ટ્રાન્સજેન્ડર, ગે અને સેક્સ વર્કર્સને રક્તદાનથી દૂર રાખવામાં આવે છે એટલે કે આ લોકો પાસે રક્તદાન કરવાની પરમિશન નથી. કેન્દ્ર સરકારના પરિવાર કલ્યાણ મંત્રાલયની બ્લડ ડોનર સિલેક્શન ગાઈડ લાઈનમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના મેમ્બર થંગજમ સંતા સિંહે આ બાબતનો વિરોધ કર્યો, ડોનર સિલેક્શન અને ડોનર રેફરલ, 2017ની ગાઈડ લાઈન વિરુદ્ધ અરજી દાખલ કરી. આ બાબત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. કેન્દ્ર સરકારે કોર્ટમાં એફિડેવિટના માધ્યમથી અમુક વૈજ્ઞાનિક પુરાવા આપ્યા છે, જેથી આ વાતને સાચી પુરવાર કરવામાં મદદ મળે કે આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
આજે કામના સમાચારમાં આપણે રક્તદાનની વાત કરીએ. કેન્દ્ર સરકારના આ વૈજ્ઞાનિક પુરાવાઓને વિસ્તારમાં સમજીએ અને જાણીએ કે, રક્તદાન કરતા સમયે કઈ-કઈ શરતોનું પાલન કરવું પડે છે? અને બીજી કઈ-કઈ સાવચેતીઓ રાખવી પડશે? આજના અમારા એક્સપર્ટ ડૉ. રાકેશ કુમાર સિંહ, સુપરિન્ટેન્ડન્ટ, રામપુરા જિલ્લા હોસ્પિટલ, કોટા, રાજસ્થાન, ફિઝિશિયન ડૉ. બીકે ગુપ્તા.
પ્રશ્ન - ટ્રાન્સજેન્ડર, સમલૈંગિક અને ગે અથવા LGBTQમાં શું ફરક છે?
જવાબ - LGBTQ એ 5 જુદા-જુદા શબ્દો મળીને બનેલો શબ્દ છે.
લેસ્બિયન (L) : મહિલા + મહિલાનો સંબંધ
ગે (G) : પુરુષ + પુરુષનો સંબંધ
બાયસેક્સ્યુઅલ (B) : એવા લોકો જેનો સંબંધ પુરુષ અને મહિલા બંને સાથે હોય
ટ્રાન્સજેન્ડર (T) : જેનું લિંગ જન્મ જે રૂપમાં મળ્યું છે તેની સાથે મેળ ન ખાતું હોય
ક્વીર (Q) : જે લોકોને ખબર જ નથી કે, તે પુરુષ છે કે મહિલા. તે કોનાથી આકર્ષિત થાય છે તે ખ્યાલ પણ તેને હોતો નથી.
સમલૈંગિક : સમાન જાતિના લોકો તરફ જાતીય આકર્ષણ આવવું
પ્રશ્ન - ટ્રાન્સજેન્ડર, ગે અને સેક્સ વર્કર્સ રક્તદાન કરી શકતા નથી, કેમ?
જવાબ - સરકારનો એવો તર્ક છે કે, જરૂરિયાતવાળા અને બીમાર લોકોને સુરક્ષિત લોહી મળે, જે તેઓનો અધિકાર છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તે જરૂરી પણ છે. કોઈપણ વિશેષ લોકોને રક્તદાન કરતા અટકાવવા પાછળનો મુખ્ય હેતુ ‘સેફ બ્લડ ટ્રાન્સફ્યુઝન સિસ્ટમ’નો અમલ કરવાનો છે.
આ વાત સમજવી વધારે જરૂરી છે કે, રક્તદાનના અધિકારથી વધુ મહત્ત્વની વાત જરૂરિયાતવાળા લોકોને સુરક્ષિત લોહી મળે એ છે.
ટ્રાન્સજેન્ડર, સેક્સ વર્કર્સ જો રક્તદાતા બનશે તો આ બીમારીઓનું જોખમ વધશે
પ્રશ્ન - કોણ રક્તદાન કરી શકે? અને કોણ રક્તદાન ન કરી શકે? તેનો નિર્ણય કોણ લેશે?
