• Gujarati News
 • Utility
 • Who Is Considered A Criminal If Legal Action Is Taken? Homeowner Or Tenant? Who Will Eat Prison Air?

ભાડૂઆત ગેરકાયદેસર કામ કરે તો?:કાનૂની કાર્યવાહીમાં ગુનેગાર કોણ ગણાય? મકાનનો માલિક કે ભાડે રહેતો ભાડૂઆત? કોણ જેલની હવા ખાશે?

3 મહિનો પહેલાલેખક: અલિશા સિન્હા
 • કૉપી લિંક

મારા મનમાં એક પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે, ઘણીવાર ભાડૂઆત ભાડાનાં મકાનમાં અમુક એવા કામ કરતાં હોય છે કે, જે ગેરકાયદેસર હોય છે તો જ્યારે આ અંગે કાનૂની કાર્યવાહી થાય તો ગુનેગાર કોણ ગણાય? મકાનનો માલિક કે ભાડે રહેતો ભાડૂઆત?

આ પ્રશ્નને આપણે વર્તમાન સમયમાં દિલ્હીમાં બનેલી એક ઘટનાનાં જીવંત ઉદાહરણ સ્વરુપે સમજીએ. એક ભાડૂઆત પર બાળકો પાસે બાળમજૂરી કરાવ્યાનો આક્ષેપ લાગ્યો હતો, જેના કારણે તે જ્યાં રહેતો હતો તે આખી પ્રોપર્ટીને સીલ કરી દેવામાં આવી હતી. હવે જો ઘટનાનું વિશ્લેષણ કરો તો ગેરકાનૂની કામ ભાડૂઆતે કર્યુ પણ મકાન મકાનમાલિકનું સીલ થઈ ગયું.

આ આખી ઘટના દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી જ્યાં આ ઘટનાની યોગ્ય તપાસ અને વિશ્લેષણ કરીને મકાન પરથી સીલ હટાવી દેવાનો ચુકાદો આપ્યો. આ ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું કે, જો ભૂલ ભાડૂઆતની હોય તો સજા મકાનમાલિકને કેવી રીતે મળી શકે? આ અંગે વધુ ચર્ચા કરતાં જસ્ટિસ પ્રતિબા એમ સિંહની ખંડપીઠે કહ્યું કે, ‘આ પ્રોપર્ટી એ મકાનમાલિકની આવકનું એક સાધન છે. ભાડૂઆત જે ગેરકાયદેસર કામ કરતો હતો તેમાં તે કોઈપણ રીતે સામેલ નહોતા એટલે તેઓની પ્રોપર્ટી પરની સીલ હટાવી દેવી જોઈએ.’

આજે આપણે કામના સમાચારમાં એ જાણીશું કે- જો ભાડૂઆત ભાડાના મકાનમાં કોઈ ખોટું કામ કરે તો શું-શું થઈ શકે? તેના આ ગેરકાયદેસર કામ માટે કોણ-કોણ જવાબદાર ગણાય? આજનાં એક્સપર્ટ એડવોકેટ લલિત વી, પટિયાલા હાઉસ, દિલ્હી અને એડવોકેટ શશિ કિરણ, સુપ્રીમ કોર્ટ આ મુદ્દા સાથે જોડાયેલ અમુક પ્રશ્નોનાં જવાબ આપીને આપણને કામની માહિતી પૂરી પાડશે.

પ્રશ્ન- જો ભાડૂઆત ભાડાના મકાનમાં કોઈ ગેરકાયદેસર કામ કરે, તો શું થશે?
જવાબ-
તમામ લોકો માટે એક જ નિયમ છે, તેઓ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તપાસ પછી ગુનાના આધાર પર ભાડૂઆતને સજા મળશે.

પ્રશ્ન- શું ભાડૂઆત ભાડાનાં મકાનમાં કોઈ ગેરકાયદેસર કામ કરે તો મકાનમાલિક પણ જવાબદાર ગણાય?
જવાબ-
આવું નથી.

પ્રશ્ન- મકાનમાલિકે ભાડૂઆતને ઘર ભાડે આપ્યું ને ભાડૂઆત તેમાં કોઈ ગેરકાનૂની કામ કરતો હોય તો પોલીસ ફરિયાદ થવા પર શું મકાનમાલિક પર પણ કોઈ કાયદાકીય પગલાં લેવાય?
જવાબ-
એડવોકેટ લલિત કહે છે કે, ના એવું કંઈ જ નથી. જો મકાનમાલિક આ ગેરકાયદેસર કામમાં ભાડૂઆત સાથે સામેલ ન હોય તો તેઓએ ફક્ત પોલીસ તપાસમાં સહકાર આપવો પડે છે, પોલીસ તેનું નિવેદન લઈને તેને સાક્ષી બનાવી દેશે અને તેની સામે કોઈપણ પ્રકારનાં કાયદાકીય પગલાં લેવામાં આવશે નહીં પણ જો તેઓ પણ ભાડૂઆત સાથે ગેરકાયદેસર કામમાં સામેલ હોય અને પોલીસને ગુમરાહ કરે તો જ્યારે ખુલાસો થાય ત્યારે તે કડક સજાના ભાગીદાર બને છે.

