• Gujarati News
 • Utility
 • Why Do People Understand Women As A Product; Why Does Every Ad Say Want A White skinned Girl, Find Out The Reasons And How To Get Out Of It

ભારતમાં માત્ર કાળા-ગોરાનો જ ભેદભાવ નથી:લોકો મહિલાઓને પ્રોડક્ટ કેમ સમજે છે; દરેક જાહેરાતમાં કેમ લખ્યું હોય છે કે- શ્વેત-પાતળી છોકરી જોઈએ છે, જાણો તેના કારણો અને તેમાંથી બહાર નીકળવાની રીત

2 વર્ષ પહેલાલેખક: ગૌરવ પાંડેય
 • કૉપી લિંક
 • એક્સપર્ટ અનુસાર, ભેદભાવથી હાવભાવ બદલાઈ જાય છે, આત્મવિશ્વાસ ઓછો થાય છે, આપણે અન્યોથી પોતાની સરખામણમી કરવા લાગીએ છીએ
 • કોમ્પલેક્શનની સમસ્યા તમામ લોકોમાં છે, તે ભલે અમીર હોય કે ગરીબ, નાનો હોય કે મોટો, કાળા હોય કે ગોરા
 • રિલેશનશિપ અને લાઈફ ક્મ્યૂનિકેશનથી નથી ચાલતી, સમજણથી ચાલે છે તેથી ભેદભાવથી બચવું

દેશ અને દુનિયામાં શ્વેત-અશ્વેતના ભેદભાવને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તે કોઈ નવી વાત નથી. સદીઓ જૂની વાત છે. આ વખતે કારણ છે, અમેરિકાના જ્યોર્જ ફ્લોઈડ. તેનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયું હતું. ત્યારબાદ અમેરિકામાં હિંસક પ્રદર્શન પણ શરુ થયાં. જાતિવાદ સામે કેમ્પેઈન શરૂ થયાં.

આ વાત ભારત પણ પહોંચી, તો ફેર એન્ડ લવલીએ બ્રાન્ડથી ફેર શબ્દ હટાવ્યો. મેટ્રોમોનિઅલ સાઈટ shadi.comએ તેના કલર ફોટો ચેન્જમાંથી ફિલ્ટર હટાવ્યું, પરંતુ શું આ બધુ કરવા પર ભેદભાવ ઓછો થઈ જશે? શું આપણા દેશમાં માત્ર કાળા-ગોરાનો જ ભેદભાવ છે?તેના પાછળનું શું કારણ છે? તેના માટે જવાબદાર કોણ છે? શું તે આ કંપનીઓની બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી છે? આ તમામ સવાલોના જવાબો એક્સપર્ટ્સ પાસેથી જાણો...

દિલ્હીની સેલેબ્સ સાઈકોલોજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ ડૉ. નિશા જણાવે છે કે, ભારતમાં માત્ર કાળા-ગોરા (શ્વેત-અશ્વેત) સુધી જ ભેદભાવ સીમિત નથી. તેના આગળ પણ ભેદભાવ છે. પ્રથમ વાત- આપણે ગમે ત્યારે જીંદગીમાં જવાબદારી પોતાના હાથમાં લેવાની જ છે, કયાં સુધી આપણે ક્રીમ વેચનારા કે ભેદભાવ કરનારાઓને દોષ આપીશું. બીજી વાત-  રિલેશનશિપ અને લાઈફ ક્મ્યૂનિકેશનથી નથી ચાલતી, સમજણથી ચાલે છે.

ભેદભાવની મેન્ટલ હેલ્થ પર અસર
ડૉ. નિશાએ કહ્યું કે, ભેદભાવથી આપણો સાઈકોલોજીકલ વર્તાવ બદલાઈ જાય છે, એટલે કે કઈક કરવાનો, વિચારવાનો, ઉઠવા-બેસવાનો અને વાત કરવાનો હાવભાવ બદલાઈ જાય છે. આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે. આપણે બીજા સાથે સરખામણી કરવાનું શરુ કરી દઈએ છીએ. આથી જ તમને કોઈ ઉદ્ધત કહે તો બોલો હા, હું ઉદ્ધત છું. જો તમે માનસિક રીતે ખુશ છો તો બધુ સારું થશે. જો તમે માનસિક રીતે સંતુષ્ટ છો, તો તમને બધુ સારું લાગશે. તમે જેવા પણ છો તેવા પોતાને સ્વીકારો.

