• Gujarati News
  • Utility
  • What Is The Required RT PCR Test For Every Passenger Coming From UK, Read This Week's Full Form And Its Related Essentials

ભાસ્કર નોલેજ:બ્રિટનથી આવતા દરેક મુસાફરો માટે જરૂરી RT-PCR ટેસ્ટ શું છે, વાંચો આ સપ્તાહના ફુલ ફોર્મ અને તેના સંબંધિત જરૂરી બાબતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દૈનિક જીવનમાં આપણે ઘણા એવા શબ્દોથી પરિચિત થતા હોઈએ છે જેનું શોર્ટ ફોર્મ તો આપણને ખબર હોય છે પરંતુ ફુલ ફોર્મ નહીં. તે ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ હંમેશાં ફુલ ફોર્મ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સિરીઝમાં 5 એવા ફુલ ફોર્મ આપવામાં આવ્યા છે જે સામાન્ય લોકોની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે.

એડિશનલ નોલેજ- PUBG (પ્લેયર્સ અનનોન બેટલગ્રાઉન્ડ) પ્રતિબંધ થયાને 4 મહિના, 24 દિવસ બાદ દેશી ગેમ ફીયરલેસ એન્ડ યુનાઈડેટ ગાર્ડ્સ એટલે FAU-G 26 જાન્યુઆરીએ લોન્ચ થઈ ગઈ. લોન્ચ થવાના પહેલા જ દિવસે ગેમ માટે 50 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. અત્યારે આ ગેમ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ છે. કંપની ટૂંક સમયમાં તેને iOS યુઝર્સ માટે પણ લોન્ચ કરશે.

FAU-G એક એક્શન મોબાઈલ ગેમ છે, જેને બેંગલુરુની કંપની nCore Gamesએ તૈયાર કરી છે. કંપનીનો દાવો છે કે આ ગેમ સંપૂર્ણ રીતે ભારતીય સેનાને સમર્પિત છે. અત્યાર આ ગેમને સ્ટોરી મોડ તરીકે તૈયાર કરવામાં આવી છે. આગળ તેને વધુ અપડેટ કરવામાં આવશે. કંપનીના ફાઉન્ડર દયાનિધિ એમજી અને COO ગણેશ હન્ડે છે. કંપનીના એડવાઈઝર અને ઈનવેસ્ટર વિશાલ ગોન્ડલ છે. વિશાલ ગોન્ડલના જણાવ્યા પ્રમાણે, ગેમનો ફર્સ્ટ ફેઝ ગલવાન ઘાટી પર આધારિત છે. આગળ પણ ભારતીય સેનાના યુદ્ધોની પૃષ્ઠભૂમિ પર પણ તેને અપડેટ કરવા માં આવશે.

એડિશનલ નોલેજ- RT-PCR એક એવી લેબ ટેક્નિક છે, જેમાં RNA અને DNAનાં માધ્યમથી રિવર્સ ટ્રાન્સક્રિપ્શનને જોડી વાઈરસની ઓળખ કરી શકાય છે. RT-PCRમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવે છે કે શરીરમાં વાઈરસ હાજર છે કે નહિ. તેના માટે રેસ્પિરેટરી ટ્રેક્ટ, થ્રોટ સ્વૉબ અથવા નાકની પાછળ ગળાના ભાગના સેમ્પલ લેવામાં આવે છે. તેના પરિણામ 12થી 24 કલાકમાં આવે છે.

તેનો ઉપયોગ એ જાણવા માટે કરવામાં આવે છે કે સેમ્પલમાં ન્યૂક્લિેઈક એસિડની માત્રા છે કે નહિ. ન્યૂક્લિેઈક એસિડ ખાંડ, ફોસ્ફેટ અને નાઈટ્રોજિનસ બેઝની લાંબી ચેનનું બહુરૂપ છે. તેમાં DNA (ડીઓક્સિરિબોન્યૂક્લેઈક એસિડ) અને RNA (રિબોન્યૂક્લેઈક એસિડ) હોય છે.

એડિશનલ નોલેજ- FASSAI એક એવી એજન્સી છે, જે લોકોનાં સ્વાસ્થ્યની સુરક્ષા અને તેના પ્રત્યે જાગૃતતા વધારવા માટે કામ કરે છે. ભારતીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરનાર આ એજન્સીની સ્થાપના 5 સપ્ટેમ્બર, 2008ના રોજ થઈ હતી. તેનો હેતુ તમામ ખાદ્ય પદાર્થોની તપાસ કરવાનો છે. તેનું મુખ્યાલય દિલ્હીમાં છે. તો આખા દેશમાં તેની 8 ઓફિસ છે. આ એજન્સી ખાદ્ય પદાર્થ માટે વિજ્ઞાન પર આધારિત માનકના નિર્માણ અને ખાદ્ય પદાર્થોના ઈમ્પોર્ટ, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન, વેચાણ વગેરે નિયંત્રણ કરવાની સાથે જ માનવ વપરાશ માટે સુરક્ષિત અને સંપૂર્ણ આહાર ઉપલબ્ધ કરાવે છે.

તેના મુખ્ય કામોમાં ખાદ્ય વ્યવસાય સંબંધિત લોકોને ટ્રેનિંગ આપવી, ખાદ્ય પદાર્થો સંબંધિત દિશા-નિર્દેશ જાહેર કરવા, ખાદ્ય પદાર્થોની તપાસ કરીને તેની ગુણવત્તાને પ્રમાણિત કરવી, ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય ધોરણો વિશે જનતાની વચ્ચે સામાન્ય જાગૃતા વધારવી વગેરે સામેલ છે.

એડિશનલ નોલેજ - ICMR ભારતની સૌથી જૂની અને મોટી મેડિકલ રિસર્ચ બોડીઝમાંની એક છે. આ દેશમાં બાયોમેડિકલ રિસર્ચના ફોર્મ્યુલેશન, કોઓર્ડિનેશન અને પ્રમોશનની સર્વોચ્ચ સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ 1911માં ઇન્ડિયન રિસર્ચ ફંડ અસોસિએશન (IRFA) તરીકે કરવામાં આવી હતી. આઝાદી પછી વર્ષ 1949માં તેને બદલીને ICMR કરી દેવામાં આવી. ICMRનું ફંડિંગ ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના હેલ્થ રિસર્ચ વિભાગ દ્વારા થાય છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જ આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.

ICMRના દેશભરમાં 21 પર્મેનન્ટ રિસર્ચ સેન્ટર છે. અહીં અનેક ચેપી રોગો જેવા કે, કોરોના વાઇરસ, રોટા વાઇરસ, ડેન્ગ્યુ, ઇબોલા, ઈન્ફલ્યુએન્ઝા, જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ, એડ્સ, મેલેરિયા, કાલાઝાર પર રિસર્ચ થાય છે. આ સિવાય, ICMR ન્યુટ્રિશન, ફૂડ એન્ડ ડ્રગ ટોક્સિકોલોજી, ઓન્કોલોજી અને મેડિકલ સ્ટેટિસ્ટિક્સ પર પણ કામ કરે છે. તેના 6 રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર્સ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

એડિશનલ નોલેજ - SEBI એ એક રેગ્યુલેટરી બોડી છે, જે સિક્યોરિટી માર્કેટમાં શેરની ખરીદી અને વેચાણને નિયંત્રિત કરે છે. તેની સ્થાપના શેર માર્કેટની ગતિવિધિઓ પર નજર રાખવાનાં હેતુથી કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ શેર બજારમાં રોકાણકારોને સુરક્ષા પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, આ સંસ્થા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને કોઈપણ પ્રકારની છેતરપિંડી અને કૌભાંડો સામે મદદ કરે છે. આ સિવાય, SEBI ફાઇનાન્શિયલ માર્કેટમાં સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે બાબતોને પણ નિયંત્રિત કરે છે.

SEBIની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી, જેમાં કુલ નવ સભ્યોનો સમાવેશ થાય છે. તેમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના બે સભ્યો, ભારતીય રિઝર્વ બેંકના એક સભ્ય અને એક અધ્યક્ષ અને ભારત સરકારના પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ પાંચ સભ્યોમાંથી ત્રણ સભ્યો ફુલ-ટાઇમ મેમ્બર તરીકે કામ કરે છે. આ સંસ્થા ત્રણ મુખ્ય જૂથોને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં સિક્યોરિટીઝ, ઇન્વેસ્ટર્સ અને માર્કેટ ઇન્ટરમિડિયટનો સમાવેશ થાય છે.