• Gujarati News
 • Utility
 • Why Does Norway Object To Indian Upbringing, Is It Wrong For Children To Eat From Mother's Hand?

માતા સાથે સૂવડાવતી હતી તો બાળકોને છીનવી લીધા:નોર્વેને ભારતીય ઉછેર સામે કેમ વાંધો છે, શું બાળકો માટે માતાના હાથનું ખાવાનું ખોટું છે?

21 દિવસ પહેલા
 • કૉપી લિંક

17 માર્ચનાં રોજ રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિઝ ચેટર્જી વર્સીઝ નોર્વે’ રિલીઝ થઈ રહી છે. 23 ફેબ્રુઆરીનાં રોજ ફિલ્મનું ટ્રેલર આવ્યું. આ એક ઈમોશનલ ફિલ્મ છે, જે સાગરિકા ચક્રવર્તીની વાસ્તવિક લડાઈ પર આધારિત છે. સાગરિકા ચક્રવર્તી કોલકાતાથી છે. તેના લગ્ન જિયોફિઝિસ્ટ અનુરુપ ભટાચાર્ય સાથે થઈ. વર્ષ 2007માં કપલ ભારતથી નોર્વે આવ્યુ હતું. એક વર્ષ પછી તેઓને ત્યા બાળકનો જન્મ થયો, જેનું નામ અભિજ્ઞાન રાખવામાં આવ્યુ હતું.

થોડા સમય પછી અભિજ્ઞાનમાં ઓટિઝમનાં લક્ષણો જોવા મળ્યા. વર્ષ 2010માં સાગરિકાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ ‘એશ્વર્ચા’ રાખવામાં આવ્યું. સાગરિકા અને અનુરુપ પોતાનું જીવન હસતા-રમતા પોતાના નાનકડા પરિવાર સાથે વિતાવી રહ્યા હતા પણ વર્ષ 2011 આ કપલનાં હસતા-રમતા જીવનને ગ્રહણ લાગ્યું. 2011માં નોર્વેની ચાઈલ્ડ વેલફેર સર્વિસિઝ નાં અધિકારી અભિજ્ઞાન અને એશ્વર્યાને પોતાની સાથે લઈ ગયા.

અધિકારીઓએ કહ્યું કે, ‘કપલને લાંબા સમયથી ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યુ હતું. તે બંને પોતાના બાળકોની સારસંભાળ યોગ્ય રીતે રાખી શકતા નથી. તે પોતાના બાળકોને પોતાની સાથે જ સૂવડાવે છે, હાથથી જ ખાવાનું ખવડાવે છે અને જો તે કોઈ ભૂલ કરે છે તો તેની સાથે મારપીટ કરે છે. આ કારણોસર જ્યા સુધી બાળકો 18 વર્ષનાં થઈ જતા નથી ત્યા સુધી ફોસ્ટર હોમમાં રહેશે.

આ ઘટના પછી સાગરિકા ચક્રવર્તી પોતાના બાળકોને પાછા લાવવા માટે 1 વર્ષ સુધી લાંબી લડાઈ લડી. આ સમય દરમિયાન તેનો તેના પતિ અનુરુપ સાથે સંબંધ તૂટવાની અણીએ હતો પણ તેઓએ હાર ન માની. આ કિસ્સામાં સાગરિકાનાં ભારતીય પેરેન્ટિંગ પર પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા હતા. આજે આપણે કામના સમાચારામાં આ જ મુદ્દા પર આગળ ચર્ચા કરીશું. અમારા આજનાં એક્સપર્ટ છે પ્રિતેશ ગૌતમ, સાયકાયટ્રિસ્ટ, ભોપાલ અને સુહાવના દૂબે, મોમ ઈન્ફ્લૂએન્સર

સૌથી પહેલા તો એ જાણી લઈએ કે, બાળકોની સારસંભાળ વિશે નોર્વેનો કાયદો શું કહે છે?

