ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે સરકારે બાળકોને કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત કરી છે. જો કે, આ વેક્સિન 15થી 18 વર્ષના બાળકોને આપવામાં આવશે, તેનાથી ઘણા માતા-પિતાને રાહત મળી છે. બાળકોને 3 જાન્યુઆરીથી વેક્સિન આપવાનું શરૂ થઈ જશે અને તેની રજિસ્ટ્રેશન પ્રોસેસ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. દેશમાં લગભગ 10 કરોડ બાળકો 15થી 18 વર્ષની ઉંમરની વચ્ચેના છે, જેમને વેક્સિન ગવર્નમેન્ટ સેન્ટરની સાથે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ આપવામાં આવશે.
આવી સ્થિતિમાં હવે એ સવાલ થાય છે કે બાળકોને વેક્સિન આપવા અને તેની રજિસ્ટ્રેશન પ્રોસેસ શું છે? તેમજ રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે.
જાણો બાળકોના વેક્સિનેશન સંબંધિત જરૂરી બાબતો..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.