એક કેસની કાયદાકીય કાર્યવાહી કરતા સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતં કે સરકારી કર્મચારીની વિધવા પત્ની જો પતિના નિધન પછી બાળકને દત્તક લે છે તો તે ફેમિલી પેન્શનનું હકદાર બનતું નથી.
શું હતો આ કેસ?
મહારાષ્ટ્રના નાગપુરના શ્રીધર ચિમુરકર વર્ષ 1993માં સરકારી નોકરીમાંથી રિટાયર થયા હતા. વર્ષ 1994માં તેમનું નિધન થયુ હતું. તેમના નિધન પછી વર્ષ 1996માં તેમની પત્ની માયા મોતધરેએ રામ શ્રીધર ચિરમુકરને પોતાના બાળક તરીકે દત્તક લીધો હતો. આ બાળક તેના પિતાના પેન્શનનો હકદાર છે કે નહિ એ અંગે કોર્ટમાં કાર્યવાહી થઈ, જેના અંતે એવું તારણ સામે આવ્યું કે જો કોઈ સરકારી કર્મચારી પોતાના જીવનકાળ દરમિયાન કોઈ બાળકને લીગલી દત્તક લે છે તો તે બાળક તેના નિધન પછી પેન્શનનું હકદાર બને છે. નિધન પછી દત્તક લેવામાં આવેલા બાળકને પેન્શનનો હકદાર માનવામાં આવતો નથી.
આજે કામના સમાચારમાં આપણે ફેમિલી પેન્શનને લઈને શું-શું નિયમો છે? એની વિગતવાર માહિતી મેળવીશું. આ સાથે જ બાળકોને ફેમિલી પેન્શનનો લાભ ક્યાં સુધી મળે છે? આ ફેમિલી પેન્શન પર માતા-પિતાનો કેટલો હક હોય છે? અને દયાના આધાર પર મળેલી નોકરી લેવા પર પેન્શન કેવી રીતે અને કેટલું મળે છે? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આજે જાણીશું.
આજના અમારા એક્સપર્ટ છે..
અશોક પાંડે, એડવોકેટ, બોમ્બે હાઈકોર્ટ
સચિન નાયક, એડવોકેટ, સુપ્રીમ કોર્ટ અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટ
પ્રશ્ન- ફેમિલી પેન્શન મેળવવા માટેના શું નિયમો છે?
જવાબ- નોકરીમાંથી રિટાયરમેન્ટ મળ્યા પછી કેન્દ્રીય સરકાર અમુક કર્મચારીઓને પેન્શનની સુવિધા આપે છે. કર્મચારીના નિધન પછી તેમના પરિવારના એ લોકોને પેન્શન આપવામાં આવે છે, જે લોકો તેમના પર આધારિત હોય. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર જણાવે છે કે ફેમિલી પેન્શન કયા કયા આધાર પર આપવામાં આવે છે.
ફેમિલી પેન્શન સાથે જોડાયેલા અમુક નિયમો...
પ્રશ્ન- બાળકોને કેટલા સમય સુધી ફેમિલી પેન્શન મળી શકે છે?
જવાબ- સરકારી કર્મચારીના નિધન પછી બાળકોને ફેમિલી પેન્શન મળવા માટેના આ નિયમો છે...
દિવ્યાંગ બાળકો માટે આ નિયમો છે...
દીકરી માટે આ નિયમો છે...
પ્રશ્ન- શું કોઈ એવા સંજોગો પણ છે કે જેમાં ફેમિલી પેન્શન મળવાનો હક છીનવાઈ શકે?
જવાબ- હા. ફેમિલી પેન્શનનો હક જે-તે વ્યક્તિ પાસેથી ત્યારે છીનવી શકાય, જ્યારે તે પેન્શન મેળવનારી વ્યક્તિ સરકારી કર્મચારીની હત્યામાં ગુનેગાર સાબિત થાય અથવા તો તેની હત્યા માટે કોઈને પ્રેરિત કરવામાં દોષી સાબિત થાય. આ સ્થિતિમાં તેના પછી જે વ્યક્તિ ફેમિલી પેન્શન મેળવવા પાત્ર છે તેને ફેમિલી પેન્શન મળે છે.
