• Gujarati News
 • Utility
 • While Making The Budget Keep In Mind The Emergency Fund, Think About Staying In Hostels Instead Of Hotels; Do 3 Questions Yourself Before Vacation

નવા પર્યટકો માટે ટ્રાવેલ ગાઈડ:બજેટ બનાવતી વખતે ઈમર્જન્સી ફંડનું ધ્યાન રાખો, હોટેલને બદલે હોસ્ટેલમાં રોકાઓ; વેકેશન પહેલાં આ 3 સવાલો કરો

નિસર્ગ દીક્ષિત2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ટ્રાવેલ કરવાથી મૂડ સારો રહે છે, નવી જગ્યા અને નવા લોકોને મળવાથી સ્ટ્રેસ દૂર થાય છે
 • વેકેશનનાં પ્લાનિંગની શરૂઆત રિસર્ચથી કરો, ટ્રાવેલ એક્સર્ટ્સના બ્લોગ અને સોશિયલ મીડિયા પોસ્ટની મદદ લો

કોરોનાવાઈરસ મહામારી હજુ પણ યથાવત છે, પરંતુ અનલોકમાં લોકોએ જોખમ લઈ બહાર જવાનું શરૂ કર્યું છે. ઘણા લોકો ઘરમાં એટલા કંટાળી ગયા છે કે તેઓ ક્યાંય ફરવા જવા માગે છે. તેને જોઈ ઘણા રાજ્યોએ પર્યટકો માટે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કર્યા છે અને ટ્રાવેલના રસિયાઓને આમંત્રિત કર્યા છે.

જોકે હજુ એ નક્કી નથી કે વેક્સીન ક્યાં સુધીમાં આપણને મળશે? અને કોરોનાકાળ ક્યારે પૂરો થશે? તેથી નવા પર્યટકો પાસે પોતોના વેકેશનનું પ્લાનિંગ કરવા અને બજેટ બનાવવાનો ઘણો સમય છે. આ ખાલી સમયનો ફાયદો ઉઠાવી ઘરમાં સ્ટ્રેસ લીધા વગર ફ્યુચર ટ્રિપ પ્લાન કરો. કારણ કે આગામી 3 મહિના ફેસ્ટિવ સિઝન છે. તેવામાં જો તમને ટૂરિઝમનો શોખ લાગ્યો હોય તો કેટલીક ટિપ્સ અને માહિતી તમારી મદદ કરી શકે છે.

રહેવાનું, જમવાનું અને ટ્રાન્સપોર્ટનું પ્લાનિંગ કેવી રીતે કરશો?

 • જો તમે નિયમિત પર્યટક છો તો તમે જાણીતા ટ્રાવેલર ડૉક્ટર વરુણ વાગીશનું નામ તો સાંભળ્યું જ હશે. હોલિડિફાઈ વેબસાઈટ પ્રમાણે, વરુણે ટાઈટ બજેટમાં ટ્રાવેલિંગ કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. તેમણે બજેટને 3 પાર્ટમાં વહેંચ્યો છે.
 • આ માસ્ટર પ્લાનની મદદથી ટ્રાવેલિંગ દરમિયાન તમે હજારો રૂપિયાનું સેવિંગ કરી શકો છો. તેમની રીત અપનાવો. તેઓ મોંઘી હોટેલને બદલે હોસ્ટેલમાં રોકાવાની સલાહ આપે છે, રેસ્ટોરાંને બદલે સુપરમાર્કેટમાથી ખરીદી કરવાની સલાહ આપે છે અને ફ્લાઈટને બદલે ટ્રેન અને રસ્તા પર લિફ્ટ લેવા માટેની સલાહ આપે છે.

ટ્રાવેલ બજેટ કેવી રીતે તૈયાર કરશો?
ટ્રાવેલ એક્સપર્ટ પ્રમાણે, ટ્રાવેલિંગ દરમિયાન ખર્ચાને 3 પાર્ટમાં વહેંચી શકાય છે.
1. તૈયારીનો ખર્ચો
તેમા એ ખર્ચાને સામેલ કરો, જે તમે ટ્રાવેલિંગ પહેલાં તૈયારીમાં કરો છો. જેમ કે વસ્તુની ખરીદી અને જૂની વસ્તુઓનું રિપેરિંગ