જવાબ -અગાઉ જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના પરિવાર કલ્યાણ મંત્રાલય પાસે આ અંગે માર્ગદર્શિકા છે. જેના આધારે ટ્રાન્સજેન્ડર્સ, ગે સ્ત્રી-પુરુષ, સેક્સ વર્કરો પર રક્તદાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગાઈડ લાઈનને 2017માં નેશનલ બ્લડ ટ્રાન્સફ્યૂઝન કાઉન્સિલે ડૉક્ટર અને વૈજ્ઞાનિક નિષ્ણાતોની સલાહ અને રિસર્ચથી તૈયાર કરવામાં આવી હતી.
પ્રશ્ન - કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ કહ્યું કે, ‘રક્તદાનની તેમની ગાઈડ લાઈન વૈજ્ઞાનિક નિષ્ણાતોની સલાહ અને રિસર્ચથી બની છે’ તો તેની પાછળનો આધાર શું છે?
જવાબ - કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વૈજ્ઞાનિક કારણો જણાવવા માટે અમુક રિસર્ચ પુરાવા સ્વરૂપે આપ્યા..
1. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થની રિસર્ચ 2019માં પબ્લિશ થઈ હતી. આ રિસર્ચ ગુજરાતના વડોદરામાં કરવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘MSM એટલે કે પુરુષોની સાથે શારીરિક સંબંધ રાખતા પુરુષોને HIV, STI થવાનું જોખમ વધુ પડતું રહે છે. રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે કે, 37% MSM ટ્રાન્સજેન્ડર હતા કે, જે શારીરિક સંબંધો બાંધતા સમયે કોન્ડમનો ઉપયોગ કરતા નહોતા અને આ કારણોસર તે STI, HSV-2, HBsAg બીમારીઓનો શિકાર બનતા હતા.
2. કોમર્શિયલ સેક્સ વર્કર્સ પર એક અભ્યાસ વર્ષ 2011માં કર્ણાટકમાં કરવામાં આવ્યો હતો. તેમાં રાજ્યના 6 જિલ્લોઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના કારણે તે HIV અને STIની શિકાર બની રહી હતી. એ વાત સ્પષ્ટ છે કે, જ્યારે તે કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે ત્યારે તેને ખ્યાલ હોતો નથી કે, તેનો બીજી કેટલી મહિલાઓ સાથે આ પ્રકારનો સંબંધ છે? તેને એ પણ ખ્યાલ હોતો નથી કે, ગ્રાહકને કોઈ જાતીય બીમારી તો નથી ને?
3. વર્ષ 2021માં ચેન્નાઈ અને મુંબઈના પુરુષો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો કે, જેના શારીરિક સંબંધો અન્ય પુરુષો સાથે હતા. આ રિપોર્ટમાં એ જાણવા મળ્યું કે, દેશમાં MSMની સંખ્યા નિરંતર વધી રહી છે. એવામાં સંબંધો બાંધતા સમયે પ્રિકોશનનો ઉપયોગ થતો નથી અને STI તથા ક્લૈમાઈડિયા ઈન્ફેક્શન જેવી બીમારીઓનો ચેપ વધે છે.
4. ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજિસ્ટ, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ દિલ્હી અને ડિપાર્ટમેન્ટ ઓફ ડર્મેટોલોજીની સાથે લોકનાયક હોસ્પિટલ દિલ્હીએ બે વર્ષ સુધી MSM એટલે કે પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધતા પુરુષો પર રિસર્ચ કર્યું. 738 પુરુષ દર્દીઓ જાતીય રોગ અને સ્કિનની સમસ્યાથી પીડાતા હતા, જેનો ઈલાજ કરવા તે અહીં પહોંચ્યા હતા. તેમાંથી 64% એવા હતા કે, જેના મહિલા અને પુરુષ બંને સાથે સંબંધો હતા. 36% એ એવું પણ કહ્યું કે, તેઓએ ક્યારેય કોઈપણ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી, તેના પાર્ટનર પુરુષ જ રહ્યા છે.
