છેલ્લા કેટલાક દિવસથી એલોન મસ્ક ટ્વિટરને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એલોન મસ્કે તેના મૃત્યુને લઈને ટ્વીટ કરીને લખ્યું હતું કે 'જો મારું મૃત્યુ રહસ્યમય રીતે થઇ જાય છે... તમને જાણીને સારું લાગશે'. એલોનનું આ ટ્વીટ બીજા સંદર્ભમાં હતું, પરંતુ આ ટ્વીટ પર અમેરિકી યુટ્યૂબ સ્ટાર જિમ્મી ડોનાલ્ડસને કહ્યું હતું કે જો આવું થશે તો હું ટ્વિટર સંભાળી લઈશ. એના જવાબમાં એલોન મસ્કે ઓકે લખી દીધું હતું
આ તો મસ્તી-મજાકની વાત થઇ હતી, પરંતુ શું તમે ગંભીરતાથી વિચાર્યું છે કે આપણા મૃત્યુ પછી આપણા જીવથી પણ વહાલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું શું થશે? એકાઉન્ટ જ્યાં તમારા અંગત ફોટા, ચેટ્સ બધું સેવ હોય છે.
આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું કે તમારા મૃત્યુ પછી તમારા ફેસબુક, ઈન્સ્ટાગ્રામનું શું થાય છે? આવો જાણીએ.
સૌથી પહેલા જાણીએ સોશિયલ મીડિયા પર કેટલા યુઝર્સ છે.
સંદર્ભ : Statista survey 2022
Facebookથી શરૂઆત કરીએ.
ફેસબુક પર વારસદાર પસંદ કરવાની પ્રક્રિયા શું છે?
હા, ફેસબુક મૃત્યુ પછી કોઈને વારસદાર બનાવવા અથવા એ એકાઉન્ટને હંમેશ માટે ડિલિટ કરવાનો વિકલ્પ આપે છે. તમારી પાસે ફેસબુક પર ઘણીબધી પર્સનલ વસ્તુઓ હોવાથી તમે વારસદાર તરીકે તમારી નજીકની કોઈ વ્યક્તિને પસંદ કરી શકો છો, જે તમારી જગ્યાએ તમારું એકાઉન્ટને મેનેજ કરી શકે.
આ કામ કરવા માટે સૌથી પહેલા તમારે ફેસબુક એકાઉન્ટના સેટિંગ્સ એન્ડ પ્રાઇવસીમાં જવું પડશે.
Legacy Contact
આ ઓપ્શનથી તમે તમારું એકાઉન્ટ બીજા કોઈને ઓપરેટ કરવાનો અધિકાર આપી શકો છો. પોસ્ટ કરવાથી લઈને પોસ્ટ ડિલિટ કરવા અને પ્રોફાઈલ ફોટો અપડેટ કરવાનો અધિકાર તમારા Legacy Contact પાસે રહેશે. જે ફેસબુકને તમારું એકાઉન્ટ ડિલિટ કરવા માટે પણ કહી શકે છે. Legacy Contact હશે તેમને તમારા મૃત્યુ પછી કરેલી પોસ્ટને ડિલિટ અથવા મેનેજ કરી શકે છે
Delete account after death
આ ઓપ્શનથી તમે તમારા એકાઉન્ટને કાયમ માટે ડિલિટ કરી શકો છો અથવા તમે એને મેમરી તરીકે રાખી શકો છો. આ માટે ફેસબુક એકાઉન્ટ પર તમારા નામની બરાબર પછી ‘Remember નો ઓપ્શન દેખાડશે.
જો તમે આ ઓપ્શનની પસંદગી કરો છો તો તમારા મૃત્યુ પછી તમારા પરિવારના કોઈ સભ્યોએ ફેસબુકને તમારા મોત અંગે જાણકારી આપવી પડશે. મોતની જાણકારી જેમાં મરણનું પ્રમાણપત્ર ફેસબુકને આપવું પડશે.
હવે Instagramથી જોડાયેલી જાણકારી જાણીએ
Instagram અને Facebook બંનેના માલિક માર્ક ઝકરબર્ગ છે. એક જ માલિક હોવાને કારણે Instagram ની નીતિ 90% Facebook જેવી જ છે. મૃત્યુ પછી જ Instagram એકાઉન્ટ સંપૂર્ણપણે બંધ કરી શકાય છે અથવા તેને મેમરી તરીકે રાખી શકાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેના પરિવારના સભ્યો અથવા મિત્રો એકાઉન્ટને Memorialize કરી શકે છે. આ ત્યારે જ થશે જ્યારે પરિવારનો કોઈ સભ્ય અથવા મિત્ર ઈન્સ્ટાગ્રામ હેલ્પ સેન્ટર http://surl.li/bzjcr પર જન્મતારીખ, મૃત્યુનું પ્રમાણપત્ર જેવી તમામ જરૂરી માહિતી સબમિટ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
મૃત્યુ પછી તમે Instagram એકાઉન્ટને મેમરી તરીકે રાખી શકો છો
Twitter પર મૃત્યુ બાદ એકાઉન્ટની કોઈ પોલિસી નથી
એકવાર ટ્વિટરને તમારા મૃત્યુની માહિતી પ્રાપ્ત થાય છે, તે તમારું એકાઉન્ટ ડિલિટ કરી નાખે છે. આ માટે તમારા પરિવારનો કોઈપણ સભ્ય ટ્વિટર પરથી તમારું એકાઉન્ટ ડિલિટ કરવાની વિનંતી મોકલી શકે છે. આ કામ માટે તેમણે યુઝરનું મૃત્યુ પ્રમાણપત્ર આપવું પડશે. એ પછી તમારી પોસ્ટ, ફોટોગ્રાફ અને એકાઉન્ટ ડિલિટ થઈ જશે.
YouTube કોણ હેન્ડલ કરશે?
આજના સમય મુજબ મ્યુઝિક અને વીડિયો જોવા માટે યુટ્યૂબ બેસ્ટ પ્લેટફોર્મ માનવામાં આવે છે. YouTube કન્ટેન્ટ દ્વારા લોકો લાખો અને કરોડોની કમાણી કરનારા ઘણા લોકો પણ છે. YouTube બિઝનેસ પ્લેટફોર્મ હોવાની સાથે-સાથે એનો ઉપયોગ પણ ખૂબ જ સારો છે, પરંતુ જો કોઈ YouTube એકાઉન્ટ ધારક ઈચ્છે છે કે મૃત્યુ પછી કોઈ અન્ય વ્યક્તિ એના એકાઉન્ટનો ઉપયોગ કરે તો તેણે YouTube ને કાનૂની કરાર મોકલવો પડશે, જેમાં જણાવવાનું રહેશે કે તમારા મૃત્યુ પછી એકાઉન્ટ કોણ સંભાળશે. જો તમે આમ નહીં કરો તો અમુક સમય મર્યાદા પછી યુટ્યૂબ એકાઉન્ટનો ઉપયોગ નહીં કરે તો બંધ કરી દેવામાં આવશે.
Googleની પોલિસી શું કહે છે
ગૂગલ એકાઉન્ટ લિગેસી ફેસબુકથી અલગ છે, જેમાં તમે તમારી પોતાની લિગેસી બનાવી શકો છો. ગૂગલ એકાઉન્ટ લિગેસીમાં મતલબ, તમે તમારા મૃત્યુ પછી તમારું એકાઉન્ટ ક્યારે ડિલિટ કરવું એ તમે જાતે જ નક્કી કરી શકો છો.
તમારે પ્રથમ શરત સ્વીકારવી પડશે કે ગૂગલ તમને કયારે ઇન એક્ટિવ માનશે. ઓછામાં ઓછા ત્રણ મહિના અથવા વધુમાં વધુ 18 મહિના. આ સમય દરમિયાન ગૂગલ એસએમએસ અને મેઇલ દ્વારા પણ માહિતી આપતું રહેશે. તમે ઓટો રિપ્લાઈ પણ સેટ કરી શકો છો, જે અમને થોડો રમૂજી લાગ્યો. મતલબ કે મૃત્યુ પછી કોઈ મેઇલ કરે તો તે ભાઈને શું જવાબ મળવો જોઈએ. તમારા મૃત્યુ પછી તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારો ડેટા કોણ ડાઉનલોડ કરી શકે છે.
મૃત્યુ પછી એકાઉન્ટ કેટલા સમય સુધી એક્ટિવ રહે છે?
જ્યાં સુધી કોઈ તમારા મૃત્યુની જાણ ન કરે ત્યાં સુધી એકાઉન્ટ Facebook પર એક્ટિવ રહે છે. એ જ સમયે લિંક્ડઇન પર મૃત્યુની માહિતી મળતાં જ એકાઉન્ટ બંધ થઈ જાય છે. Pinterest એકાઉન્ટ ક્યારેય બંધ કરી શકાતું નથી, જ્યારે ટ્વિટર એકાઉન્ટ 6 મહિના પછી બંધ થઈ જાય છે. તમે તમારા મૃત્યુ વિશે કંપનીને જાણ કર્યા પછી તમારું Google એકાઉન્ટ બંધ થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.