તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • WhatsApp Payment Service Started Poorly, With Only 1 Million Users Connected In The First Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ પેમેન્ટ:વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસની શરૂઆત ઘણી નબળી રહી, પહેલા મહિનામાં માત્ર 10 લાખ યુઝર કનેક્ટ થયાં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ આ પેમેન્ટ સુવિધાની શરૂઆત 2 કરોડ લોકો માટે કરી હતી
  • 4 નવેમ્બરના રોજ ફેસબુકની સબ્સિડિયરી વ્હોટ્સએપે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ કરી હતી

વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસ માટે પહેલો મહિનો સારો નથી રહ્યો. તેની શરૂઆત ઘણી ધીમી રહી. કંપનીએ આ પેમેન્ટ સુવિધાની શરૂઆત 2 કરોડ લોકો માટે કરી હતી. પરંતુ તેના માટે પહેલા મહિનામાં માત્ર 10 લાખ લોકોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે 2 કરોડના 1 ટકા પણ નથી. વ્હોટ્સએપ પેમેન્ટ સર્વિસ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા ડિજિટલ પેમેન્ટની સેવા આપી રહ્યું છે.

4 નવેમ્બરે શરૂઆત થઈ હતી
4 નવેમ્બરે જ ફેસબુકની સબ્સિડિયરી વ્હોટ્સએપે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ કરી હતી. તેને અહીં સારી શરૂઆતની અપેક્ષા હતી જે તેને ન મળી. દેશમાં વ્હોટ્સએપના 40 કરોડ કરતાં વધારે એક્ટિવ યુઝર છે.

નવેમ્બરમાં UPI અને ભીમ દ્વારા 221 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારાની સાથે રેકોર્ડ નોંધાયો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડા અનુસાર, UPI અને ભીમ દ્વારા રેકોર્ડ 221 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયું છે. તેના દ્વારા 3 લાખ 90 હજાર કરોડ રૂપિયાથી વધારેની લેવડદેવડ થઈ. જે ગત વર્ષ કરતા 106% વધારે છે. નવેમ્બર 2019માં 1.89 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી. જ્યારે નવેમ્બર 2019માં 122 કરોડ તો આ વર્ષે નવેમ્બરમાં 221 કરોડથી વધારે UPI લેવડદેવડ થઈ છે. જે ગત વર્ષની સરખામણી કરતા 81% વધારે છે.

ઓક્ટોબરની સરખામણીએ 7%નો ગ્રોથ જોવા મળ્યો
UPI અને ભીમ દ્વારા રેકોર્ડ 221 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયું છે. જે ઓક્ટોબરની સરખામણી કરતા 7% વધારે છે. નવેમ્બર 2020માં UPI દ્વારા 3 લાખ 90 હજાર કરોડ રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન થયું. તેમજ ઓક્ટોબર મહિનામાં લગભગ 210 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ ટ્રાન્ઝેક્શન દ્વારા 3 લાખ 86 કરોડ રૂપિયાથી વધારેની લેવડદેવડ થઈ હતી.

UPI પેમેન્ટ સર્વિસ પર 1 જાન્યુઆરીથી 30% કેપ લગાવવાનો નિર્ણય
તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સની તરફથી ચલાવવામાં આવતી UPI પેમેન્ટ સર્વિસ પર 1 જાન્યુઆરી 2021થી 30% કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ લાગુ થયા બાદ ગૂગલ પે, એમેઝોન પે, ફોન પે, જેવા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સના ગ્રાહકો પર અસર થશે.

NPCIના જણાવ્યા પ્રમાણે, થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30% કેપ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. NPCIનો આ નિર્ણય ભવિષ્યમાં કોઈપણ થર્ડ પાર્ટી એપ્સના એકાધિકારને અટકાવવા અને તેને સાઈઝના હિસાબથી મળતા વિશેષ ફાયદાને અટકાવવા માટે કર્યો છે. 30% કેપ નક્કી કરવાથી હવે ગૂગલ પે, એમેઝોન પે, ફોન પે જેવી કંપનીઓ UPI અંતર્ગત થતા કુલ ટ્રાન્ઝેક્શનમાં 30% ટ્રાન્ઝેક્શન જ મેનેજ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો