ફીચર આર્ટિકલ:આજના વ્યાવસાયિક યુગમાં રિસર્ચનું શા માટે આટલું મહત્ત્વનું છે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાચીનકાળથી જ માનવી કોઈ ને કોઈ સ્વરૂપે રિસર્ચ કરતો આવ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ માટે તેમના રસ ધરાવતાં ખ્યાલો, વિચારો કે વિચારસરણીઓના સંપર્કમાં આવવાનું ચાલુ રાખે છે અને જે તેમને વધુ શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. જે લોકો શીખવાની કદર કરે છે, તેમના માટે સંશોધન કરવું માત્ર મહત્ત્વનું જ નથી, પરંતુ જરૂરી પણ છે, પછી ભલે તે રિસર્ચ સંસ્થા સાથે સંકળાયેલા હોય કે ના હોય. વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સહિત તમામ વ્યાવસાયિકો અને બિન-વ્યાવસાયિકોએ રિસર્ચ કરવું જોઈએ. રિસર્ચ અજાણી બાબતો બહાર લાવે છે અને તમને આ વિશ્વને જોવાના જુદા જુદા દૃષ્ટિકોણ મળે છે. જ્યારે તમે શીખવા માટે ગંભીર હો છો ત્યારે તમે સતત આગળ વધો છો.

રિસર્ચ કરવાની પ્રેરણા મોટાભાગે વધુ શીખવાની ઇચ્છાથી આવે છે. ભલે તમે તમારી જાતને તમારી ઇન્ડસ્ટ્રીના નિષ્ણાત માનતા હો, પરંતુ હંમેશાં કંઈક નવું શીખવાનું હોય છે. રિસર્ચ તમને એક નક્કર પાયો પૂરો પાડે છે, જેના પર તમે તમારા વિચાર અને વિશ્વાસને સ્થાપિત કરો છો. જ્યારે તમે જાણો છો કે, તે સાચું છે ત્યારે તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોઈપણ વસ્તુ વિશે વાત કરી શકો છો. જો તમે તમારું હોમવર્ક કર્યું હશે, તો તમારી દલીલમાં ખામીઓ શોધવાનું કોઈના માટે પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સિવાય રિસર્ચ તમને અલગ-અલગ દૃષ્ટિકોણ અને નવા વિચારોથી પણ પરિચિત કરાવે છે. આ સાથે જ તે વિશ્લેષણ અને નિર્ણયો લેવાની કુશળતામાં પણ વધારો કરે છે.

રિસર્ચ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવામાં ચંડીગઢ યુનિવર્સિટી આગળ છે ચંડીગઢ યુનિવર્સિટી ભારતની તે અગ્રણી અને પ્રખ્યાત યુનિવર્સિટીમાંની એક છે, જે પોતાના સ્ટૂડન્ટ્સને પ્રોફેશનલ અને શૈક્ષણિક પ્રતિભાનું અનોખું સંયોજન પ્રદાન કરે છે. માત્ર દસ વર્ષોમાં જ ચંડીગઢ યુનિવર્સિટી (સીયુ)એ ભારતની ટોચની યુનિવર્સિટીઓમાંની એક તરીકે પોતાને સ્થાપિત કરી છે. ચંડીગઢ યુનિવર્સિટીએ QS એશિયા રેંકિંગ 2022માં એશિયાની ટોપ 1.7 ટકા યુનિવર્સિટીઝમાં પોતાની શાનદાર ઉપસ્થિતિ નોંધાવી છે. ચંડીગઢ યુનિવર્સિટી, રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ (NAAC) દ્વારા પ્રતિષ્ઠિત A+ માન્યતા પ્રાપ્ત કરનારી દેશની પસંદગીની 5% સંસ્થાઓમાંની એક છે. ચંડીગઢ યુનિવર્સિટી એક સ્વાગત યોગ્ય અને એક સમાવિષ્ટ વૈશ્વિક વાતાવરણ પૂરું પાડે છે. સંયુક્ત રિસર્ચ અને ઈનોવેશન માટે યુનિવર્સિટી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ ધરાવે છે. ચંડીગઢ યુનિવર્સિટીમાં રિસર્ચ ગતિવિધિઓની વ્યાપક અને વિસ્તૃત શ્રેણી છે, જેના કારણે યુનિવર્સિટી દ્વારા 1500થી વધારે પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે.

ચંડીગઢ યુનિવર્સિટીના નામે વધુ એક સિદ્ધિ, પોતાનો સેટેલાઇટ લોન્ચ કરશે
ચંડીગઢ યુનિવર્સિટીએ પોતાના સેટેલાઈટ ચંડીગઢ યુનિવર્સિટી સ્ટૂડન્ટ સેટેલાઈટ (CUsat)- લોન્ચ કરવાની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની દિશામાં પગલું ભર્યું છે. CUsat માટે ગ્રાઉન્ડ સ્ટેશન, ચંડીગઢ યુનિવર્સિટીનું કલ્પના ચાવલા સેન્ટર ફોર રિસર્ચ ઈન સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી સ્ટૂડન્ટ્સને સ્પેસ સાયન્સ અને સેટેલાઈટ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં શૈક્ષણિક અનુભવ સારી રીતે આપી શકાય.

નવા ઉદ્યોગસાહસિકો માટે ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર
ચંડીગઢ યુનિવર્સિટીનું ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર તે જગ્યા છે, જ્યાં ઇનોવેશન અને સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા રાખનાર મહત્ત્વાકાંક્ષી લોકોને કોચિંગ અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર એક આધુનિક પ્લેટફોર્મ છે. ચંડીગઢ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પડકારોની સાથે-સાથે વૈવિધ્યસભર સંસ્કૃતિનો પરિચય આપીને સામાજિક રીતે જાગૃત કરવા માટે પણ તાલીમ આપે છે. અહીં વિદ્યાર્થીઓ તેમના પોતાના અભ્યાસ, સામાજિક જીવન અને કારકિર્દી વિકાસ સંભાળી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

CUCET વિશે વધુ જાણકારી છે.

અન્ય સમાચારો પણ છે...