• Gujarati News
  • Utility
  • Will All Seniors Be Given A Booster Dose? Learn What To Look For And Tactics To Help Ease The Way

કામના સમાચાર:શું તમામ વૃદ્ઘોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે? ત્રીજો ડોઝ લેતા પહેલા શું કરવું પડશે, જાણો તેને લઈને સંપૂર્ણ માર્ગદર્શિકા

અલીશા સિન્હા વિડિયો9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચે 9 મહિનાનો ગેપ હોવો જોઈએ

દેશમાં વધતા કોરોનાના કેસની વચ્ચે 10 જાન્યુઆરીએ ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. સ્વાસ્થ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે લગભગ 10 લાખ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. આ અભિયાનમાં લગભગ 5.75 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ (બૂસ્ટર) આપવામાં આવશે.

કામના સમાચારમાં જાણો વૃદ્ધોને બૂસ્ટર ડોઝ કેવી રીતે મળશે? બૂસ્ટર ડોઝ લેતા પહેલા શું કરવું પડશે? સેન્ટર પર શું પ્રક્રિયા હશે અને વેક્સિન લીધા પછી શું કરવાની જરૂર પડી શકે છે...

શું 60 વર્ષથી વધુની ઉંમરના તમામ વૃદ્ધોને બૂસ્ટર ડોઝ મળશે?
ના, તમામ વૃદ્ધોને કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ નહીં મળે. બૂસ્ટર ડોઝ માત્ર તે વૃદ્ધોને આપવામાં આવશે જે હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, કિડની અથવા અન્ય ગંભીર બીમારીથી પીડિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, આવા વૃદ્ધોએ પોતાના ડૉક્ટરની સલાહ પછી જ બૂસ્ટર ડોઝ લેવો.

બૂસ્ટર ડોઝ અને વેક્સિનના ત્રીજા ડોઝ વચ્ચે કેટલા દિવસનો ગેપ હોવો જોઈએ?
કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચે 9 મહિનાનો ગેપ હોવો જોઈએ. એટલે કે જો તમે 9 મહિના પહેલા બીજો ડોઝ લીધો છે તો તમે બૂસ્ટર ડોઝ લઈ શકો છો. જો 9 મહિનાથી ઓછો સમય થયો છે તો તમે ત્રીજો ડોઝ નહીં લઈ શકો.

કેવી રીતે જાણવું કે કયા વૃદ્ધ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકે છે?
જે વૃદ્ધોને બૂસ્ટ ડોઝ લેવાનો છે, તેમને સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. આ મેસેજ તે લોકોને મોકલવામાં આવી રહ્યો છે, જેમને 9 મહિના પહેલા વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જો તમને મેસેજ નથી મળ્યો તો તમારે બીજા ડોઝનો સમય જોઈ લેવો.

ડૉક્ટરનું સર્ટિફિકેટ બતાવવું જરૂરી છે?
પ્રિકોશન ડોઝ (બૂસ્ટર ડોઝ) લેતા વૃદ્ધોએ પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, પરંતુ ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂર નહીં પડે. એટલે કે 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો ડૉક્ટરના સર્ટિફિકેટ વગર પણ બૂસ્ટર ડોઝ લઈ શકે છે.

શું બૂસ્ટર ડોઝ માટે વૃદ્ધોને પૈસા આપવા પડશે?
જો તમે કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ (બૂસ્ટર ડોઝ) સરકારી હોસ્પિટલમાં લેવા જશો તો તમને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. તેના માટે પૈસા આપવાની જરૂર નહીં પડે.

વેક્સિનેશન સેન્ટર પર કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે?
વેક્સિનેશન સેન્ટર પર તમારી સાથે વોટર ID કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ લઈને જવું. તે ઉપરાંત તમે ઈચ્છો તો સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી માન્યતા પ્રાપ્ત કોઈપણ ડોક્યુમેન્ટ લઈ જઈ શકો છો.

બૂસ્ટર ડોઝ લીધા પછી કોઈ સર્ટિફિકેટ મળશે?
ગયા વખતની જેમ આ વખતે પણ વેક્સિનેશન સેન્ટર પર બૂસ્ટર ડોઝ લીધા પછી એક સર્ટિફિકેટ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે.

કોઈપણ વેક્સિન બૂસ્ટર ડોઝમાં લઈ શકાય છે?
ના, બૂસ્ટર ડોઝમાં તમને તે વેક્સિન આપવામાં આવશે, જેના બે ડોઝ તમે પહેલા લઈ ચૂક્યા છો. જેમ કે, જો તમે કોવેક્સિનના 2 ડોઝ લીધા છે તો બૂસ્ટર ડોઝમાં પણ કોવેક્સિન જ આપવામાં આવશે. જો તમે કોવીશિલ્ડના 2 ડોઝ લીધા છે તો તેનો જ બૂસ્ટર ડોઝ તમને આપવામાં આવશે.