તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી સુવિધા શરૂ:પેમેન્ટ માટે SBI,HDFC બેંક સહિત ચાર બેંકોની સાથે વ્હોટ્સએપ લાઈવ થયું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ ભારતમાં પોતાના પેમેન્ટ માટે ચાર બેંકો- ભારતીય સ્ટેટ બેંક, ICICI બેંક, HDFC બેંક અને એક્સિસ બેંકની સાથે લાઈવ થઈ ગયું છે. તેની જાણકારી ફેસબુકની માલિકીની કંપની વ્હોટ્સએપે એક પ્રેસ નોટ દ્વારા આપી છે.

વ્હોટ્સએપ, જેને ભારતમાં સૌથી મોટું બજારમાં માનવામાં આવતા છે, તે હવે તેના યુઝર્સને યુનિફાઈટ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)આધારિત પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેને નવેમ્બર 2020માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લાઈવ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. NPCI ભારતનું મુખ્ય પેમેન્ટ પ્રોસેસર છે, જેનું સંચાલન UPIકરે છે.

વ્હોટ્સએપ ઈન્ડિયાના પ્રમુખ અભિજીત બોસે જણાવ્યું કે, UPI એક ટ્રાન્સફોર્મેટિવ સર્વિસ છે અને આપણી પાસે સંયુક્ત રીતે પોતાની ડિજિટલ અર્થવ્યવસ્થા અને નાણાકીય સમાવેશના લાભોને મોટી સંખ્યામાં તે વપરાશકર્તાઓ માટે લાવવાની તક છે, જેમની પહેલાથી સંપૂર્ણ રીતે પહોંચ નથી. NPCIએ વ્હોટ્સએપ પેમને્ટ પર 2 કરોડ યુઝર્સની કેપ મૂકી છે પરંતુ તેને સમયની અવધિમાં ઓછી કરવામાં આવશે.

આ વર્ષની શરૂઆતમાં એક ઉદ્યોગ કાર્યક્રમમાં બોસે વ્હોટ્સએપ પર ઘણી નાણાકીય સેવાઓ લોન્ચ કરીને નાણાકીય સમાવેશને ચલાવવામાં મદદ કરવા માટે પોતાની યોજનાઓની શરૂઆત કરી હતી. ભારતમાં વ્હોટ્સએપના 40 કરોડથી વધારે યુઝર્સ છે. 2018 બાદથી વ્હોટ્સએપ પે બીટા મોડમાં હતું જ્યાં માત્ર 10 લાખ ગ્રાહકોને ચુકવણીની ઓફર કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો