કોન્ટેસ્ટ / એશિયન પેઈન્ટ્સની સાથે જીતો ‘બ્યૂટીફૂલ હોમ્સ’નું બિરુદ

Winning 'Beautiful Homes' alongside Asian Paints
Winning 'Beautiful Homes' alongside Asian Paints
Winning 'Beautiful Homes' alongside Asian Paints
Winning 'Beautiful Homes' alongside Asian Paints

Divyabhaskar.com

Dec 09, 2019, 12:44 PM IST

આજકાલ વહેલી સવારે અને મોડી સાંજે ઘરે જતાં ઠંડીની અસર વર્તાવા લાગી છે. ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થતાં ઘરની સજાવટમાં શિયાળાને અનુરૂપ થોડો ફેરફાર કરવો જરૂરી છે જેથી કરીને ઘરમાં હૂંફાળું વાતાવરણ રહે અને બહારની ઠંડીની વધારે અસર ન વર્તાય. આના માટે ઘરના ઇન્ટિરિયરમાં થોડો ફેરફાર કરીને ઘરને વધુ હૂંફાળું બનાવી શકો છો.


શિયાળામાં રૂમમાં ફર્નિચરની સજાવટ ફર કે મખમલના કાપડથી કરી શકો છો. સોફાના કવર કે બેડકવર તરીકે કાશ્મીરી મટિરિયલનો પણ ઉપયોગ કરી શકો છો. સોફા પર વધારે કુશન ગોઠવી શકો છો. શિયાળામાં ફર્શ ઠંડી ન લાગે તે માટે કાર્પેટ પાથરો. તમારા ઘરની સજાવટ અને રંગને અનુરૂપ કાર્પેટ ખરીદો. બ્રાઇટ કલર્સની કાર્પેટથી ઘર જીવંત લાગશે.


બેડરૂમને હૂંફભર્યો રાખવા માટે તમે રજાઈ અથવા ગોદડાને અનેક ફોલ્ડ કરી ગોઠવો. આનાથી બેડ હૂંફાળો રહેશે અને નરમ તથા આરામદાયક પણ લાગશે. જો બેડરૂમમાં ફેરફાર કરવો હોય તો લાઇટિંગ બદલી શકો છો.


મીણબત્તીનો ઉપયોગ કરીને તમે વાતાવરણ હૂંફાળું બનાવી શકો છો. વોર્મી વાતાવરણને સુંગંધીદાર બનાવવા માટે એરોમેટિક કેન્ડલ્સ પ્રગટાવો. મીણબત્તી અને ફાનસનો ઉપયોગ કરવાથી વાતાવરણ હૂંફાળું બની જશે.


ઘરમાં વ્હાઇટ રંગનો ઉપયોગ કરી શકો છો, પરંતુ માત્ર વ્હાઇટ રંગથી ઘરમાં ઠંડક વધારે લાગશે. વ્હાઇટની સાથે તમે પર્પલ, ઓરેન્જ, બ્રાઇટ યલો, રેડ વગેરે કોમ્બિનેશનનો ઉપયોગ કરશો તો વધારે સારા લાગશે. દીવાલોના રંગ સાથે મેચિંગ પડદા અને કુશન્સ પણ લગાવી શકો છો. આ ઉપરાંત કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી. જેમ કે, ઘરમાં પૂરતો પ્રકાશ આવે તેની યોગ્ય વ્યવસ્થા કરો. આ વ્યવસ્થા એવી હોવી જોઈએ એટલે કે વધુ પ્રકાશ આવે, પરંતુ બહારની ઠંડી હવા ઘરમાં ન આવવી જોઈએ. ઘરમાં બ્રાઇટ રંગના સમાવેશથી ઇન્ટિરિયર આકર્ષક લાગશે. ઘરને સુંદર બનાવવા માટે પોલિશ અને શાઇનિંગવાળી સપાટીનો પણ સમાવેશ કરી શકો છો.

