તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • With A Recurring Deposit You Can Also Easily Raise Funds For Any Small Or Large Work

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષિત રોકાણ:રિકરિંગ ડિપોઝિટ દ્વારા તમે પણ સરળતાથી કોઈપણ નાના અથવા મોટા કામ માટે જરૂરી ફંડ ભેગું કરી શકો છો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અત્યારે લોકો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. પરંતુ શું તમે રિકરિંગ અકાઉન્ટ (RD) વિશે જાણો છો, જેને સૌથી જૂની SIP તરીકે પણ ગણવામાં આવે છે. RDમાં રોકાણ દ્વારા તમે નાના અથવા મોટા ફાઈનાન્શિયલ ગોલને સરળતાથી પૂરા કરી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)તેના પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે. આ વ્યાજ તમને 5 વર્ષની RD પર મળશે. અમે તમને RD વિશે જણાવી રહ્યા છીએ.

શું છે RD?
રિકરિંગ ડિપોઝિટ અથવા RD મોટી બચતમાં તમારી મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંકની જેમ કરી શકો છો. એટલે કે તેમાં દર મહિને સેલરી આવે ત્યારે એક નક્કી રકમ ઉમેરવાની હોય છે અને તે મેચ્યોર થશે ત્યારે તમારા હાથમાં મોટી રકમ આવશે.

મેચ્યોરિટી પિરિઅડ કેટલો હોય છે?
તેનો મેચ્યોરિટી પિરિઅડ સામાન્ય રીતે 6 મહિનાથી 10 વર્ષની વચ્ચે હોય છે. જો કે, દેશની સૌથી મોટી બેંક SBIમાં તમારે મિનિમમ 1 વર્ષ માટે રોકાણ કરવું પડશે.

કેટલા રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે?
આ RD સ્કીમમાં તમે મિનિમમ 100 રૂપિયા દર મહિને રોકાણ કરી શકો છો. તેનાથી વધારે 10 મલ્ટીપલમાં તમે કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમમ જમા રકમની કોઈ લિમિટ નથી.

RD અકાઉન્ટ ક્યાં ખોલી શકાય છે?
RD એક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં તેનું ખાતું ખોલાવી શકે છે. તમામ પ્રાઈવેટ અને સરકારી બેંકોમાં આ અકાઉન્ટ ખોલાવી શકાય છે.

તેના દ્વારા તમે નાના અને મોટા ફાઈનાન્શિયલ ગોલ પૂરા કરી શકો છો
ધારો કે, તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે પાસે પૈસા ભેગા નથી કરી શકતા તો RD દ્વારા દર મહિને કેટલાક પૈસા જમા કરીને સરળતાથી તેના માટે પૈસા ભેગા કરી શકો છો. આવી જ રીતે તમે નાની અને મોટી જરૂરિયાતો અનુસાર પૈસા જમા કરી શકો છો.

3 વર્ષની RD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
SBI5.30
ICICI5.15
HDFC5.15
પંજાબ નેશનલ બેંક5.30
એક્સિસ5.40

5 વર્ષની RD પર કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

બેંકવ્યાજ દર (% માં)
SBI5.40
ICICI5.35
HDFC5.30
પંજાબ નેશનલ બેંક5.30
એક્સિસ5.50

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો