• Gujarati News
 • Utility
 • Why Should Not Avoid Bathing In Cold Season? What Can Be Harmed By Bathing With Hot Water?

મમ્મીએ નાહવા માટે કહ્યું તો દીકરાએ પોલીસ બોલાવી:ઠંડીની ઋતુમાં નાહવાનું કેમ ટાળવું ન જોઈએ? ગરમ પાણીથી નાહવાથી શું-શું નુકસાન થઈ શકે?

19 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશનાં હાપુડમાં એક 9 વર્ષના બાળકે 112માં કોલ કરીને પોલીસને ઘરે બોલાવી લીધી. ઘરે પહોંચ્યા તો ખબર પડી કે, બાળકની માતા આ ઠંડીમાં નાહવા માટે તેને વારંવાર ટોકી રહી હતી. બાળકે પોલીસને જણાવ્યું કે, પહેલા તો તેનાં માતા-પિતાએ તેને તેની ઈચ્છા મુજબ વાળ કાપવા ન દીધા અને પછી તેના પર નાહવા માટે દબાણ કર્યું.

તમારી આજુબાજુ પણ તમને એવા વ્યક્તિ ચોક્કસ મળી જશે કે, જે ઠંડીમાં નાહવાનું પસંદ કરતાં નથી, તો અમુક લોકો તો ઠંડી હોય કે ગરમી ઠંડા પાણીએ જ નાહવાનું પસંદ કરે છે. આજે કામના સમાચારમાં નાહવાના અમુક નિયમો વિશે આપણે જાણીશું. જો કોઈ વ્યક્તિ દરરોજ સ્નાન ન કરે તો શું-શું સમસ્યાઓ આવી શકે છે? તે પણ જાણીશું.

પ્રશ્ન- નાહવાના શું-શું ફાયદા છે?
જવાબ-
નાહવાની ક્રિયાને વૈજ્ઞાનિક ‘હાઈડ્રોથેરપી’ કે ‘ક્રયોથેરપી’ કહે છે. તેના ફાયદા નીચેના પોઈન્ટ્સ પરથી સમજીએ.

 • નાહવું ઈમોશનલ અને મેન્ટલ હેલ્થ માટે એક થેરપી છે. તેનાથી સ્ટ્રેસ અને એન્ઝાઈટીમાં ઘટાડો થાય છે.
 • નાહવાથી શરીરના બોડી ટેમ્પરેચરને રેગ્યુલર કરવામાં મદદ મળી રહે.
 • નાહવાથી બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રહે છે અને સાંધા તથા માસપેશીઓના દુખાવામાં પણ રાહત મળે છે.
 • નાહવું એક બ્રેથિંગ એક્સરસાઈઝ પણ છે, નાહવાથી તમારાં લંગ્સની પણ એક્સરસાઈઝ થાય છે.
 • યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન, લેબર પેઈન, પિરિયડ ક્રેમ્પ્સ, પાઈલ્સ અને ફીશરના દુખાવામાં પણ નાહવાથી રાહત મળે છે

પ્રશ્ન- શું માથા પર સીધું પાણી રેડવું યોગ્ય છે?
જવાબ-
ના, આ રીત જરાપણ યોગ્ય નથી. બ્લડ સર્ક્યુલેશન ઉપરથી નીચેની તરફ એટલે કે માથાથી પગની તરફ થાય છે. જો તમે સીધું જ માથા પર પાણી રેડો છો તો માથાના ભાગમાં આવેલી અમુક કોશિકાઓ સંકોચાઈ જાય છે. માથું એકદમ ઠંડું થઈ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન પણ પ્રભાવિત થઈ જાય છે. એવામાં હાર્ટ-અટેક કે મગજની નસ ફાટવાનું જોખમ પણ રહે છે.

પ્રશ્ન- એવું કેમ કહેવામાં આવે છે કે, નાહતા સમયે પગ પછી ડોકના ભાગ પર પાણી રેડવું યોગ્ય ગણાય?
જવાબ-
ડોકના ભાગ પર પાણી રેડવાથી સ્ટ્રેસનું પ્રમાણ ઘટે છે અને નર્વસ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે.

પ્રશ્ન- અમુક લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, ઠંડીની ઋતુમાં સાબુ એકદમ કડક બની જાય છે, નાહતા સમયે સાબુના કારણે સ્ક્રેચ પણ આવી જાય છે, કયા પ્રકારનો સાબુ વાપરવો જોઈએ?
જવાબ-
ઋતુ ગમે તે હોય પણ સાબુનો ઉપયોગ હંમેશાં સ્કિનને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. ક્યારેય પણ જાહેરાત જોઈને કે સુપરમાર્કેટની શેલ્ફ પર રાખેલી બ્રાન્ડને જોઈને સાબુની ખરીદી કરવી નહીં. યાદ રાખો કે, જો તમારા સાબુમાંથી વધુ પડતાં ફીણ વળી રહ્યા છે તો તે સુરક્ષિત નથી. તેમાં કેમિકલ મિક્સ થયેલું છે. તે તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે અને તમારી સ્કિનની ઓઈલીનેસને ઘટાડે છે. સ્નાન કર્યા પછી જો તમે સારી ક્વોલિટીનું મોઈશ્ચરાઈઝર યૂઝ કરો છો તો તમારી સ્કિન એકદમ ડ્રાય રહેશે. આ કારણોસર સાબુની ક્વોલિટી સાથે ક્યારેય સમજૂતી ન કરો.