 • જો પોતાના જ ઘરમાં બાળકો પર કોઈ જોખમ હોય તો ચાઈલ્ડ વેલફેર સર્વિસ બાળકોને પોતાની કસ્ટડીમાં લઈ શકે છે. તેના માટે તેઓએ માતા-પિતાની પરમિશન લેવાની જરુર નથી.
 • કોઈ બાળકનાં સ્વાસ્થ્ય પ્રત્યે તેના માતા-પિતા બેદરકારી દાખવે છે તો સંસ્થા બાળકોને પોતાની કસ્ટડીમાં લઈ શકે છે.
 • બાળકોને અલગ કર્યા પછી પરિવારનાં સભ્યો દર બે અઠવાડિયામાં તેઓને એકવાર મળવા માટે જઈ શકે છે.
 • નોર્વેમાં બાળકો અને તેના અધિકારો પ્રત્યે સ્પષ્ટ કાનૂન છે એટલે કે બાળકો સાથેની કોઈપણ પ્રકારની હિંસા આ દેશ સહન કરી શકતો નથી. તેઓ માટે બાળકો પર માતા-પિતાનો હાથ ઉપાડવો પણ હિંસાનો એક ભાગ છે.

હવે તુલના કરીએ નોર્વે અને ભારતમાં બાળકોની સારસંભાળ પર

 • બાળકોને પોતાના હાથથી જમાડવું

નોર્વેનો લોજિક - ડાઈનિંગ ટેબલ મેનર્સ મુજબ છરી, ચમચી અને કાંટા ચમચીની મદદથી ભોજન કરવુ જોઈએ, પોતાના હાથથી જમવું એ હાઈજેનિક હોતુ નથી. એવામાં માતાના હાથથી જમવું વધુ પડતું અનહાઈજેનિક સાબિત થઈ શકે. જો નાની ઉંમરથી જ બાળક જાતે જમવાનું શીખે તો તેનામાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો જન્મ થાય છે.

ભારતીય માતા-પિતાનો તર્ક - બાળકો અડધુ જમે છે અને અડધુ નીચે ઢોળે છે. તેનો ખાવા પ્રત્યેનો રસ ખૂબ જ ઓછો હોય છે. જો તેને હાથેથી જમાડવામાં આવે તો તે પેટ ભરીને જમે છે.

એક્સપર્ટની સલાહ - હાથથી જમવાનું જમાડવાના કારણે તે નાના બાળકનું માતા-પિતા સાથે બોન્ડિંગ મજબૂત બને છે. એ પણ ધ્યાન રાખો કે, તમારા હાથ સાફ હોય જેથી બેક્ટેરિયા તમને બીમાર ન કરે.

કન્ક્લુઝન - તેમાં કોઈ જ ખરાબી નથી પણ તે એક ઉંમર સુધી યોગ્ય છે. પ્રયાસ કરો કે, 3 વર્ષથી મોટો બાળક પોતાના હાથથી જમવાનું જમે.

 • બાળકોને પોતાની સાથે એક જ બેડ પર સૂવડાવવા

નોર્વેનો લોજિક - બાળકો એકલા સૂવાથી સ્વતંત્ર બનશે. તે પોતાના બાળકોને પારણામાં સૂવડાવીને ઘરની બહાર રાખી દે છે. તે પાછળનું લોજિક એવું છે કે, તેને શ્વાસ લેવામાં મદદ મળે. સ્લીપિંગ પેટર્નમાં સુધારો આવે અને બાળક તંદુરસ્ત રહે.

ભારતીય માતા-પિતાનો તર્ક - બાળક જો નાનુ છે તો બેડ પરથી નીચે પણ પડી શકે છે. રાતના સમયે જો તેને કોઈ તકલીફ થાય તો તે જણાવી ન શકે. એવામાં જો માતા-પિતા પાસે હોય તો તેના રડવાના અવાજથી તેની તકલીફ સમજી શકે છે અને તેની સારસંભાળ લઈ શકે છે.

એક્સપર્ટની સલાહ- 5 વર્ષની ઉંમર સુધી બાળકોને પોતાની પાસે સૂવડાવવામાં કોઈ જ તકલીફ નથી પણ એક ઉંમર પછી બાળકોને એકલા સૂવા માટે પ્રેરિત કરવા જોઈએ.

કન્કલુઝન - જો બાળકો મોટા થાય તે પછી પણ તે માતા-પિતા સાથે સૂવે તો તેનામાં કોન્ફિડન્સ ઓછો થઈ શકે. આ સાથે જ ટિનેજમાં પહોંચવા પર તેને આઈડેન્ટિટી ક્રાઈસિસ અને રોલ કન્ફ્યૂઝન પણ રહી શકે છે. જો કે, બાળકોની પર્સનાલિટી માટે તે ઠીક નથી.