પ્રશ્ન- મૃતકની પત્ની જો બીજા લગ્ન કરી લે તો શું તે પેન્શન મેળવવા માટેની હકદાર બની શકે?
જવાબ- મૃતકના પતિ કે પત્નીને ફેમિલી પેન્શન આજીવન મળી રહે છે. મૃતકની પત્નીને જો કોઈ સંતાન નથી અને તેની પાસે આવકનું કોઈ સાધન પણ નથી તો બીજા લગ્ન કરવા પર પણ તેને પેન્શન મળી રહે છે.
પ્રશ્ન- જો મૃતકની પત્ની નોકરી કરે તો શું તે પેન્શનની હકદાર બની રહે?
જવાબ- મૃતકની પત્ની જો સરકાર દયાભાવનાની દૃષ્ટિએ નોકરી આપે એ સ્વીકારી લે છે તો તે ફેમિલી પેન્શનની હકદાર રહેતી નથી.
પ્રશ્ન- દત્તક લીધેલા બાળકને પણ પેન્શન મળશે?
જવાબ- દત્તક લીધેલા બાળક પાસે પણ બાયોલોજિકલ દીકરા અને દીકરી જેટલા જ હક હોય છે એટલા માટે દત્તક લીધેલું બાળક પણ ફેમિલી પેન્શનનું હકદાર બને છે, પણ જો બાળક સરકારી કર્મચારીના નિધન પછી દત્તક લેવામાં આવ્યું હોય તો તેને પેન્શન મળતું નથી.
પ્રશ્ન- શું દત્તક લીધેલા બાળકને સરકાર દયાભાવનાની દૃષ્ટિએ જે નોકરી આપે એ મળે?
જવાબ- હા, જો દત્તક લેવામાં આવેલું બાળક તે નોકરી માટેની યોગ્ય લાયકાત ધરાવે છે તો તે આ નોકરી મેળવી શકે છે.
પ્રશ્ન- શું મૃતકની લિવ-ઈન પાર્ટનરને પેન્શન કે સરકાર દયાભાવનાની દૃષ્ટિએ જે નોકરી આપે એ મેળવવાનો અધિકાર છે?
જવાબ- લિવ-ઈન પાર્ટનરને લગ્ન જેવો જ સંબંધ માનવામાં આવે છે, તેમ છતાં તેને લગ્નની માન્યતા આપવામાં આવેલી નથી એટલા માટે લિવ-ઈન પાર્ટનરને ન તો પેન્શન મળે છે કે ન તો સરકાર દયાભાવનાની દૃષ્ટિએ જે નોકરી આપે એ મળે છે. હા, લિવ-ઈન પાર્ટનરથી જે બાળક જન્મ લે છે તે બાળકને પેન્શન અને સરકાર દયાભાવનાની દષ્ટિએ જે નોકરી આપે એ મેળવવાનો અધિકાર છે. એ માટે તેમણે બાકીનાં બાળકો પાસેથી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લેવું પડે છે.
પ્રશ્ન- માતા-પિતાને ફેમિલી પેન્શન મળવા અંગેના કયા-કયા નિયમો છે?
જવાબ- માતા-પિતાને ફેમિલી પેન્શન મળવા અંગેના નિયમો નીચે મુજબ છે...
નીચે લખેલાં ગ્રાફિક્સ પરથી કેટલું પેન્શન મળશે? એની સમજૂતી મેળવો...
પ્રશ્ન- મૃતકનાં માતા-પિતા અને પત્ની જો બંને અલગ-અલગ રહે તો શું બંનેને અલગ-અલગ પેન્શન મળશે?
જવાબ- ના. એવું નહિ થાય. પેન્શન ફક્ત એક જ મળશે.
પ્રશ્ન- શું સરકાર દયાભાવનાની દૃષ્ટિએ જે નોકરી આપે તે લેવા માટે પત્નીએ મૃતકનાં માતા-પિતાની મંજૂરીની જરૂર પડે છે?
જવાબ- જો કોઈ સરકારી કર્મચારી વિવાહિત છે અને તેનું નિધન થઈ જાય તો તેની પત્નીને સરકાર દયાભાવનાની દષ્ટિએ જે નોકરી આપે છે એ મેળવવા માટે તેનાં માતા-પિતા તરફથી NOC લેવી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.