પ્રશ્ન- અમુક લોકો આખું વર્ષ ગરમ પાણીથી સ્નાન કરે છે, શું તે ખોટું છે?
જવાબ-
વધુ પડતા ગરમ પાણીથી નાહવાથી તમને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે....

 • સ્કિનમાં બળતરા થઈ શકે છે. સ્કિન એકદમ ડ્રાય પડી જાય છે અને તેના કારણે એલર્જી કે ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે, કરચલીઓ પડી શકે છે.
 • વધુ પડતાં ગરમ પાણીથી નાહવાથી શરીરમાં તાજગી રહેતી નથી અને ડિપ્રેશનમાં જવાનું જોખમ પણ રહે છે.
 • ગરમ પાણીથી નાહવાથી આંખોની ભીનાશ પણ ઓછી થઈ જાય છે. આંખો લાલ પડી જાય છે અને વારંવાર ખંજવાળ આવવા લાગે છે. આંખોની આસપાસની સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે.
 • વધુ પડતાં ગરમ પાણીથી નાહવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે, સ્પર્મ કાઉન્ટ પણ ઘટી જાય છે. જે લોકો ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યાથી પીડાતા હોય તેઓએ ગરમ પાણીથી નાહવું જોઈએ નહીં.
 • ગરમ પાણી વાળને નુકસાન પહોંચાડે છે અને તમારા વાળને શુષ્ક પણ બનાવે છે. તે વાળને જડમૂળથી નુકસાન પહોંચાડે છે જેથી વાળ વધુ પડતા ખરવા લાગે છે.

પ્રશ્ન- મારી દાદી હંમેશાં મને એમ કહેતી કે, ભોજન કર્યા પછી સ્નાન કરવાનું ટાળવું જોઈએ, થોડીવાર રાહ જોઈને પછી નાહવા જવું જોઈએ, એવું કેમ?
જવાબ-
આયુર્વેદ ડૉક્ટર રેખા રાધામોનીના કહેવા મુજબ નાહવાના કારણે આપણું શરીર એકદમ ઠંડું પડી જાય છે. ભોજન કર્યા પછી નાહવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની ક્રિયા એકદમ સ્લો પડી જાય છે, જેના કારણે પાચનશક્તિ મંદ પડી જાય છે જ્યારે પાચન માટે શરીરમાં ભરપૂર ઊર્જાની જરૂર પડે છે. આ કારણોસર ભોજન કર્યા પછી સ્નાન કરવાની ના પાડવામાં આવે છે. તેના કારણે પેટમાં દુખાવો, પાચનમાં તકલીફ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા વધી શકે છે. નાહવાનો યોગ્ય સમય ખાવાના 1-3 કલાક પહેલાં રાખવો.

પ્રશ્ન- સ્નાન કર્યા પહેલાં તેલ લગાવવું જોઈએ કે સ્નાન કર્યા પછી?
જવાબ-
ઠંડીની ઋતુમાં તો સ્નાન કર્યા પહેલાં કે પછી બંને સમયે તેલ લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે આયુર્વેદ મુજબ તેલની માલિશ કરવા ઈચ્છો છો તો સ્નાન કર્યા પહેલાં કરવી, જેના કારણે શરીરને ગરમાવો મળી રહે.

સ્નાન કર્યા પહેલાં તેલ લગાવવાથી આ 4 ફાયદા મળશે

 • સ્નાન કર્યાના 1 કલાક પહેલાં તેલ લગાવવાથી તે શરીરમાં યોગ્ય રીતે મિક્સ થઈ જાય છે.
 • સ્કિનનાં છિદ્રો ખૂલશે નહીં અને સ્કિન મુલાયમ બની રહેશે.
 • બ્લડ સર્ક્યુલેશન વધી જશે અને ટેન્શન તથા ડિપ્રેશનથી મુક્તિ મળશે.
 • માંસપેશીઓ ઠીક રહેશે, હાડકાં મજબૂત રહેશે અને માથાના વાળને પણ ફાયદો મળશે

સ્નાન કર્યા પછી શરીરને મોઈશ્ચરાઈઝ કરવું જરૂરી છે. આ કારણોસર આજના સમયમાં લોકો ક્રીમ, લોશન અને મોઈશ્ચરાઈઝર લગાવે છે. એ પણ ન ભૂલવું કે, મોઈશ્ચરાઈઝર અને લોશનમાં કેમિકલ હોય છે. તેનાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે. તેલ લગાવવું એકદમ સેફ છે. સ્નાન કર્યા પછી સરસોનું તેલ ન લગાવવું, જેથી સ્કિન પર ધૂળ-માટી ન ચોંટે અને છિદ્રો પણ બંધ રહે.

