સામાન્ય રીતે ગરમીની શરૂઆત એપ્રિલ મહિનાથી થતી હોય છે, પરંતુ આ વર્ષે તો ફેબ્રુઆરી પૂરો નથી થયો ને ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. અમુક શહેરોમાં તો તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જતો રહ્યો છે, જેને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
અચાનક ગરમી વધી જવાને કારણે શું નુકસાન થાય છે આવો... જાણીએ...
આજના અમારા એક્સપર્ટ છે ડો.શુચીન બજાજ, જનરલ ફિઝિશિયન, ઉજાલા સિગ્નસ હોસ્પિટલ, ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. વિવેક શર્મા, ડો. સોમા સેન રાય, આઈએમડી અને વેધર એક્સપર્ટ નવદીપ દહિયા.
સવાલ : ફેબ્રુઆરીમાં તાપમાન વધવા પાછળ શું કારણ હોઈ શકે છે?
જવાબ : આ પાછળ બે કારણ હોઈ શકે છે.
સવાલ : હજુ તો શરૂઆત થઈ છે ગરમીની, આવનારા દિવસોમાં તાપમાન વધી શકે છે
જવાબ : 22 ફેબ્રુઆરી સુધીમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે.
જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડમાં તાપમાન 31થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 20 અને 21 ફેબ્રુઆરીએ તાપમાન સૌથી વધુ હોઈ શકે છે. દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6થી 12 ડિગ્રી સુધી વધી શકે છે.
સવાલ : માર્ચ મહિનામાં હીટવેવ એટલે કે લૂ લાગવાની ચાલુ થઈ જશે?
જવાબ : આવનારા દિવસોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં તાપમાન વધશે. સૂકા પવનને કારણે લઘુતમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી તરફ દિવસનું તાપમાન પણ એટલી જ ઝડપથી વધી રહ્યું છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 20 ડિગ્રી સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં માર્ચ મહિનામાં હીટવેવની સંભાવના છે.
સવાલ : તો આજકાલ ઉધરસ પણ લાંબા સમય સુધી રહે છે, આ પાછળ શું કારણ હોઈ શકે છે?
જવાબ : આ પાછળનું કારણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે છે, ત્યારે લોકોએ વધારે ધ્યાન આપવાની જરૂર છે, બહારનો ખોરાક ન ખાવો જોઈએ અને ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. જે લોકોને ઉધરસની સમસ્યા નથી તે લોકોએ એ ન સમજવું જોઈએ કે તેમને કોઈપણ પ્રકારનું જોખમ નથી. તો અચાનક જ ગરમી વધી જવાને કારણે એસી ચાલુ કરવું અને આઈસક્રીમ ખાવો સુરક્ષિત નથી.
સવાલ : લોકો ફ્રીઝમાં પાણીની બોટલ રાખે છે, શું નુકસાન થઈ શકે છે?
જવાબ : ફ્રીઝમાં પાણીની બોટલથી તમે અચૂક માંદા પડી શકો છો, તમને આ પ્રકારની સમસ્યા થઈ શકે છે...
ગળામાં ખરાશ : ઠંડું પાણી નાકમાં શ્વસન મ્યુકોસાના નિર્માણમાં મદદ કરે છે, જે શ્વસન માર્ગનું પ્રોટેક્ટિવ લેયર છે. જ્યારે આ લેવલ જામી જાય છે ત્યારે શ્વસનમાં સમસ્યા થાય છે. શ્વસન માર્ગ અસંખ્ય ચેપ માટે સંવેદનશીલ બને છે, જે ગળામાં દુખાવા તરફ દોરી જાય છે.
માઈગ્રેન : જ્યારે આપણે ઠંડું પાણી પીએ છીએ ત્યારે તમારું નાક અને રેસ્પિરેટરી ટ્રેક્ટ બ્લોક થાય છે, જે માઈગ્રેનના દુખાવામાં વધારો કરે છે.
પોષકતત્ત્વોની ઊણપ : સામાન્ય રીતે શરીરનું તાપમાન 37 ડિગ્રી સુધી હોય છે. જ્યારે તમે બરફનું પાણી અથવા ઠંડું પાણી પીવો છો ત્યારે શરીરને તાપમાન જાળવી રાખવા માટે ઘણી શક્તિ ખર્ચવી પડે છે. જે ઊર્જાનો ઉપયોગ પાચન અથવા પોષકતત્ત્વોનું નિરીક્ષણ કરવા માટે થાય છે, એનો ઉપયોગ બરફના પાણીને પચાવવા માટે થાય છે, જેના કારણે શરીરમાં પોષકતત્ત્વોની ઊણપ થાય છે.
સવાલ : આજકાલ કેટલાક લોકો હાથ-પગમાં ખંજવાળની ફરિયાદ પણ કરે છે, એનાથી કેવી રીતે બચી શકાય?
જવાબ: આ ખંજવાળ પાછળ પરસેવો હોઈ શકે છે. અચાનક વધી ગયેલી ગરમીને કારણે પરસેવો આવી રહ્યો છે, જેને કારણે ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના છે. જો ગોળાકાર લાલ કે કાળી ફોલ્લીઓ હોય અને એમાં ખંજવાળ આવે તો ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, એને અવગણશો નહીં.
લાલ ચકમાથી બચવા માટે સ્કિન કેર માટે આ ટિપ્સ અપનાવો
સવાલ : બાળકો આ સમયે વધુ બીમાર રહે છે, ત્યારે માતા-પિતાએ કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ?
જવાબ : આ દિવસોમાં બાળકોમાં બ્રોન્કિઓલાઇટિસ વધારે જોવા મળે છે. એ સામાન્ય રીતે વાઈરલ ઇન્ફેક્શન પછી બાળકોમાં થાય છે, જેના કારણે ફેફસામાં વાયુમાર્ગ સાંકડો થાય છે. એને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બીમારી મોટે ભાગે 2 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં શિયાળામાં અને વસંતઋતુની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીમાં થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.