 • બાળકોને ખીજાવવા અને તેના પર હાથ ઊગામવો

નોર્વેનો લોજિક - બાળકોને ખીજાવવા, તેને સજા આપવી કે તેના પર હાથ ઊગામવાથી કોઈ જ ફાયદો થતો નથી. થોડા સમય માટે બાળકો તે કામ કરશે નહી પણ પછી તે ભૂલોને રીપીટ કરશે જ. તેના કરતા શ્રેષ્ઠ રીત એ છે કે, બાળકને પાસે બોલાવીને લોજિક સાથે તેને સાચુ-ખોટુ શું છે? તે જણાવવું

એક્સપર્ટની સલાહ - બાળકો પર હાથ ઊગામવો યોગ્ય નથી. તેને જણાવો કે, શું સાચુ છે અને શું ખોટું છે? જો કંઈક ખોટુ કરી રહ્યો છે તો તેને ખીજાઈને સમજાવો. નાની-નાની વાતોમાં બાળકો પર હાથ ઊગામશો તો તેની અંદરથી તમારો ડર નીકળી જશે. તે ભૂલ કરતા પહેલા વિચારશે નહી અને તમારી સાથે ખોટુ પણ બોલશે.

કન્ક્લુઝન - પહેલાની તુલનામાં આજકાલનાં બાળકો વધુ પડતા સેન્સેટિવ બની ચૂક્યા છે. અમુક બાળકો તેનાથી મેન્ટલી ખૂબ જ અસરગ્રસ્ત થાય છે, તે ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. અમુક બાળકો ઉદ્ધત બની જાય છે એટલે જેન્ટલ પેરેન્ટિંગ અપનાવો.

ભારતીય માતા-પિતાની અમુક આદતો જે વિદેશીઓને ખોટી લાગે છે, તેના વિશે સાયકોલોજિસ્ટની સલાહ લઈએ...

 • બાળકોને એક ઉંમર પછી પણ માતા-પિતા નવડાવે

એક્સપર્ટની સલાહ - આવુ ન કરવુ જોઈએ. તેના કારણે બાળકોની અંદર આઈડેન્ટીટી ક્રાઈસિસ થાય છે. તે સમજી શકતા નથી કે, સમાજમાં તેનો રોલ શું છે? અને આગળ તેઓએ શું કરવાનું છે? તે માતા-પિતા પર આધારિત થઈ જાય છે.

શું કરવું - 6 વર્ષની ઉંમરમાં બાળકને પોતાની જાતે જ સાફ-સફાઈની ટ્રેનિંગ આપો. જેથી, 9-10 વર્ષની ઉંમર સુધીમાં તે જાતે જ ન્હાવાનું શરુ કરી દે. બાળકની નાની-મોટી હેલ્પ કરી શકો છો જેમ કે, તેના માથામાં શેમ્પૂ કરી આપો કે વાળમાં તેલ લગાવી આપો.

 • ટીનેજ બાળકોને પણ અલગ રુમ કે પ્રાઈવસી આપવામાં ન આવે

એક્સપર્ટની સલાહ - નાના બાળકોને એકલા ન છોડવા જોઈએ તો બીજી તરફ ટિનેજ બાળકોને પ્રાઈવસી આપવી પણ જરુરી છે. જો કે, તેના પર ચાંપતી નજર તો રાખવી જ કે, જેથી તે કોઈ મુશ્કેલીમાં ફંસાઈ તો તેની મદદ કરી શકીએ.

શું કરવું - બાળકો પર કડકાઈ ભરેલું વલણ ન દાખવો. તેના કારણે તેના પર નેગેટિવ અસર થશે. તેને એ વાતનો ડર રહેશે કે, માતા-પિતા તેના પર નજર રાખી રહ્યા છે. તેને એક મિત્રની જેમ ટ્રીટ કરો, જેથી તે નાનામાં નાની વાત પણ તમારી સાથે શેર કરે.

 • નોકરી કરતા કે પરણિત બાળકોની સાથે એક જ ઘરમાં રહો છો

એક્સપર્ટની સલાહ - આપણે ત્યા બાળકોને બુઢાપાનો સહારો માનવામાં આવે છે. ભારતમાં માતા-પિતા જો બાળક તેનાથી દૂર જાય તો તે અસુરક્ષિત અનુભવવા લાગે છે. તેઓને એવુ લાગે છે કે, તેમની વચ્ચે એક અંતર આવી જશે અને તે ફરી પાછો ક્યારેય નહી આવે.