આ સ્પર્ધાના ચોથા તબક્કાના વિજેતાઓ
કેટેગરી: બ્યૂટીફૂલ હોમ્સ
વિજેતા: જૈનેશભાઇ, બિલીમોરા
કોન્ટ્રાક્ટર: દીનાનાથ સહાની, બિલીમોરા
ડીલર: પાટીદાર પેઇન્ટ્સ, બિલીમોરા
પ્રોડક્ટ: રોયલ એન્ડ અલ્ટિમા
‘‘એશિયન પેઇન્ટ્સના રંગ વાપરવાનો મને આનંદ થયો છે. આ રંગ ખૂબ સારા છે. આનો ઉપયોગ કર્યા પછી મારું ઘર સુંદર લાગે છે. એટલે હું દરેકને ઘર સજાવવા માટે એશિયન પેઇન્ટ્સના રંગ વાપરવાનું સૂચન કરું છું.’’ - જૈનેશભાઇ, બિલીમોરા

***

કેટેગરી: બ્યૂટીફૂલ એન્ડ પ્રોટેક્ટેડ હોમ્સ
વિજેતા: નરેશભાઇ, સુરત
કોન્ટ્રાક્ટર: અજય સહાની, સુરત
ડીલર: શિવમ પેઇન્ટ્સ, સુરત
‘‘પ્રોડક્ટ: અલ્ટિમા પ્રોટેકએશિયન પેઇન્ટ્સે અમારા ઘરને સુંદર બનાવવા માટે મદદ કરી છે. એશિયન પેઇન્ટ્સ ખૂબ સારી પ્રોડક્ટ છે. એશિયન પેઇન્ટ્સે અમારા પ્રયાસની કદર કરી અને આ એવોર્ડ આપ્યો એનાથી હું ઘણો ખુશ છું.’’ - નરેશભાઇ, સુરત

કેટેગરી: બ્યૂટીફૂલ વોલ્સ
વિજેતા: હાર્દિકભાઇ, અમદાવાદ

કોન્ટ્રાક્ટર: સુનીલભાઇ, અમદાવાદ
ડીલર: ઉમિયા હાર્ડવેર પેઇન્ટ્સ, અમદાવાદ
પ્રોડક્ટ: રોયલ હેલ્થશિલ્ડ


‘‘મને વિજેતા જાહેર કરવા બદલ હું એશિયન પેઇન્ટ્સનો આભાર માનું છું. આ રંગોનો ઉપયોગ કર્યા પછી ઘરની સુંદરતા વધી જાય છે. તેનાથી ઘરના ઇન્ટિરિયરનો ઉઠાવ વધુ નિખરે છે. વિશ્વસનીય બ્રાન્ડ એશિયન પેઇન્ટ્સે વર્ષોથી પ્રોડક્ટ્સની ગુણવત્તા જાળવી રાખી છે.’’ - હાર્દિકભાઇ, અમદાવાદ

***

જગપ્રસિદ્ધ સીનિયર આર્કિટેક્ટ બી. વી. દોશી બ્યૂટીફૂલ હોમ્સ વિશે કહે છે, ‘‘મારી દૃષ્ટિએ જે ઘરમાં પગ મૂકતા શાંતિનો અનુભવ થાય અને એમાં વધારે સમય સુધી રહેવાનું મન થાય એને સારું ઘર કહેવાય. સારું ઘર એને કહેવાય કે જેમાં અગવડ ન અનુભવાય એવી સુવિધા અને શાંતિ મળી રહે. ઘરમાં હવા-ઉજાશ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા હોવી જોઇએ. ઘરમાં બેઠા બહારનો વ્યૂ જોઇ શકાય એ બાબત ઘરને સુંદર બનાવે એવી છે. એશિયન પેઇન્ટ્સની ‘બ્યૂટીફૂલ હોમ્સ’ સ્પર્ધા વિશે મેં પહેલી વાર જાણ્યું. આ એક અનોખી સ્પર્ધા છે. અમેરિકા જેવા પાશ્ચાત્ય દેશોમાં અને હોમ ડેકોરના મેગેઝિન્સમાં આ પ્રકારની બ્યૂટીફૂલ હોમ્સ સ્પર્ધા વિશે વાંચ્યું અને જાણ્યું હતું. હવે આપણે ત્યાં આ સ્પર્ધા શરૂ થઇ એ જાણીને ખુશ થયો છું. હું અનુરોધ કરું છું કે સમગ્ર ગુજરાતના સ્પર્ધકો આ એશિયન પેઇન્ટ્સ ‘બ્યૂટીફૂલ હોમ્સ’ કોન્ટેસ્ટમાં સામેલ થાય.’’ - બી. વી. દોશી, વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ

બ્યૂટીફૂલ હોમ્સ માટે 9723708708 નંબર પર મિસ્ડ કોલ કરો અને પ્રસિદ્ધ થવાનો મોકો મેળવો આ સાથે સિંગાપોર જવાની શાનદાર તક મેળવો

*શરતો લાગુ

X
Winning 'Beautiful Homes' alongside Asian Paints
Winning 'Beautiful Homes' alongside Asian Paints
Winning 'Beautiful Homes' alongside Asian Paints
Winning 'Beautiful Homes' alongside Asian Paints
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી