તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • With ICICI Bank's Interest Rate Cut, Loans Have Become Cheaper, MCLR Will Be Reduced By 10 BPS And EMI Will Also Be Reduced.

વ્યાજ દર:ICICI બેંકના વ્યાજ દર ઘટવાથી હવે લોન સસ્તી થઈ, MCLRમાં 10 BPSનો ઘટાડો થતા EMIની રકમ પણ ઘટશે

દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ICICI બેંકનો નવો MCLR રેટ એક ઓગસ્ટથી અમલમાં આવ્યો છે
  • બેંકે તાજેતરમાં જ FDના દર પણ ઘટાડ્યા હોવાથી હવે ડિપોઝિટ પર હવે વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે

પ્રાઇવેટ સેક્ટરની બેંક ICICIએ તેની લોન સસ્તી કરી નાખી છે. બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)ના દરમાં 10 BPSનો ઘટાડો કર્યો છે. તેનાથી ગ્રાહકોના માસિક હપ્તામાં ઘટાડો થશે. આ ઘટાડો હોમ લોનની સાથે અન્ય તમામ પ્રકારની લોન પર કરવામાં આવ્યો છે. તેથી, હવે આ બેંકની તમામ પ્રકારની લોન સસ્તી થઈ જશે.

MCLR રેટ 7.45% થઈ ગયો છે
અત્યારે મોટાભાગની બેંકોએ હોમ લોન સહિતની અન્ય લોન સસ્તી કરી દીધી છે. મોટાભાગની બેંકો અને NBFC 6.90% વ્યાજ દર લેખે લોન આપી રહ્યા છે. ICICI બેંકે જણાવ્યું કે, તેણે લોનના વ્યાજ દરમાં 10 BPSનો ઘટાડો કર્યો છે. બેંકે કહ્યું કે, 1 ઓગસ્ટથી નવા દર હેઠળ હપ્તા કાપવામાં આવશે. બેંકનો એક વર્ષનો MCLR ઘટીને 7.45%એ આવી ગયો છે, જે અગાઉ 7.55% હતો.

મોટાભાગની બેંકોની લોન MCLR સાથે સંકળાયેલી છે
હવે બેંકોએ તમામ લોનને MCLR સાથે જોડી દીધી છે. તેથી, જ્યારે પણ MCLR ઘટે ત્યારે લોનના દર સસ્તા થાય છે. અગાઉ 14 જુલાઇએ ICICI બેંકે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર ઘટાડ્યા હતા. બેંક એક વર્ષની FD પર 5.15% વ્યાજ આપી રહી છે. તેમજ, 18 મહિના અને બે વર્ષની FD પર 5.35% વ્યાજ ચૂકવશે. ગ્રાહકોને ત્રણ વર્ષની FD પર 5.50% વ્યાજ મળશે. FDના તમામ સમયગાળામાં સિનિયર સિટિઝન્સને બેંક અડધા ટકા વધુ વ્યાજ ચૂકવે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો