર લોન મળી જાય છે.

તમારી જરૂરિયાત પ્રમાણે પર્સનલ લોનનો ઉપયોગ કરી શકશો
પર્સનલ લોનનો ઉપયોગ તમે તમારી જરૂરિયાત પ્રમાણે કરી શકો છો. જો કોરોનાકાળમાં તમે તમારા મેડિકલ ખર્ચ કે અન્ય કામ માટે પર્સનલ લોન કરી શકો છો. પર્સનલ લોનની રકમ ડાયરેક્ટ ગ્રાહકને આપવામાં આવે છે. પર્સનલ લોન લેતી વખતે કારણ આપવું પણ જરૂરી નથી.

લોનનો સમયગાળો નક્કી કરી શકો છો
પર્સનલ લોનની સાથે ફ્લેક્સિબલ રી-પેમેન્ટ સમયગાળો જોડાયેલો હોય છે. સામાન્ય રીતે આ સમય 12 મહિનાથી 60 મહિના સુધીનો હોય છે. તેવામાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે ટાઈમ નક્કી કરી શકો છો. પર્સનલ લોનની સાથે પ્રી-પેમેન્ટ અને પ્રી-ક્લોઝર ચાર્જ પણ જોડાયેલો હોય છે.

પ્રી-અપ્રૂવ્ડ થતા લોન સરળતાથી મળી જશે
જો તમારો ક્રેડિટ કાર્ડ સ્કોર સારો છે તો બેંક તમને પ્રી-અપ્રૂવ્ડ લોન ઓફર કરે છે. તેમાં મિનિમમ પેપર વર્કની સાથે તરત લોન મળી જાય છે. લોન લેવા માટે બેંકે આપેલી લિંકથી ઓનલાઇન બેંકિંગમાં લોગ ઈન કરી પ્રોસેસ પૂરી કરી શકાય છે. ગ્રાહક એક્સેપ્ટ કરે એ પછી થોડી જ મિનિટમાં તમારા ખાતામાં ક્રેડિટ થઇ જશે.

ટેક્સ છૂટનો લાભ મળશે
પર્સનલ લોન પર ટેક્સ નથી લાગતો, કારણકે લોનની રકમને ઇન્કમ માનવામાં આવતું નથી, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તમે લોન કોઈ લીગલ સોર્સ જેમ કે બેંક કે NBFC પાસેથી લીધી હોય. જો કે, લોન પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ દેખાડવા પડશે. તેમાં ખર્ચનું વાઉચર, બેંકનું સર્ટિફિકેટ, સેક્શન લેટર અને ઑડિટર લેટર જેવા ડોક્યુમેન્ટ સામેલ છે.

પંજાબ નેશનલ બેંક અને SBI એ પ્રોસેસિંગ ફી માફ કરી
પંજાબ નેશનલ બેંકે હોમ લોન, વ્હીકલ લોન, માય પ્રોપર્ટી પ્લાન, પર્સનલ લોન, પેંશન લોન અને ગોલ્ડ લોન જેવી પ્રોડક્ટ 31 ડિસેમ્બર સુધી પ્રોસેસિંગ ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. SBI પણ હોમ, પર્સનલ, કાર અને ગોલ્ડ લોન પર 14 સપ્ટેમ્બર સુધી પ્રોસેસિંગ ફી નહીં લે.