• Gujarati News
 • Utility
 • Why Do Elderly And Pregnant Women Have The Problem Of Urine Leakage? The 71 year old President Was Also Trolled

એર ઇન્ડિયાનાં યૂરિન કેસમાં ઈનકોન્ટિનેંસ બીમારીનો ઉલ્લેખ:વૃદ્ધ અને પ્રેગ્નન્ટ મહિલાઓને યૂરિન લીકેજની સમસ્યા કેમ થાય છે? 71 વર્ષનાં પ્રેસિડન્ટ પણ ટ્રોલ થયા હતા

19 દિવસ પહેલા
 • કૉપી લિંક

એર ઈન્ડિયાનાં યૂરિન કેસમાં આરોપી સંજય મિશ્રાનાં વકીલે કોર્ટમાં દલીલ કરી છે કે, 70 વર્ષની મહિલાથી યૂરિન કંટ્રોલમાં ન રહ્યુ અને કપડામાં જ તેનો નિકાલ થઈ ગયો. આ સમસ્યાને ઈનકોન્ટિનેંસની સમસ્યા કહેવામાં આવે છે કે, જેમાં યૂરિનનાં નિકાલ પર દર્દીનું નિયંત્રણ રહેતું નથી. બીજી તરફ આફ્રિકાનાં સાઉથ સૂડાનનાં પ્રેસિડન્ટ સલ્વા કીર માયરડિટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

નેશનલ એન્થમ દરમિયાન પ્રેસિડન્ટ માયારડિટનું યૂરિન પેન્ટમાં જ નીકળી ગયું. તે પછી 71 વર્ષનાં પ્રેસિડન્ટને ટ્રોલ કરવામાં આવ્યા. અમુક લોકોએ તો તેઓને પદ છોડી દેવાની સલાહ આપી. આજે કામના સમાચારમાં જાણીએ કે, કેમ અમુક લોકો પોતાના યૂરિનને કંટ્રોલ કરી શકતા નથી. આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળી શકાય.

આજનાં અમારા એક્સપર્ટ છે- ડૉ. પી વેંકટ કૃષ્ણન, જનરલ ફિઝિશિયન, આર્ટેમિસ હોસ્પિટલ, ગુરુગ્રામ અને ડૉ. બાલકૃષ્ણ શ્રીવાસ્તવ, જનરલ ફિઝિશિયન, ભોપાલ

પ્રશ્ન- શું ખરેખર આ સંભવ છે કે, અમુક લોકો પોતાના યૂરિન નિકાલ પર નિયંત્રણ રાખી શકતા નથી?
જવાબ-
હા, ખરેખર એવું થઈ શકે છે. આ પરિસ્થિતિને ઈનકોન્ટિનેંસ કહે છે. જ્યારે કોઈ કારણોસર બ્લેડર( મૂત્રાશય)માં યૂરિનને સંગ્રહ રાખવાની ક્ષમતા ઘટી જાય છે તો તેને ઈનકોન્ટિનેંસની સમસ્યા કહે છે. તેને બ્લેડર લીકેજ પણ કહે છે.

પ્રશ્ન- ઈનકોન્ટિનેંસ એટલે કે બ્લેડર લીકેજનાં લક્ષણો ક્યા-ક્યા હોય શકે?
જવાબ-
નીચે લખેલા લક્ષણોને ઓળખો અને તેને ઈગ્નોર કરો..

 • એકાએક યૂરિનનો નિકાલ કરવાની જરુરિયાત ઊભી થાય
 • ઉધરસ ખાતા સમયે યુરિનનો નિકાલ થવો
 • યૂરિનનાં નિકાલ સમયે તકલીફ થવી
 • અમુક મિનિટ સુધી પણ યૂરિનને કંટ્રોલ ન કરી શકવું

પ્રશ્ન- યૂરિનને કંટ્રોલ ન કરી શકવાની સમસ્યા કેમ થાય છે?
જવાબ-
ઈનકોન્ટિનેંસની સમસ્યા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે...
મહિલા- પ્રેગ્નન્સીમાં વજન વધવાના કારણે બ્લેડર પર પ્રેશર વધી શકે. તેના કારણે ઈનકોન્ટિનેંસની સમસ્યા વધી શકે છે. ડિલિવરી પછી મોટાભાગની મહિલાઓને આ સમસ્યા થઈ શકે છે. તેઓ શરમ અને ડરથી આ વાત કહી શકતા નથી. બાળકના જન્મ સમયે પેલ્વિક સ્નાયુઓ નબળા પડી જાય છે. ડિલિવરી પછી બ્લેડર (મૂત્રાશય)માં ખેંચાણ આવે છે. આવી સ્થિતિમાં, જો તમને ઉધરસ આવે અથવા થોડું દબાણ કરો, તો યૂરિન નીકળી જાય છે.

વૃદ્ધો- પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયની ખૂબ જ નજીક હોય છે. ઉંમર વધવાની સાથે પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધવા લાગે છે. જ્યારે તે ખૂબ જ મોટું થઈ જાય છે, ત્યારે મૂત્રાશય પર દબાણ આવે છે. આનાથી યૂરિન લીક થાય છે. દર્દી થોડા-થોડા સમયે યૂરિનનો નિકાલ કરતો રહે છે. આ સાથે જ મોટી ઉંમરે ન્યૂરોલોજિકલ પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આ કારણોસર વૃદ્ધો યુરિન કંટ્રોલ કરી શકતા નથી.

