કોરોના વેક્સિન કારગર છે કે નહીં?:જે લોકોએ બૂસ્ટર ડોઝ નથી લીધો તેમને કેટલું જોખમ? 3 એક્સપર્ટ પાસેથી જાણીએ A TO Z માહિતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. લોકોના મનમાં અનેક પ્રકારના સવાલ થઈ રહ્યા છે. તો જે લોકોએ વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે તે લોકો કેટલા સુરક્ષિત છે? શું તેમને બૂસ્ટર ડોઝની જરૂર છે? જે લોકોને પહેલાં કોરોના થઇ ગયો છે તેમને જોખમ છે? કોરોનાથી જોડાયેલા તમામ સવાલના જવાબ આપી રહ્યા છે અમારા એક્સપર્ટ...

આજના અમારા એક્સપર્ટ્સ છે

  • ડો.રવિ દોશી, ચેસ્ટ ફિઝિશિયન, કોકિલાબેન હોસ્પિટલ, મુંબઈ.
  • ડૉ. વી.પી. પાંડે, મહામારીના નિષ્ણાત, HOD, MGM MC.
  • ડૉ. લોકેન્દ્ર દવે, મહામારીના નિષ્ણાત, એચઓડી, ગાંધી મેડિકલ કોલેજ, ભોપાલ.

સવાલ : મને ગઈ લહેરમાં કોરોના થયો હતો, તો મારા અંદર હજુ પણ કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ હશે? આ ક્યાં સુધી રહેશે?
જવાબ : ડો. રવિ દોશી જણાવે છે, જો તમને છે કોરોના થયો હોય તો એ સમયે જે એન્ટિબોડીઝ બની હશે એ હવે ઘણી ઓછી થઈ ગઈ હશે. તમારામાં સંપૂર્ણપણે રોગપ્રતિકારક નહીં હોય. બીજી બાજુ, જો તમને વેક્સિનના બંને ડોઝ મળી ગયા હોય તો બૂસ્ટર ડોઝ પણ લઈ લો, જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

ડૉ. વી.પી. પાંડે આ વાત સાથે સહમત થતાં જણાવે છે, એકવાર કોરોના થઈ જાય પછી એમાંથી રોગપ્રતિકારક શક્તિ ઘણા લોકોમાં જીવનભર ટકી શકે છે. એ જ સમયે કેટલાક લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નહીં રહે.

સવાલ : કોરોનાની બીજી લહેર બાદ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તો હજુ પણ વેક્સિન કામ કરશે કે નહીં?
જવાબ :
ડો.લોકેન્દ્ર દવે આ સવાલના જવાબમાં જણાવે છે, એવા પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે રસીમાંથી મળેલી રોગપ્રતિકારક શક્તિ લાંબા ગાળા સુધી ટકતી નથી, તેથી જ રસી પર આધાર રાખશો નહીં, કોવિડ પ્રોટોકોલને અનુસરો. સજાગ રહો. શરીરમાં એન્ટિબોડીઝ હોવા છતાં પણ કોરોનાથી સંક્રમિત થવાના ઘણા કેસ સામે આવ્યા છે.

જોકે આવા લોકોની હાલત બહુ ગંભીર નહોતી. ડો. રવિ દોશી પણ માને છે કે અમુક અંશે હજુ પણ રસી કામ કરી રહી હશે, પરંતુ તેને સંપૂર્ણ રક્ષણ તરીકે ગણી શકાય નહીં.

સવાલ: બૂસ્ટર ડોઝ લીધો હોય તો કોરોનાનું કેટલું જોખમ છે?
જવાબ : ડૉ.વી.પી. પાંડે કહે જણાવે છે કે જેમણે બૂસ્ટર ડોઝ લીધો નથી, તેમણે તરત જ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. એ હજુ પણ મફતમાં મળે. જે રીતે કોરોનાની નવી લહેરનું જોખમ છે એ જોતાં જ આગામી દિવસોમાં બૂસ્ટર ડોઝ માટે લાઇન શરૂ થશે.

ડો. રવિ દોશી અને લોકેન્દ્ર દવે પણ કહે છે, ચોક્કસપણે બૂસ્ટર ડોઝ મેળવવો એ એક ફાયદો છે. જો તમે હાઈ રિસ્ક કેટેગરી જેવા ફ્રન્ટલાઈન વર્કર છો અથવા કોઈ કામ કરો છો, જેમાં તમે ઘણા બધા લોકોના સંપર્કમાં આવો છો, તો બૂસ્ટર ડોઝ તમારા માટે ફાયદાકારક છે.

સવાલ : જો કોઈ વ્યક્તિએ એકપણ ડોઝ લીધો ન હોય અથવા તો બીજો ડોઝ ન લીધો હોય તો કોરોનાનું કેટલું જોખમ?
જવાબ : ત્રણેય ડોકટરોનું કહેવું છે કે આ લોકોને વહેલામાં વહેલી તકે વેક્સિન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આવા લોકો સરળતાથી સંક્રમિત થઈ શકે છે અને તેમનાથી ચેપ આપણને સ્પર્શી શકે છે. આ સિવાય વૃદ્ધ, આલ્કોહોલિક અને ડાયાબિટીસના દર્દીઓ કે જેમણે રસી ન લીધી હોય તેઓ હંમેશાં કોરોનાના જોખમમાં રહેશે. આવા લોકોએ સમજવું પડશે કે રસી જ એકમાત્ર રક્ષણ છે.

સવાલ : જો બીજી વાર કોરોના થાય છે તો કેટલું જોખમ છે?
ડો. વી.પી. પાંડે કહે છે કે જો તમને પહેલાંથી કોઈ અન્ય રોગ નથી અને તમે યોગ્ય સમયે બધી રસી લીધી છે, તો કોરોનાનું જોખમ થોડું ઓછું છે.

ડો. રવિ દોશીના જણાવ્યા અનુસાર, બીજી વખત કોરોનાથી સંક્રમિત થાય છે તો સંક્રમણની ગંભીરતા વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. જો તે વૃદ્ધ છે, તેને ડાયાબિટીસ છે અથવા તેને કોઈપણ પ્રકારનું આંતરિક કેન્સર છે, તો ગંભીર ઇન્ફેક્શનની સંભાવના છે.

સવાલ : આપણે ફરીથી કોરોના થવાનું જોખમ કેવી રીતે ઘટાડી શકીએ?
ત્રણેય નિષ્ણાતો એક જ જવાબ આપે છે...
યોગ્ય રસી મેળવો અને જો તમે ઉચ્ચ જોખમની શ્રેણીમાં હોવ તો ચોક્કસપણે બૂસ્ટર ડોઝ મેળવો. કોરોના સંબંધિત તમામ સાવચેતીઓનું ખૂબ સારી રીતે પાલન કરો. એવું ન વિચારો કે જો તમે બિલકુલ સ્વસ્થ છો તો તમારે સામાજિક અંતરની જરૂર નથી. આ સાથે સાથે માસ્ક પહેરવાનું રાખો.

જો તમને શરદી હોય તો ભીડવાળી જગ્યાઓ ટાળો. જો આસપાસના કોઈને શરદી થઈ ગઈ હોય, તો તેને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરો. જો તમે થોડા બેદરકાર રહેશો તો તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે કોરોનાચેઈનનો હિસ્સો બની જશો.

સવાલ : જો કોરોનાના કેસ વધે છે તો વ્યક્તિગત અને પારિવારિક સ્તરે કેવી રીતે તૈયાર રહેવાની જરૂર છે?
ડો. રવિ દોશી જણાવે છે, આપણે પહેલા એ સમજવું જોઈએ કે કોરોના આપણા જીવનમાં એક રૂટિન બની ગયો છે. જો ઉધરસ અને શરદી ગંભીર બની ગઈ હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો જલદી ડૉક્ટરને મળો. જો તમને વહેલી સારવાર મળે તો તમે સંપૂર્ણપણે સાજા થઈ જશો.

ડો.લોકેન્દ્ર દવે કહે છે, આપણે ખાવાપીવામાં પણ ધ્યાન આપવું પડશે. ભૂલશો નહીં, રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં જ વાઈરસ તમારા પર હુમલો કરી શકે છે. આ બાબતોની સાથે ડૉ. વી.પી. પાંડેએ પણ સલાહ આપે છે કે જો બીમારીની સહેજ પણ શંકા હોય તો ટેસ્ટ કરાવો અને સંક્રમિત લોકોને અલગ કરો

સવાલ : જો તમે પહેલા કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા હોય અને હવે એ નથી મળી રહી તો બીજી વેક્સિન લઇ શકાય છે?
જવાબ : નિષ્ણાતો કહે છે કે જો તમને મળેલી રસીનો બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ ન હોય તો શેડ્યૂલ પ્રમાણે બજારમાં ઉપલબ્ધ રસી મેળવો અને એમાં કોઈ જોખમ નથી.