હીટર યુઝર્સ સાવધાન:બેદરકારીથી હીટરનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે, જાણો તેનાં જોખમ અને સાવચેતીની રીતો

2 વર્ષ પહેલા
  • સતત બ્લોઅર ચલાવી ડ્રાઈવ કરવાથી દુર્ઘટના થઈ શકે છે

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન ગરમી માટે લોકો ઘરો અને કારમાં હીટર અને બ્લોઅરનો ઉપયોગ કરે છે, પરંતુ તેના કેટલાક નુક્સાન પણ છે. દર વર્ષે હીટર અથવા બ્લોઅરને લીધે મૃત્યુ થયાના સમાચારો સાંભળવા મળે છે. વધારે ઠંડીમાં હીટર જરૂરી તો છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.

કેટલાક લોકો સ્નાન કર્યાના પછી તરત હીટર સામે બેસી જાય છે કેટલાક લોકો આખી રાત હીટર ચલાવે છે. કારમાં પણ લોકો સતત હીટર ચલાવી ડ્રાઈવ કરે છે.

રૂમ હીટરનો વધારે ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી
રૂમ હીટર સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એક્સપર્ટનું માનવું છે કે તેને બદલે ગરમી પ્રાપ્ત કરવાના અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. રૂમ હીટર બંધ રૂમમાં હવાને શુષ્ક બનાવે છે, જેને લીધે આંખોમાં ખંજવાળ અને સ્કિન ડ્રાય બને છે.

હીટરનો ઉપયોગ કરતાં સમયે આ વાતનું ધ્યાન રાખો
તમે રૂમ હીટરનો બને તેટલો ઓછો પ્રયોગ કરો, જેથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે. તેનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ.

સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો
રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા હો તો ખાનપાન પર વિશેષ ધ્યાન આપો. શુષ્ક હવાને લીધે શરીરમાં પાણીની ઊણપ સર્જાતા ડિહાઈડ્રેશનનો ભય રહે છે.
તેનાથી બચવા માટે શિયાળામાં ગરમપીણા પીવાનું રાખો. આ સિવાય રૂમ ગરમ થતાં જ બારી, દરવાજા ખોલી દો. હીટર જોડે બેસી રહ્યા પછી તરત જ બહાર ન જાઓ.

કારમાં બ્લોઅરનો ઉપયોગ પણ જોખમી
ઘણા લોકો કારમાં બ્લોઅરનો ઉપયોગ કરતા હોય છે. કારમાં સતત બ્લોઅરના ઉપયોગથી વધારે માત્રામાં કાર્બન મોનોક્સાઈડ બને છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ શકે છે. સતત બ્લોઅર ચલાવીને ડ્રાઈવ કરવાથી અકસ્માતનું પણ જોખમ થઈ શકે છે.

કારમાં બ્લોઅરના ઉપયોગ સમયે આ સાવચેતી રાખો

  • એક્સપર્ટના જણાવ્યાનુસાર, કારમાં બ્લોઅરનો વધારે ઉપયોગ કરવાની જરૂર નથી. જો વધારે જ ઠંડી હોય તો જ તેનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે, પરંતુ થોડા સમય માટે બ્લોઅર ચલાવી તેને બંધ કરી દેવું જોઈએ.
  • જો કારમાં બાળકો બેઠાં હોય તો તેનો બિલકુલ પ્રયોગ ન કરવો જોઈએ. ઓક્સીજનની ઊણપને કારણે શ્વાસ સંબંધિત સમસ્યા થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...