એ વાત પણ સાચી છે કે, જો બાળકો મોટા થઈ ગયા છતા તમે તેની સાથે રહો છો તો એકબીજાની મુશ્કેલીઓમાં ટેકો મળે છે અને ખુશીનાં પ્રસંગોની પણ એકસાથે મળીને ઊજવણી કરી શકીએ.

શું કરવું - બાળકો તમારાથી દૂર ન થાય એટલા માટે તેને સમજવાનો પ્રયાસ કરો. તેમનામાં આવતા ફેરફારોને સ્વીકારો. આ સાથે જ તેને દરેક બાબત માટે રોકવાનું કે ટોકવાનું બંધ કરો. યાદ રાખો કે, તે હવે સ્કૂલ જતું બાળક રહ્યું નથી. તે પોતાના વિશે કોઈ નિર્ણય લઈ શકે છે.

 • નોકરી લાગે ત્યા સુધી બાળકોનો પૂરેપૂરો ખર્ચ ઊઠાવે છે

એક્સપર્ટની સલાહ - ભારતમાં મોટાભાગનાં માતા-પિતાએ બાળકોનો ખર્ચ ત્યા સુધી જ ઊઠાવવો જોઈએ કે, જ્યા સુધી તેને નોકરી ન મળે. ઘણીવાર નોકરી મળ્યા પછી પણ બાળકો તેના માતા-પિતાની સંપતિનો ખર્ચ કરે છે. તેના કારણે બાળકો ઈમોશનલી, ફાયનાન્શિયલી અને ફિઝિકલી પણ તેના માતા-પિતા પર આધારિત બની જાય છે અને આત્મનિર્ભર બની શકતા નથી.

શું કરવું - જો તમે બાળકોનાં ભવિષ્યને લઈને એક માતા-પિતા તરીકે ચિંતિત છો તો તે એક સારી બાબત છે પણ ધ્યાન રાખવું કે, આ ચકકરમાં તમે તમારા બાળકનાં કરિયર અને ભવિષ્યને હળવાશમાં ન લો. તેને પોતાની જવાબદારીનું ભાન હોવુ જોઈએ.

અમે આ આર્ટિકલની શરુઆત નોર્વેની સ્ટોરીને લઈને કરી હતી તો તમારા મનમાં પ્રશ્ન એ પણ હશે કે, ત્યાં બાળકની સાર-સંભાળને લઈને શું નિયમો છે? જેના કારણે બીજા દેશના લોકો પરેશાની ભોગવી રહ્યા છે, તો સમજીએ...

 • આ કિસ્સો પહેલો નથી કે, જ્યારે બાળકને તેના માતા-પિતાથી દૂર કરવામાં આવ્યુ હોય. નોર્વે ચાઈલ્ડ વેલફેર સર્વિસે (NCSWS) 2008-2015ની વચ્ચે ભારતીયોનાં 20 નવજાત બાળકોની સારસંભાળ પોતાના કબ્જામાં લીધી હતી. તે સિવાય 13 બાળકોને પોતાના ઘરની બહાર રાખવા પડ્યા હતા.
 • 80 ટકા કેસમાં બાળકોને એટલા માટે અલગ રાખવામાં આવે છે કારણ કે, અધિકારીઓને એવુ લાગે છે કે, બહારનાં લોકોને પેરેન્ટિંગ કરતા આવડતું નથી. એવું એટલા માટે કારણ કે, તેઓને બીજા દેશનું કલ્ચર સમજમાં આવતું નથી જેમ કે, બાળકોને સાથે સૂવડાવવા, હાથથી ખવડાવવું વગેરે.
 • નોર્વેની પત્રકાર માલા વાંગ નવીન મુજબ ભારતમાં બાળકોને માતા-પિતાની સંપતિ માનવામાં આવે છે જ્યારે નોર્વેમાં તેઓને પોતાના અલગથી અધિકાર પ્રાપ્ત નાગરિક માનવામાં આવે છે. આ ફેરફારનાં કારણે જ પરેશાનીઓ જન્મ લે છે.