ઘરમાં કોલેજમાં, જોબમાં..દરેક જગ્યાએ ભેદભાવ થાય છે
ડૉ. નિશા જણાવે છે કે, લોકો ઘરમાં પોતાના બે બાળકોની તુલના કરે છે, તે પણ ભેદભાવ જ છે. એવું કહેવામાં આવે છે કે તે વાંચે છે, તે વાંચતો નથી, તે ડાન્સ સારો કરે છે, તે સારો નથી કરતો. અભ્યાસમાં, જોબમાં પણ ભેદભાવ હોય છે. પૂછવામાં આવે છે કે તમે કઈ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો છે? જો તમે IIMમાંથી અભ્યાસ કર્યો હોય તો તમે વધારે હોશિયાર છો. જ્યારે આ ક્રાઈટેરિયા ન હોઈ શકે. કોઈ હોશિયાર છે તેનું કોઈ ઈન્સ્ટિટ્યૂટ સાથે કોઈ સંબંધ ન હોઈ શકે.
કેસ-1
મહિલાઓ જાતે પ્રોડક્ટ બનવા માટે તૈયાર, છોકરાના કારણે એક છોકરીએ તેનો ડ્રેસઅપ ચેન્જ કર્યો

 • ડો. નિશા કહે છે કે, મારી પાસે એક કપલનો કેસ આવ્યો હતો. છોકરો, છોકરીને એટલા માટે પસંદ નહોતો કરતો કેમ કે, તે ગોરી નહોતી. છોકરો છોકરી કરતા વધારે ગોરો હતો. માત્ર આ વાતને લઈને છોકરીએ તેનું ડ્રેસઅપ ચેન્જ કર્યું, પોતાના નખથી માંડીને પોતાની બોડીને ચેન્જ કરી દીધી.
 • તેનું એક જ કારણ હતું કે, છોકરો સાયકો હતો અને તે બીજાને જોઈને પ્રભાવિત થતો હતો. તે વિચારી શકતો ન હતો કે જીવન મનુષ્યની સાથે વિતાવવાનું હોય છે, સુંદરતાની સાથે નહીં. આ બાબત દર્શાવે છે કે છોકરીઓ અથવા મહિલાઓ પણ પ્રોડક્ટ બનવા માટે તૈયાર હોય છે.

કેસ-2
તમે પાર્કમાં જોગિંગ કરવા માટે જતા હશો તો તમને જોવા માટે છોકરાઓ આવતા જતા હશે

 • ડૉ. નિશા જણાવે છે કે, બે દિવસ પહેલાં એક મિત્ર મને મળવા આવ્યો હતો. મેં તેને કહ્યું કે આજકાલ હું દરરોજ દોડવા માટે જઉં છું. તેણે મને કહ્યું, તમે દરરોજ દોડવા માટે જાવ છો તો પાર્કમાં તને જોવા માટે છોકરાઓ પણ આવતા હશે. મને આ વાત સાંભળીને ગુસ્સો આવ્યો.
 • કોઈ કેવી રીતે વિચારી શકે છે કે દુનિયાના બધા છોકરાઓ ફક્ત તે જોવા માટે બેઠા છે કે ક્યારે કોઈ છોકરી પાર્કમાં આવે, અને તેઓ તેને જોવા માટે પહોંચી જાય. તેનાથી જાણવા મળે છે કે, તે વ્યક્તિ મહિલા વિશે શું વિચારે છે. તેના માટે મહિલા એક પ્રોડક્ટ છે.

કોમ્પ્લેક્શનની સમસ્યા દરેકમાં હોય છે

 • નિશા કહે છે કે, આ જ કારણ છે કેમ કે દરેકને સુંદર છોકરી જોઈએ છે. દરેક જાહેરાતમાં લખેલું હોય છે કે ગોરી અને પાતળી છોકરી જોઈએ. હેન્ડસમ છોકરો જોઈએ, ભલે ટાલ પડી ગઈ હોય તો પણ. તેના કારણે કોમ્પ્લેક્શનની સમસ્યા દરેકમાં રહેલી છે, પછી ભલે તે ધનિક હોય કે ગરીબ. 
 • ડૉ. નિશા કહે છે કે, જો તમે કોઈ માણસને સમજી નથી શકતા તો તેના સાથે રિલેશનશિપને ક્યારે સારી નથી બનાવી શકતા. જો તમે કોઈને ક્હ્યું કે, મને આ વસ્તુની ઉણપ છે ત્યારબાદ પણ જો સામેની વ્યક્તિ તેની પૂરતી ન કરે તો તેનો મતલબ એ થાય છે કે તે તમને સમજી શકતી નથી. ઝિલેટની એક જાહેરાતમાં છોકરાને બાઈકની જગ્યાએ છોકરી દેખાય છે. આખરે આપણે એવી જાહેરાતો બનાવીએ છે જ શું કામ, કારણ કે લોકોના વિચાર આજે પણ એવા જ છે.
 • જ્યારે તમને પોતાને જ પોતાની જાત પર વિશ્વાસ ન હોય કે તમે સુંદર છો? તો કોઈપણ તમને આવીને એ બોલી દેશે કે તમે સુંદર નથી પછી તમને પણ કોમ્પ્લેક્શન થઈ જશે. ડૉ. નિશાના જણાવ્યાનુસાર, બ્યૂટી પ્રોડક્ટ કરતાં તેને ખરીદવા માટે આપણે પોતે જવાબદાર છીએ અને દરેક વ્યક્તિ માટે ફિઝિકલ અટ્રેક્શન પણ જરૂરી નથી.

ભેદભાવની વાતો મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી છે
ડૉ. નિશા કહે છે કે, મારી પાસે એક ફેશિયલ એક્સપ્રેશન સાથે જોડાયેલો કેસ આવ્યો હતો. છોકરાએ કહ્યું કે મારું નાક આડું છે. મારે તેની સર્જરી કરાવવી છે. મેં તેને પૂછ્યું કે, અત્યાર સુધી તને આવું કેટલા લોકોએ કીધું? તેણે કીધું કે મારે બસ સર્જરી કરાવવી છે. ડોક્ટર પાસે ગયો તો તેમણે કહ્યું કે, નાકમાં તો કોઈ સમસ્યા નથી. જો પૈસા વધારે હોય તો સર્જરી થઈ જશે.
એટલે કુલ મળીને ભેદભાવની વાતો અમારી મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી છે. એ તમારા પર નિર્ભર કરે છે કે કોઈ વસ્તુને લઇને તમે શું વિચારો છો. જો તમે પોતાની જાતને પસંદ કરતા હો તો એવું કેવી રીતે વિચારી શકો કે કોઈ બીજી વ્યક્તિ તમને પસંદ કરશે? અને કેમ કરે? આ બધું તમારા આત્મવિશ્વાસ પર નિર્ભર કરે છે કે તમે પોતાની જાત પર કેટલો વિશ્વાસ કરો છો.

તમે પોતાની જાતને જજ કરશો તો બીજા લોકો પણ તમને જજ કરશે
ડૉ. નિશા કહે છે કે,  જો તમે વારંવાર પોતાની જાતને જજ કરશો, તમારી જાતની ટીકા કરશો તો દેખીતી રીતે અન્ય લોકોને પણ તમારા માટે બોલવાનો ચાન્સ મળશે. જો કોઈ સ્ત્રી બહુ સારી રીતે ડ્રેસઅફ થઈ છે અને તેણે સુંદર મેકઅપ કર્યો છે તો આ જોઇને કોઈ બીજી મહિલા હર્ટ થાય તો તેનો અર્થ તે ઇનમોશનલી ડેમેજ છે.
આપણો ઘઉંવર્ણો, કાળો અથવા ગોરો રંગ એ કેવી રીતે જણાવી છે કે આપણે કિંમતી છે કે નહીં. અને તેના આધારે કોઈ બીજી વ્યક્તિ કેવી રીતે નક્કી કરશે કે આપણે ઠીક છીએ કે નહીં. તેથી, એવું ક્યારેય ન વિચારો કે તમારે બીજી કોઈ વ્યક્તિ પાસેથી અપ્રૂવલ લેવાની જરૂર છે. તમે તમારી પ્રશંસા જાતે જ કરો. 

મેકઅપ કરું કે નહીં તે જાતે નક્કી કરો
ડૉ. નિશા કહે છે કે, જો હું મેકઅપ નથી કરતી અને કોઈ મને એવું કહેશે કે તું સારી નથી લાગતી તો તેના કહેવાથી હું મેકઅપ કરવા લાગું એવું ન થવું જોઇએ. જો મને પોતાને મેકઅપ કરવાની ઇચ્છા થાય તો જ હું મેકઅપ કરીશ. એ મારે નક્કી કરવું પડશે કે હું મેકઅપ કરું કે નહીં, શું પહેરું અને શું ન પહેરું. આ બધી વસ્તુઓ બીજી કોઈ વ્યક્તિ જજ ન કરી શકે. તેનો ક્રાઇટેરિયા આપણે જાતે જ નક્કી કરવો પડશે.

લાઈફ કેવી રીતે જીવવી, તેને બીજું કોઈ નક્કી કરી શકતું નથી
ડૉ. નિશાએ કહ્યું કે, મને લાગે છે કે એક વ્યક્તિએ રોજ સ્વીકારવાનું શરુ કરી દેવું જોઈએ કે તે એકદમ પરફેક્ટ છે અને દુનિયામાં તેવો કોઈ માણસ નથી જે રોજ કઈક નવું શીખવા કે પોતાનામાં બદલાવની જરૂર નથી. મને પણ તેની જરૂર છે. ત્યારબાદ દરેક પોતાને એક્સેપ્ટ કરવાનું શરુ કરી દેશે. તમે તમારી રીતે જિંદગી જીવો. તેને કોઈ બીજું નક્કી કરી શકતું નથી.

આપણો જજમેન્ટલ ક્રાઈટેરિયા ખોટો હોય છે

 • ડૉ. નિશાએ જણાવ્યું કે, આપણો જજમેન્ટલ ક્રાઈટેરિયા ખોટો હોય છે.જ્યારે આપણે વિચારીએ છીએ કે તેઓ મોટા છે તો બોલી શકે છે, તમે નાના છો કારણકે તમે બોલી શકતા નથી. અહિથી જ પરસેપ્શનની સમસ્યા શરુ થાય છે. આ બાળપણમાં જ થઇ જાય છે. આથી તમારો જેવો ઉછેર થશે, વિચાર પણ તેવા જ હશે.
 • જો ઘરમાં એવું કહેવામાં આવે કે, છોકરીઓને જૂતાની ટોચ પર રાખો તો તમને હંમેશાં એવું જ લાગશે. જો છોકરીને એવું કહેવામાં આવે છે કે, અહિ કરી લે, જ્યારે સાસરે જઈશ તો ખબર પડશે. તો આ વિચાર તેના મગજમાં હંમેશાં રહેશે.
 • ઘણીવાર પેરેન્ટ્સ પણ બાળકો વિશે પરસેપ્શન બનાવી લે છે, પરંતુ એવું ક્યારેય સમજતા નથી કે તેઓ બાળકોને સમજતા જ નથી. ઘણીવાર તો પેરેન્ટ્સને લાગે છે કે, તેઓ જ સાચા છે, તેમના બાળક નહિ.
 • કોઈ બાળકને કરેક્ટ કરવામાં તેના માતા-પિતાનો મોટો રોલ હોય છે, કારણ કે તેઓ બાળકોને સ્કૂલની પણ પહેલાં એજ્યુકેટ કરવાનું શરુ કરી દે છે.

કોઈને દેખાડવા માટે અંગ્રેજી ના બોલો
અંગ્રેજી બોલવાવાળા હિન્દી બોલવા વાળા સાથે ભેદભાવ કરે છે. ડૉ. નિશાએ કહ્યું કે, થોડા દિવસ પહેલાં મારી પાસે એક કેસ આવ્યો હતો. મહિલાએ કહ્યું કે, તેનો પૂર્વ પતિ હિન્દીમાં બોલતો હતો મને તે પસંદ નહોતું. મેં તેને કહ્યું કે, તેમાં ખરાબી શું છે? જો તમે સારું હિન્દી બોલો છો તો તમને તેના પર ગર્વ હોવો જોઈએ. કોઈને દેખાડવા માટે અંગ્રેજી કેમ બોલવું ? જો કોઈ અંગ્રેજી બોલે છે તો તે સારો વ્યક્તિ હશે તેવું તમે કેવી રીતે નક્કી કરી શકો છો?

અન્ય સમાચારો પણ છે...