 • ટ્રાવેલ ઈન્શ્યોરન્સ: ટ્રાવેલિંગ દરમિયાન ઈન્શ્યોરન્સ જરૂરી નથી પરંતુ તે સારો વિકલ્પ હોઈ શકે છે. કોરોનાકાળમાં લાંબા સફરમાં તે સારો વિકલ્પ છે. ઈન્શ્યોરન્સની તૈયારી પહેલાં તમે રિસર્ચ કરો. રિસર્ચ કરીને સારા ઓપ્શન તપાસો.
 • વેક્સીન: જે જગ્યાએ જવાનું છે તેની સંપૂર્ણ માહિતી લો. સામાન્ય રીતે વેક્સીન સસ્તી હોય છે અને તમને બીજી જગ્યા પર થતી મુશ્કેલીથી બચાવે છે. ક્યાંય પણ જતાં પહેલાં વેક્સીન લગાવો અને ડૉક્ટરની સલાહ લો.
 • શોપિંગ: શોપિંગ ટ્રાવેલિંગ પહેલાં મહત્ત્વની છે. ટ્રાવેલિંગ દરમિયાન જે વસ્તુની જરૂરિયાત છે તેની ખરીદી કરો. ઉદાહરણ તરીકે બેગપેક, કેમેરા વગેરે.
 • ટ્રાન્સપોર્ટેશન: એ વાત પર નિર્ભર રાખે છે કે તમે ક્યાં ટ્રાવેલ કરવા માગો છો. ટ્રાવેલ કરતાં પહેલાં ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાને પણ ધ્યાનમાં લો તેથી તમે બજેટ સંભાળી શકો.

2. ટ્રાવેલિંગ દરમિયાન થનારા ખર્ચા
આ પાર્ટમાં રહેવાનો અને જમવાના ખર્ચાને સામેલ કરો.

 • ક્યાં રહેશો: ટ્રાવેલિંગ અને વેકેશનમાં સૌછી મોટો ખર્ચો રહેવાનો છો. તમારી સુવિધાઓને ધ્યાનમાં રાખી તમે બજેટ પ્રમાણે રહેવાની વ્યવસ્થા નક્કી કરી શકો છો. ટ્રાવેલ કરનારા શહેરોની હોટેલ અને હોસ્ટેલની માહિતી લઈ શકો છો. તેની મદદથી તમે ખર્ચો ઓછો કરી શકો છો.
 • ખોરાક અને અન્ય પ્રવૃત્તિઓ: ખોરાક સંબંધિત ખર્ચની કાળજી લેવી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ છે. જો કે, આ ખર્ચ પણ તમારા ડેસ્ટિનેશન પર પણ આધારિત હોય છે. એ જરૂરી છે કે તમે જ્યાં પણ જઈ રહ્યા છો ત્યાંની ખાસ ડિશ અથવા ડ્રિંકની મજા ચોક્કસપણે માણો. પરંતુ તેની માત્રાનું ધ્યાન રાખો.
 • ખરીદી: આ એ વાત પર નિર્ભર હોય છે કે મુસાફરી કરી રહેલા શહેરમાંથી કેટલી વસ્તુઓ ખરીદશો. જો તમે તમારી જરૂરિયાત કરતાં વધારે ખરીદી કરશો તો તમારાં બજેટને અસર થશે. આ સિવાય, જો તમે ફોરેન ટ્રિપ પ્લાન કરી રહ્યા હો તો કસ્ટમ ડ્યુટી રેગ્યુલેશન વિશે પણ માહિતી મેળવો.

3. ઇમર્જન્સી ફંડ્સ

 • છેલ્લી અને સૌથી અગત્યની વસ્તુ ઇમર્જન્સી ફંડ બનાવવાની છે. ઘણીવાર એવું બને છે કે મુસાફરી દરમિયાન તમે બેદરકારી અથવા ભૂલને લીધે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, પર્સ અથવા અન્ય મહત્ત્વપૂર્ણ વસ્તુઓ ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં, આ પૈસા તમારા માટે મુશ્કેલીના સમયમાં કામ આવશે.
 • આ ઉપરાંત, તમારા બજેટ માટે કડક વલણ ન અપનાવો. જો તમે 10 દિવસનું પ્લાનિંગ કર્યું હોય તો પછી ઓછામાં ઓછા 12-15 દિવસના પૈસા તમારી પાસે રાખો. આ રીતે તમે સરળતાથી કોઈપણ પ્રકારની ઇમર્જન્સી સિચ્યુએશનનો સામનો કરી શકશો.