યંગસ્ટર્સ- આ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ, નર્વસ સિસ્ટમમાં સમસ્યા, પુરુષોમાં પ્રોસ્ટેટિઝમની સમસ્યા, શરીરના નીચેના ભાગને લગતા ટ્રોમા અથવા ઇજા, મૂત્રાશયનાં સ્નાયુઓ નબળા પડવાને કારણે હોઈ શકે છે. ડાયાબિટીઝનાં દર્દીઓ કે જેમના સુગર લેવલમાં વધારો થાય છે તેઓને યૂરિન રોકવામાં મુશ્કેલી પડે છે.

બાળકો- આ સમસ્યા મોટાભાગે બાળકોમાં ઊંઘમાં હોય ત્યારે થાય છે એટલે કે બાળકો ઊંઘમાં યૂરીનને કંટ્રોલ કરી શકતા નથી અને બેડને ભીનો કરી દે છે. જો બાળકો ક્યારેક આવું કરે છે, તો આ સ્થિતિ સામાન્ય છે પરંતુ, જો 4-5 વર્ષનું બાળક રોજ બેડ ભીનું કરી રહ્યું હોય તો ચેતી જવાની જરૂર છે.

પ્રશ્ન- શું આ બીમારી ઠીક થઈ શકે છે?
જવાબ-
હા, તે ચોકકસ ઠીક થઈ શકે છે. આ માટે તમે આ પદ્ધતિઓ અપનાવી શકાય છે...

 • બાળકોને રાતે સૂતા પહેલા વોશરૂમ જવાની આદત પાડો. તેઓએ ઊંઘમાંથી ઉઠાડીને પેશાબ માટે લઈ જાઓ.
 • સ્ત્રીઓ પેલ્વિક ફ્લોરનાં કીગલ્સની કસરત કરી શકે છે. ડિલિવરી પછી તરત જ તેને શરૂ કરો.
 • જો આવું ફિઝિકલ બ્લોકેજ કે પ્રોસ્ટેટનાં કારણે થતું હોય તો સર્જરી અને દવા એક ઉપાય છે.
 • ન્યુરોલોજીકલ સમસ્યાઓને કારણે થતી અસંયમતાને સારવાર દ્વારા મટાડી શકાય છે.

પ્રશ્ન- જો કોઈ આવી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, તો તેઓએ શું કરવું જોઈએ?
જવાબ-
જો પરિવારમાં તમારી નજીકની કોઈ વ્યક્તિ અથવા તમે આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો...

 • ડૉક્ટરને મળો અને આ સમસ્યા વિશે નિ:સંકોચ કહો.
 • તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો, તો જ સારવાર શક્ય બનશે.
 • બાળકો અને પુખ્ત વયનાં લોકો ડાયપર પહેરી શકે છે.
 • સમયાંતરે ટેસ્ટ કરાવતા રહો, જેથી ઇન્ફેક્શનથી બચી શકાય.
 • પેશાબનું ટીપું ક્યાંય પણ પડી રહ્યું હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખવું.

પ્રશ્ન- જે લોકોને આ સમસ્યા હોય છે તેઓ તેમનાથી ચિડાવા લાગે છે, આવા લોકો સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ?
જવાબ-
આવા લોકો જાતે જ શરમ અનુભવે છે. તેમને ખ્યાલ આવે છે કે, અન્ય લોકો તેમની સામે લઘુતાગ્રંથિથી જુએ છે. આ જાગૃતિનાં અભાવને કારણે છે. તેથી...

 • સૌથી પહેલાં તો જાગૃત રહો. આ સમસ્યા વિશે વાંચો અને સમજો.
 • આવા લોકોને બ્લેડરની તાલીમ માટે પ્રોત્સાહિત કરો. જેથી, તેઓ સમયાંતરે પેશાબ માટે જાય, આળસ ન કરે.
 • તેમને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવામાં મદદ કરો.
 • આવા લોકોને આલ્કોહોલ, સોફ્ટ ડ્રિંક્સ, સોડા, ચા અને કોફીથી દૂર રાખો.
 • યૂરિનને નિયંત્રિત ન કરી શકવાની સ્થિતિમાં ઉચ્ચ ફાઇબરવાળો ભોજન લેવું મદદરૂપ થાય છે.
 • જો કોઈ જાહેર સ્થળે આ સમસ્યાથી પીડિત દર્દી જોવા મળે છે, તો પછી તેઓની સમસ્યાને સમજો અને મદદ કરો.

જાણવા જેવું

 • યૂરિનને રોકી રાખવાથી આ 7 સમસ્યાઓ થઈ શકે છે
 • હાનિકારક બેક્ટેરિયાને ગુણાકાર કરવાનો સમય મળે છે. આનાથી પેશાબની મૂત્રાશયમાં ગંભીર ચેપ લાગી શકે છે.
 • ઇન્ફેક્શનને કારણે પેશાબ દરમિયાન દુખાવો થઈ શકે છે.
 • મૂત્રાશયમાં યૂરિન જમા થવાને કારણે કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે.
 • લાંબા સમય સુધી યૂરિનને પકડી રાખવો અને વારંવાર યૂરિન જવાથી મૂત્રાશય નબળું પડે છે.
 • સગર્ભા સ્ત્રીઓમાં યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુટીઆઈ)નું જોખમ વધી જાય છે.
 • લાંબા સમય સુધી મૂત્રાશય ભરવાનાં કારણે નીચેનો ભાગ પાઉચ જેવો થઈ જાય છે. આ કારણે યૂરિન સંપૂર્ણપણે રિલીઝ નથી થતું.
 • પુરુષોને પ્રોસ્ટેટની સમસ્યા થઈ શકે છે.