સ્નાન કર્યા પછી તેલ લગાવવું છે તો આ 4 તેલનો ઉપયોગ કરો

 • બદામનું તેલ
 • નાળિયેર તેલ
 • શિયા બટર
 • ઓલિવ ઓઇલ

પ્રશ્ન- સ્નાન કર્યા પછી સ્કિન કેમ સંકોચાઈ જાય છે?
જવાબ-
તેનાં ત્રણ કારણોને સમજો...

1. અમેરિકન વૈજ્ઞાનિક માર્ક ચાંગીજી કહે છે કે, ‘આપણું શરીર બદલાયેલા વાતાવરણ સાથે પોતાની જાતને અનુકૂળ કરે છે. પાણીમાં ત્વચાનું સંકોચન પણ એકસરખું જ હોય છે, જેથી આપણે કોઈ વસ્તુને યોગ્ય રીતે પકડી શકીએ. વર્ષ 2011માં માર્કે પણ અનુભવ્યું હતું કે, ‘પાણીમાં ગયા બાદ વાંદરાઓની ચામડી પણ સંકોચાઈ જાય છે.’

ચાલો સરળ રીતે સમજીએ... આપણી ત્વચા પરની કરચલીઓ નાની નળીઓ જેવી હોય છે. તે શરીર પરના પાણીનો નિકાલ કરે છે.

2. જ્યારે તમે લાંબા સમય સુધી પાણીમાં સ્નાન કરો છો, ત્યારે ત્વચામાં રહેલું સીબુમ ઓઈલ ઓગળી જાય છે. આ કારણોસર ત્વચાની અંદર પાણી જાય છે. વધુ પડતાં પાણીને કારણે ત્વચા સંકોચાવા લાગે છે.

3. ત્વચા કેરાટિનની બનેલી હોય છે. શરીરની ત્વચા કરતાં હાથ અને પગની ત્વચા પર વધુ અસરકારક છે. તેથી, જો ત્વચા લાંબા સમય સુધી પાણીમાં રહે તો તે સંકોચાવા લાગે છે.

જાણો નવશેકા પાણીથી નાહવાના ફાયદા

 • હળવા ગરમ પાણીથી સ્નાન કરવાથી હાર્ટ રેટ વધે છે. જેથી, હૃદયના સ્નાયુઓની કસરત થાય છે.
 • સાઇનસમાં રાહત મળે છે. છાતી પર સ્ટીમનું પ્રેશર ફેફસાંની શ્વાસ લેવાની ક્ષમતા વધારે છે.
 • સ્નાયુઓ, સાંધા અને હાડકાંની માલિશ થાય છે અને શરીરમાં લોહીનો પ્રવાહ સરળતાથી વહી શકે છે.
 • બેક્ટેરિયલ ઇન્ફેક્શન, શરદી અને ફ્લૂથી રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 • મગજ અને નર્વસ સિસ્ટમને રાહત મળે છે. તણાવ અને ચિંતા ઓછી થાય છે અને થાક દૂર થાય છે.

નાહવાની રીત સાથે જોડાયેલી અમુક હકીકતો

 • ભારતમાં સવારે 4 વાગ્યે એટલે કે બ્રહ્મ મુહૂર્તનું સ્નાન ખૂબ જ મહત્ત્વનું છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યોદય પહેલાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને શરીર સ્વસ્થ બને છે.
 • ભારતમાં ટબ બાથ લેવા કરતાં વહેતા પાણીથી નાહવું વધુ સારું ગણાય છે.
 • વર્ષ 1891માં લંડનમાં કાયદાનો અભ્યાસ કરી રહેલા મહાત્મા ગાંધીએ 'વેજિટેરિયન સોસાયટી' જર્નલમાં ભારતીયોના બકેટ બાથને સમજાવતા લખ્યું હતું કે, ‘હું એક મોટા પાણીના વાસણમાં પાણી ભરું છું અને ગોબ્લેટ (મગ)ની મદદથી મારા શરીર પર પાણી રેડું છું કારણ કે, હું માનું છું કે ટબમાં ભરેલા પાણીમાં બેસીશ તો પાણી દૂષિત થઈ જશે.
 • વર્ષ 1931માં ભારતનાં અમુક ઘરોમાં શાવર લાગી ચૂક્યા હતા.
 • વર્ષ 1992 સુધી, મધ્યમ વર્ગનાં ઘરોના બાથરૂમમાં સ્નાન કરવું એ આધુનિકતાની નિશાની હતી. નાહવાની આ વિચારધારાને ફક્ત ઉચ્ચ પ્રોફાઇલ લોકો જ સમજી શક્યા. તે મધ્યમ વર્ગના લોકો માટે પાણીનો બગાડ હતો.