પ્રશ્ન- જો ભાડૂઆત ભાડાનાં મકાનમાં કોઈ ગેરકાયદેસર કામ કરી રહ્યો છે તેની જાણ મકાનમાલિકને થાય તો તે શું-શું કરી શકે?
જવાબ-
આ માટે તમે નીચેનું ગ્રાફિક વાંચી શકો છો અને બીજા લોકોને શેર પણ કરો.

પ્રશ્ન- પોલીસમાં ફરિયાદ કરી, મકાનમાલિક ભાડૂઆતને ઘર ખાલી કરવાની નોટિસ આપે તો પણ ભાડૂઆત મકાન ખાલી ન કરે તો મકાનમાલિક શું કરી શકે?
જવાબ-

એડવોકેટ લલિત કહે છે કે, ભાડૂઆત મકાન ખાલી ન કરે તો નીચે મુજબનાં પગલાં લેવા

 • પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવી
 • 100 નંબર ડાયલ કરીને પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી શકો છો
 • સાક્ષી અધિનિયમ એટલે કે PT એક્ટની કલમ-106 અંતર્ગત સિવિલ જજ પાસે જઈને એવિક્શન પિટિશન દાખલ કરી શકાય

પ્રશ્ન- ભાડૂઆત પાસેથી ઘર ખાલી કરવા બાબતે ભારતીય કાયદો શું કહે છે?
જવાબ-
મોડલ ટેનેન્સી એક્ટ, 2021 કલમ-21 અને 22માં તેનો ઉલ્લેખ છે કે, એક ભાડૂઆતની મકાનમાલિક ક્યારે પોતાની પ્રોપર્ટી પરથી હાંકલ કરી શકે? આ માટે મકાનમાલિકે કોર્ટમાં રેન્ટ એગ્રીમેન્ટની કોપી લઈ જઈને એક અરજી દાખલ કરવી પડશે.

ગયા વર્ષે જૂનમાં મોડલ ટેનેન્સી એક્ટ, 2021 લાગૂ કરવામાં આવ્યું. આ અંગેની અમુક જરુરી બાબતો તમે પણ જાણી લો

 • ઘર ભાડે આપતાં પહેલાં મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે લેખિત કરાર થયેલ હોવો જોઈએ
 • આ લેખિત કરારમાં ભાડૂઆત ક્યાં સુધી રહેશે? કેટલું ભાડુ આપશે? ડિપોઝિટની કેટલી રકમ આપવાની રહેશે? આ તમામ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવવો જોઈએ. કરાર રિન્યુ થાય ત્યારે ભાડામાં કેટલા ટકા વધારો થશે તે પણ ઉલ્લેખ થવો જોઈએ.
 • ઘર કે ફ્લેટમાં રહેતા સમયે શું-શું ન થવું જોઈએ તેનો પણ ઉલ્લેખ થવો જોઈએ
 • મોડલ ટેનેન્સી એક્ટનાં સેક્શન-5 મુજબ રેન્ટ એગ્રીમેન્ટ એક નિશ્ચિત સમય સુધી જ લીગલ ગણાશે
 • એગ્રીમેન્ટ પૂરુ થયા પછી પણ જો મકાન માલિક તે જ ભાડૂઆતને રાખવા ઈચ્છે છે તો નવું એગ્રીમેન્ટ બનાવવાનું રહેશે
 • જો એગ્રીમેન્ટ રિન્યૂ ન થાય તો ભાડૂઆતે એગ્રીમેન્ટ પૂરી થયાનાં તારીખે ઘર ખાલી કરવાનું રહેશે
 • જો ભાડૂઆત મકાન ખાલી કરવામાં અસમર્થ છે, એટલે કે કોઈ કારણસર મકાન ખાલી કરી શક્યો નથી, તો તેણે મકાનમાલિકને વધેલું ભાડું ચૂકવવું પડશે.

પ્રશ્ન -ભાડે ઘર આપતા સમયે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ-
નીચે લખેલી બાબતોનું મકાનમાલિકે ધ્યાન રાખવું જોઈએ.

11 મહિનાનો ભાડા કરાર
ભાડા કરાર 11 મહિના માટે કરવો જરૂરી છે.
રજિસ્ટરમાં જઈને એગ્રીમેન્ટ, એટલે કે રજિસ્ટ્રેશનને નોટરાઈઝ કરવું જરૂરી છે.
જો ભાડૂઆત 11 મહિના પછી ઘર કે દુકાન ખાલી કરવાની ના પાડે છે, તો તમે કોર્ટમાં આ ભાડા કરાર બતાવી શકો છો.
મકાનમાલિક 11 મહિના પછી પણ જૂના ભાડૂઆતને રાખવા માગે છે, તો તેણે દર વર્ષે ભાડા કરાર રિન્યૂ કરવો પડશે.

ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન

 • મિલકત ભાડે આપતાં પહેલાં પોલીસ વેરિફિકેશન જરૂરી છે.
 • અંગત રીતે મકાનમાલિકે આ કામ કરવું જોઈએ.
 • પોલીસ પાસે ભાડૂઆત, એટલે કે ભાડૂઆત વેરિફિકેશન ફોર્મ હોય છે.
 • તેને ભરવા માટે ભાડૂઆતનો ફોટો, આધાર કાર્ડની કોપી બધું જમા કરાવવાનું રહેશે.
 • ભાડૂઆતનો ગુનાહિત રેકોર્ડ હશે તો તે પોલીસ વેરિફિકેશનથી જાણી શકાશે.

અગાઉના મકાનમાલિકની પૂછપરછ

 • જો શક્ય હોય તો ભાડૂઆતને તમારું ઘર અથવા દુકાન આપતાં પહેલાં તેના અગાઉના માલિક પાસેથી તમારો રેકોર્ડ તપાસો.
 • એનાથી તેનું વર્તન સાથે એ જાણવા મળે કે તે સમયસર ભાડું ચૂકવે છે કે નહીં.

ભાડે મકાન કે દુકાન આપ્યા પછી મકાનમાલિકે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

 • મહિનામાં એકવાર તમારે તમારા ભાડાનાં મકાન કે દુકાને જવું જોઈએ અને ત્યાંની પરિસ્થિતિ જોવી જોઈએ.
 • ભાડુઆતને કોઈ તકલીફ હોય કે ન હોય, તે મકાન ખાલી કરી રહ્યો નથી ને, આવા સામાન્ય વિષય પર ક્યારેક ક્યારેક ચર્ચા કરવી જોઈએ.
 • આસપાસના લોકોએ તેમના ભાડાના મકાન અથવા દુકાનમાં થતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

જાણવા જેવું
મકાનમાલિક પાસે આ 5 અધિકાર છે

એડવોકેટ શશિ કિરણ મુજબ...

 • મકાનમાલિકને ભાડૂઆત પાસેથી સમયાંતરે ભાડું લેવાનો અધિકાર છે
 • જો ભાડૂઆત ઘરને ગંદું રાખતા હોય તો તેને ટોકવાનો અધિકાર છે
 • ઘર ખાલી કરવાનું હોય એના 1 મહિના પહેલાં ભાડૂઆતે નોટિસ આપવી પડશે
 • જો ભાડૂઆત પૂછ્યા વગર ઘરમાં કોઈ બાંધકામ કરે તો તેને રોકવાનો અધિકાર છે
 • ભાડૂઆત જો કોઈ ત્રાહિત વ્યક્તિને ઘરમાં લાવીને રાખે તો તેને રોકી શકે છે

ફક્ત મકાનમાલિક પાસે જ નહી, ભાડૂઆત પાસે પણ આ 10 અધિકાર છે

 • મોડલ ટેનન્સી એક્ટ હેઠળ, ભાડૂઆતને ભાડા કરારમાં ઉલ્લેખિત સમયમર્યાદા પહેલાં દૂર કરી શકાતો નથી, સિવાય કે તેણે સતત બે મહિના સુધી ભાડું ન ચૂકવ્યું હોય અથવા તે મિલકતનો દુરુપયોગ કરી રહ્યો હોય.
 • રહેણાક મકાનની સુરક્ષા મહત્તમ 2 મહિનાનું ભાડું હોઈ શકે છે. બિન-રહેણાક સ્થળો માટે મહત્તમ 6 મહિનાનું ભાડું.
 • ભાડૂઆતને દર મહિને ભાડું ચૂકવવા પર રસીદ લેવાનો અધિકાર છે. જો મકાનમાલિક ભાડૂઆતને સમય પહેલાં હટાવી દે છે તો રસીદ કોર્ટમાં પુરાવા તરીકે બતાવી શકાય છે.
 • ભાડૂઆતને દરેક સ્થિતિમાં વીજળી અને પાણી લેવાનો અધિકાર છે. કાયદા મુજબ વીજળી અને પાણી કોઈપણ વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે.
 • તેને ઘર કે મકાન ખાલી કરવાનું ચોક્કસ કારણ જાણવાનો અધિકાર છે.
 • જો મકાનમાલિક તેના પર ભાડા કરારમાં નિર્ધારિત શરતો સિવાય અન્ય કોઈ શરત લાદે છે અથવા અચાનક ભાડામાં વધારો કરે છે, તેથી તે કોર્ટમાં અરજી કરી શકે છે.
 • જો ભાડૂઆત ઘરમાં ન હોય તો મકાનમાલિક પોતાના ઘરનું તાળું તોડી શકતો નથી. ન તો સામાન બહાર ફેંકી શકે છે. આમ કરવાથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
 • મકાનમાલિક જાણ કર્યા વગર ભાડૂઆતના ઘરે આવી શકતો નથી.
 • તેનો કોઈપણ સામાન ચકાસી શકતો નથી.
 • મકાનમાલિક દરેક સમયે ભાડૂઆત અને પરિવારના સભ્યો પર નજર રાખી શકતો નથી.