• Gujarati News
  • Utility
  • When Taking Out A Health Insurance Policy, Be Aware That It May Include Other Costs Besides Treatment, Such As Corona Tests And Ambulances

ફાઇનાન્સ:હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેતી વખતે ધ્યાન રાખો કે તેમાં સારવાર સિવાય કોરોના ટેસ્ટ અને એમ્બ્યુલન્સ જેવા અન્ય ખર્ચ પણ સામેલ થાય

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘણી ઇન્શ્યોરન્સ કંપની કોરોના માટે અલગ પ્લાન રજૂ કરી ચૂકી છે
  • આયુષ્માન યોજના હેઠળ પણ કોરોનાની સારવાર ફ્રીમાં થઈ શકશે

જો તમે કોઈ એવો ઇન્શ્યોરન્સ લેવા માગતા હો જેમાં કોરોના વાઇરસની સારવાર પણ કવર હોય તો તમારે આ લેતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ કે સાવારમાં શું-શું કવર થશે? ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓ એવી પણ છે જેણે કોરોના માટે અલગ પ્લાન સરૂ કર્યા છે. જો તમે પણ કોરોના અથવા અન્ય રોગોની સારવાર કવર કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવાનું વિચારી રહ્યા હો તો અહીં તમને જણાવવામાં આવ્યું છે કે આ પોલિસી લેતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

કોરોના વાઇરસ જેવી મહામારી કવર થશે કે નહીં?

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતા પહેલા ખાતરી કરો કે તેમાં સ્વાઈન ફ્લૂ અથવા કોરોના વાઇરસ જેવા રોગચાળા ઉપરાંત તમામ રોગોની સારવારનો ખર્ચ પણ આવરી લેવામાં આવ્યો છે. HDFC એગ્રો હેલ્થ ઇન્શ્યોરન્સ બ્રાંચના મેનેજર અતુલ સાગરે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ જેણે કોઈપણ કંપનીનો ઇન્શ્યોરન્સ લીધો હોય તે કોરોનાની સારવારનો દાવો લેવા માટે પાત્ર છે. પરંતુ શરત એ છે કે, પોલિસીનો 30 દિવસનો વેઇટિંગ પિરિઅડ પૂરો થઈ ગયો હોય અને તે વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ થઇને કોરોના વાઇરસની સારવાર કરાવી રહી હોય.

શું-શું કવર થાય છે એ વાતનું ધ્યાન રાખો

દરેક વીમા કંપનીના પોતાના નિયમો હોય છે, જે મુજબ તેઓ પોલિસી બનાવે છે. હેલ્થ પોલિસી ખરીદતા પહેલા સમજો કે તેમાં કેટલું અને કયું ફાઇનાન્શિયલ કવર મળશે. જે પોલિસીમાં શક્ય એટલો ખર્ચ જેમ કે, ટેસ્ટનો ખર્ચ અને એમ્બ્યુલન્સનો ખર્ચ કવર કરવામાં આવ્યો હોય એ પોલિસી લેવી જોઇએ. જેથી તમારે ખિસ્સામાંથી પૈસા ખર્ચવા ન પડે.

અન્ય રોગો કવર થાય છે કે નહીં?

તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગોને કવર કરે છે. પરંતુ તે 48 મહિના પછી કવર કરે છે. કેટલાક આને 36 મહિના પછી કવર કરે છે. જો કે, પોલિસી ખરીદતી વખતે જ પહેલેથી કોઈ રોગથી પીડાતા હો તો એ વિશે જણાવવાનું રહે છે. તેનાથી ક્લેમ સેટલમેન્ટમાં કોઈ સમસ્યા નથી આવતી.

રોકાણ કરતા પહેલા સરખામણી કરો

પ્રીમિયમની રકમની સરખામણી હંમેશાં હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી સાથે કરવી જોઇએ, જે સમાન લાભ આપે છે. આ સુનિશ્ચિત કરશે કે તમે તમારી પોલિસીથી મહત્તમ લાભ મેળવો છો. ICICI લોમ્બાર્ડ, Clinikk અને ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સ જેવી ઘણી વીમા કંપનીઓ કોરોના વાઇરસ માટે અલગ વીમા યોજનાઓ લઈને આવી છે. તમે આમાંથી તમારા માટે કોઈપણ સ્કીમ પસંદ કરી શકો છો.

હોસ્પિટલોનું નેટવર્ક

કોઈપણ હેલ્થ પ્લાનમાં રોકાણ કરતા પહેલાં ખાતરી કરો કે તમે આ સ્કીમ હેઠળ નેટવર્ક હોસ્પિટલો ધ્યાનમાં લીધી છે. નેટવર્ક હોસ્પિટલો એ હોસ્પિટલોનું એક ગ્રુપ છે જે તમને તમારા અત્યારના હેલ્થ પ્લાન રિડિમ કરવાની મંજૂરી આપે છે. હંમેશા તે યોજના માટે જાઓ જે તમારા વિસ્તારમાં મહત્તમ નેટવર્ક હોસ્પિટલ આપે છે, નહીં તો ઇમરજન્સીમાં તમારું રોકાણ કામમાં નહીં આવે.

લિમિટ અથવા સબ-લિમિટવાળો પ્લાન ન લો

હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમના રેન્ટની લિમિટ ટાળો. સારવાર દરમિયાન તમારે કયા રૂમમાં રહેવું એ વધારે જરૂરી નથી. ખર્ચ માટે કંપની દ્વારા લિમિટ અથવા સબ-લિમિટ નક્કી કરવી તમારા માટે યોગ્ય નથી. પોલિસી લેતી વખતે આ બાબત ધ્યાનમાં રાખો. સબ-લિમિટનો હેતુ રિ-ઇમ્બર્સમેન્ટ માટેની મર્યાદા નિર્ધારિત કરવાનો છે. ઉદાહરણ તરીકે, જો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો ઓરડાના ભાડા પર વીમા રકમની એક ટકા મર્યાદા હોઈ શકે છે. આમ, પોલિસીની વીમા રકમ ભલે ગમે તેટલી હોય, લિમિટ કરતા વધારે ખર્ચ કરવામાં આવે તો પૈસા ખિસ્સામાંથી ચૂકવવા પડે છે.

આયુષ્માન ભારત-પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત પણ સારવાર મળશે

આયુષ્માન ભારત-પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત તમને મફત સારવાર મળશે. તેમજ ખાનગી લેબોમાં કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે અને હોસ્પિટલોમાં થતો ટેસ્ટ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે, આ યોજનાના લાભાર્થીઓની સારવાર કરવામાં આવશે અને નિ: શુલ્ક પરીક્ષણ કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં તેનું પરીક્ષણ અને સારવાર પહેલાથી જ મફત છે. આશરે 50 કરોડ લોકોને ફાયદો થશે.