તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન ટૂરિઝમ:બોલો, હવે ‘વેક્સિન ટૂરિઝમ’ આવ્યું, કોરોનાની વેક્સિન લગાવવા અમેરિકાની ટૂરનાં પેકેજ શરૂ થયાં!

10 મહિનો પહેલાલેખક: આદિત્ય સિંહ
  • નોર્મલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત તમે વેક્સિન ટૂર માટે અપ્લાઇ કરી શકો છો
  • વહેલા તે પહેલાના ધોરણે જે લોકોએ પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને તક મળશે

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મુશ્કેલીને તકમાં બદલો. બીજા લોકોની તો ખબર નથી, પરંતુ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીએ આપત્તિને તકમાં ફેરવવાની તૈયારી કરી છે. શું તમે વેક્સિન ટૂરિઝમ વિશે જાણો છો? હા, “વેક્સિન ટૂરિઝમ”, એ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનું નવું ઈનોવેશન છે, પરંતુ રીત જૂની છે.

ટ્રાવેલ એન્જસીઓ અગાઉ પણ આપત્તિને તકમાં ફેરવી ચૂકી છે. અગાઉ પણ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી ડિઝાસ્ટર ટૂરિઝમની રીત શરૂ કરી ચૂકી છે. ડિઝાસ્ટર ટૂરિઝમનો આઈડિયા હિટ થયો હતો. ડિઝાસ્ટર ટૂરિઝમમાં ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી એવી જગ્યાનું ટૂર પેકેજ ઓફર કરે છે, જ્યાં કોઈ મોટી આપત્તિ આવી હોય, પરંતુ શું એના પરથી વેક્સિન ટૂરિઝમનો આઈડિયા આવ્યો છે, મંદ પડેલી ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે? એ તો આવનારા સમયમાં જ જાણી શકાશે. અત્યારે તમે એને સમજો.

શું છે વેક્સિન ટૂરિઝમ?
વેક્સિન ટૂરિઝમ, એટલે કે એ જગ્યાની ટૂર, જ્યાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ શકે. તમે ત્યાં જાઓ, હરો-ફરો, એક્સપ્લોર કરો અને વેક્સિનનો શોટ લઈને પાછા આવી જાઓ. ટૂરની ટૂર અને વેક્સિન પણ. છે ને જોરદાર આઈડિયા! હા, એ અલગ બાબત છે કે બધા જ લોકોને આ વેક્સિન ટૂર પોસાય તેમ નથી, એટલે જ આ પેકેજ હાઈ ઈન્કમ કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહ્યાં છે.

કઈ કંપની આ ટૂર્સ ઓફર કરી રહી છે?
મુંબઈસ્થિત 'જેમ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની' કોરોના વાઈરસ વેક્સિન ટૂરિઝમ પેકેજ લાવી છે. અત્યારે આ કંપની અમેરિકાની ટૂર ઓફર કરી રહી છે. અમેરિકામાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ જશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, ફાઈઝર વેક્સિન 12 ડિસેમ્બરથી અમેરિકામાં લોકો માટે ઉપલબ્ધ થશે. એના માટે તે કેટલાક VVIP કસ્ટમર્સને ત્યાં ટૂર પર લઈ જશે. આ ટૂરમાં વેક્સિનનો શોટ પણ સામેલ છે, એટલે કે આ પેકેજ અંતર્ગત તમને વેક્સિન પણ લગાવવામાં આવશે.

દુનિયામાં 164 વેક્સિન પ્રી-ક્લિનિકલ ફેઝમાં, જાણો દેશમાં બની રહેલી વેક્સિન ક્યારે આવશે?

કેટલો ખર્ચ આવશે અને શું ઓફર છે?
કંપનીએ પેકેજની કિંમત 1 લાખ 75 હજાર રૂપિયા રાખી છે. એમાં મુંબઈથી ન્યૂ યોર્ક અને ન્યૂ યોર્કથી મુંબઈ આવવા-જવાનું ટિકિટભાડું, 3 દિવસ અને 4 રાતનો સ્ટે અને વેક્સિનનો ખર્ચ સામેલ છે.

ટ્રાવેલ કંપની જેમ, ફાઈઝરની બનાવેલી વેક્સિનના આધારે આ ઓફર કસ્ટમર્સની સામે રાખી રહી છે. કંપની એ જાણે છે કે આ વેક્સિનની USP તેની આ ઓફરની USP પણ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ફાઈઝરની વેક્સિન કોરોનાની સામે લડવા માટે 95% અસરકારક છે.

વહેલા તે પહેલા
આ પેકેજને બુક કરવા માટે કોઈ એડવાન્સ ડિપોઝિટ આપવાની જરૂર નથી. કંપનીના જણાવ્યા પ્રમાણે, નોર્મલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત કસ્ટમર્સ વેક્સિન ટૂર માટે અપ્લાઇ કરી શકે છે. એના માટે માત્ર તમારે મેલ આઈડી, ફોન નંબર અને પાસપોર્ટની જરૂર પડશે, પરંતુ આ ટૂર પર લિમિટેડ લોકોને લઈ જઈ શકાશે, તેથી કંપની તેમને પહેલી તક આપશે, જેણે પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું હશે.

અન્ય સમાચારો પણ છે...