5. ટ્રાન્સજેન્ડરને HIVનું જોખમ બીજાની સાપેક્ષે વધુ રહે છે. તે તેનાથી બચવા માટે કોઈ જ ઉપાય કરતા નથી. આ ખુલાસો વર્ષ 2021ના અભ્યાસમાં થયો. આ અભ્યાસ પોતાનામાં જ એક યુનિક અભ્યાસ હતો. તેમાં 34 દેશોની 98 સ્ટડીઝને એકસાથે લેવામાં આવી હતી. તેમાંથી 78માં એ વાત સામે આવી કે, ટ્રાન્સજેન્ડર પુરુષ અને મહિલા બંનેમાં HIV અને STDનું જોખમ વધુ પડતું રહે છે.
આ સિવાય 2020માં ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં એક અભ્યાસ થયો હતો અને વર્ષ 2012માં લેસેન્ટમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ સરકારે સુપ્રીમ કોર્ટને આપેલા એફિડેવિટમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (2020-2021)નો વાર્ષિક રિપોર્ટનો હવાલો આપ્યો હતો. આ રિપોર્ટ મુજબ, ‘કિન્નર/ટ્રાન્સજેન્ડરો (H/TG), પુરુષોની સાથે શારીરિક સંબંધ રાખનારા પુરુષો (MSM) અને મહિલા સેક્સ વર્કર્સ (FSW)ની વચ્ચે HIV ફેલાવવાનું જોખમ પુખ્ત વયના લોકોની તુલનામાં 6 થી 13 ગણું વધારે છે.’
પ્રશ્ન - ક્યા બ્લડગ્રૂપના લોકો દરેકને લોહી આપી શકે છે?
જવાબ -
પ્રશ્ન - રક્તદાન કરવાથી શરીરને કોઈ ફાયદો પહોંચે છે કે નહીં?
જવાબ - હા. તેનાથી તમારું હૃદય સ્વસ્થ અને નિરોગી રહે છે. આ સિવાય વજન પણ કંટ્રોલમાં રહે છે અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે. રક્તદાન કરવાથી ફક્ત તમારા શરીર પર જ નહીં પણ તમારા મગજ પર પણ સકારાત્મક અસર પડે છે અને સૌથી જરૂરી એ કે, તમે રક્તદાનથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકો છો.
પ્રશ્ન - સારું તો રક્તદાન કરવામાં કોઈ નુકસાન થતું નથી?
જવાબ - થોડી નબળાઈ લાગે છે પરંતુ, એક તંદુરસ્ત ડાયટને ફોલો કરો તો આ સમસ્યાનું પણ નિરાકરણ થઈ શકે છે.
પ્રશ્ન - ક્યારે-ક્યારે રક્તદાન કરી શકાય?
જવાબ - એક તંદુરસ્ત વ્યક્તિ ઓછામાં ઓછું 3 મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે. જો કોઈને તે પહેલાં પણ જરૂરિયાત પડે તો તે એક મહિના પછી પણ રક્તદાન કરી શકે છે, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકાય.
આ 10 પરિસ્થિતિઓમાં તમે રક્તદાન કરી શકો નહીં
પ્રશ્ન - સારું જો આપણે 1 યુનિટ રક્તદાન કરીએ તો તે કેટલા દિવસમાં પાછું બની જાય છે?
જવાબ - શરીરમાં એક યુનિટ લોહીની ઊણપ 24 કલાકમાં પૂરી થઈ જાય છે . બસ સારી ક્વોન્ટિટીમાં હેલ્ધી ડાયટની સાથે ફ્રૂટ, જ્યૂસ અને દૂધ લેવું જોઈએ.
પ્રશ્ન - એ જણાવો કે, શું ખાવાથી લોહી ઝડપથી બને છે?
જવાબ - શરીરમાં હીમોગ્લોબીનનું લેવલ વધારવા માટે નીચેની ચીજવસ્તુઓને ડાયટમાં સામેલ કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.