ફ્રી અને સસ્તું ટ્રાવેલિંગ કેવી રીતે કરવું?

 • જે લોકો લાંબા સમયથી ટ્રાવેલ કરી રહ્યા હોય તેઓ સસ્તી અથવા ઓછા પૈસામાં મુસાફરી કેવી રીતે કરવી તે જાણે છે. પરંતુ પહેલીવાર વેકેશન પ્લાન કરી રહેલા લોકો પણ થોડા જાગૃત થઈને તેમનો ખર્ચ ઘટાડી શકે છે. આ પ્લાનિંગ દરમિયાન થોડું રિસર્ચ કરવાથી પણ તમને ઘણા આર્થિક લાભ મળી શકે છે.
 • સસ્તાંમાં ટ્રાવેલિંગ માટે વિવિધ એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ પર જઇને થોડું રિસર્ચ કરો. ઘણી વખત સારી ઓફર્સને લીધે તમે મુસાફરી કરવાની સાથે બચત પણ કરી શકશો.
 • ત્યારબાદ ફ્રીનો ફાયદો ઉઠાવો. ઘણી વખત ઓફ સિઝન અથવા અન્ય પ્રસંગોએ ટ્રાવેલ એજન્ટ અથવા વેબસાઇટ્સ મર્યાદિત સ્થળોએ ફ્રીમાં જમવાની અને રહેવાની તક આપે છે. તેથી, બુકિંગ કરાવતી વખતે થોડું રિસર્ચ અને જૂના ટ્રાવેલિંગ બ્લોગ્સ વાંચો.

જ્યાં સુધી ઘરમાં છો ત્યાં સુધી ઇન્ટરનેટ પર જ દુનિયા ફરો

 • ઘરે રહીને ટેકનોલોજીનો ઉપયોગ કરો: ઇન્ટરનેટ પર ઘણાં વર્ચુઅલ ટૂર ઓપ્શન્સ અવેલેબલ છે. જેના દ્વારા તમે વિશ્વના ઘણા પ્રખ્યાત સ્થળો જાણી શકશો અને ઘણા લોકો માટે આ એક નવો અનુભવ પણ હોઈ શકે છે.
 • વિશ્વની સાત અજાયબીઓ: મોડર્ન ટેક્નોલોજીની મદદથી તમે ઘરેથી જ તમારી ડિવાઇસ પર વિશ્વની સાત અજાયબીઓ (ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, પેટ્રા, તાજમહેલ, કોલોઝિયમ, માચુ પિચ્ચુ, ક્રાઇસ્ટ ધ રિડીમર અને ચિચેન ઇત્ઝા) જોઈ શકો છો. આના માટે ગૂગલ જેવી ઘણી ઓનલાઇન સર્વિસિસ ઉપલબ્ધ છે.
 • મ્યૂઝિયમની મુલાકાત લો: છેલ્લા કેટલાક વર્ષોમાં ગૂગલે હજારો મ્યૂઝિયમ સાથે પાર્ટનરશિપ કરી છે. તેમાં હાઇ ક્વોલિટીઝના જૂના જમાનાના ફોટા સાચવવામાં આવે છે. આના દ્વારા તમે વિશ્વના ઘણા સંગ્રહાલયોની મુલાકાત લઈ શકો છો.
 • નેશનલ પાર્ક્સ: મુસાફરી કરતી વખતે ઘણા લોકો માટે મનપસંદનું સ્થળ નેશનલ પાર્ક્સ હોય છે. હવે ઇન્ટરનેટ દ્વારા પણ મુસાફરો વર્ચ્યુઅલ નેશનલ પાર્ક્સની મજા હાઇ ક્વોલિટી સાઉન્ડ સાથે માણી શકે છે. આના માટે ગૂગલે પણ ખાસ નેશનલ પાર્ક્સના ઓડિયો વિઝ્યુઅલ ટૂર્સની સેવા આપી છે.

સ્ટ્રેસ સામે લડવાનું મોટું હથિયાર ટ્રાવેલિંગ છે
રાજસ્થાનના ઉદયપુરની ગીતાંજલી હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સાઇકોલોજિસ્ટ ડૉક્ટર શિખા શર્મા કહે છે કે, ટ્રાવેલિંગ કરવાથી આપણો મૂડ ખુશ થાય છે કારણ કે, આ સમય દરમિયાન આપણે નવા લોકોને મળીએ છીએ, નવી જગ્યાઓ જાણીએ છીએ અને નવા અનુભવો કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...