• Gujarati News
  • Utility
  • WhatsApp Will Not Work On The Old OS If The Time Of 13 Thousand Passenger Trains Is Changed From Today, Know The 5 Big Changes That Will Be Implemented From 1st November 2021

કામની વાત:આજથી 13 હજાર પેસેન્જર ટ્રેનનો સમય બદલાઈ જશે તો જૂની OS પર વ્હોટ્સએપ કામ નહીં કરે, આજથી લાગુ થતાં 5 મોટા ફેરફારો જાણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BOBના ગ્રાહકોએ બેંકમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે
  • વ્હોટ્સએપ એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન સાથે જ iOS 10 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર જ સપોર્ટ કરશે

આજે 1 નવેમ્બરથી ઘણા ફેરફાર લાગુ થવાના છે. આઈફોન અને એન્ડ્રોઈડની જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર વ્હોટ્સએપ કામ નહીં કરે. આ સિવાય SBI ગ્રાહકો હવે વીડિયો કોલનાં માધ્યમથી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકાશે.

ટ્રેનનું ટાઈમ ટેબલ બદલાયું
1 નવેમ્બરથી ઈન્ડિયન રેલવેએ આખા દેશમાં ટ્રેનનાં ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. આજથી આ નવો સમય લાગુ થશે. 13 હજાર પેસેન્જર ટ્રેન અને 7 હજાર માલગાડીના સમયમાં ફેરફાર કરાયો છે. 30 રાજધાની ટ્રેનનો સમય પણ બદલાયો છે. સરકારી ઓફિશિયલ વેબસાઈટ પર તમે આ બદલાયેલું ટાઈમટેબલ જોઈ શકો છો.

વ્હોટ્સએપ ભૂતકાળ બનશે
1 નવેમ્બરથી વ્હોટ્સએપ કેટલાક આઇફોન અને એન્ડ્રોઇડ ફોનમાં કામ નહીં કરે. 1 નવેમ્બરથી, વ્હોટ્સએપ Android 4.0.3 Ice Cream Sandwich, iOS 9 અને KaiOS 2.5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર સપોર્ટ કરશે નહીં. અર્થાત વ્હોટ્સએપ એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન સાથે જ iOS 10 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર જ સપોર્ટ કરશે. આ લિસ્ટમાં એપલ, સેમસંગ, LG, સેમસંગ સહિત અનેક કંપનીના સ્માર્ટફોન સામેલ છે. તમારા ફોનમાં વ્હોટ્સએપ કામ કરશે કે કેમ તે જાણવા માટે અહીં ક્લિક કરો.

ગેસ સિલિન્ડર મોંઘો થયો
પેટ્રોલિયમ કંપનીઓએ 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 264 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર 2000.50 રૂપિયાનું થયું છે.

SBIના ગ્રાહકો માટે વીડિયો કોલની નવી સુવિધા

SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ) 1 નવેમ્બરથી નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે. હવે પેન્શનર્સ ઘરેબેઠાં વીડિયો કોલ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર એટલે કે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. જીવન પ્રમાણપત્ર એ પેન્શનર જીવિત હોવાનો પુરાવો છે. પેન્શન ચાલુ રાખવા માટે પેન્શન જ્યાંથી આવતું હોય ત્યાં એટલે કે દર વર્ષે બેંક, પોસ્ટ ઓફિસ કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનમાં જમા કરાવવું પડે છે.

બેંકના નિયમો બદલાઈ જશે
હવે બેંકોમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. BOB (બેંક ઓફ બરોડા )એ તેની શરૂઆત કરી છે. આવતા મહિનાથી નિર્ધારિત મર્યાદાથી વધુ બેંકિંગ કરવા પર અલગ ફી લાગશે. 1 નવેમ્બરથી ગ્રાહકોએ લોન ખાતાં માટે 150 રૂપિયા ચૂકવવા પડશે. ખાતાધારકો માટે 3 વખત સુધીની ડિપોઝિટ ફ્રી હશે. પરંતુ જો ગ્રાહકો ચોથી વખત પૈસા જમા કરાવશે તો તેમને 40 રૂપિયા ચૂકવવા પડશે. બીજીબાજુ, જનધન ખાતાધારકોને આમાં થોડી રાહત મળી છે. તેમણે પૈસા જમા કરાવવા પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. પરંતુ પૈસા ઉપાડવા પર 100 રૂપિયા ચૂકવવા પડશે.