• Gujarati News
 • Utility
 • What Is Stacking? Staycation Is The Best Option To Get Freshness In The Heat, It Does Not Cost Much Money; Learn Its Other Benefits

કામના સમાચાર:સ્ટેકેશન શું છે? ગરમીમાં તાજગી મેળવવા Staycationનો ઓપ્શન બેસ્ટ છે, તેમાં વધુ પૈસા ખર્ચ નથી; જાણો તેના અન્ય ફાયદા

અલીશા સિન્હાએક મહિનો પહેલા

આ છે એપ્રિલમાં 4 દિવસની રજાઓનું લિસ્ટ

 • 14 એપ્રિલ, ગુરુવાર- મહાવીર જયંતી/વૈશાખી/ ડૉ. આંબેડકર જયંતી
 • 15 એપ્રિલ, શુક્રવાર- ગુડ ફ્રાઈડે
 • 16 એપ્રિલ, શનિવાર
 • 17 એપ્રિલ, રવિવાર

14થી 17 એપ્રિલ સુધી રજા છે એટલે કે લોન્ગ વીકેન્ડ. આ ચાર દિવસનો ફાયદો તમે ફેમિલીની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને ઉઠાવી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે આવું તો અમે પણ ઈચ્છીએ છીએ, પરંતુ કેટલીક સમસ્યાઓ છે.

મને તે સમજાતું નથી

 • 4 દિવસની રજામાં શું કરવું જોઈએ?
 • અચાનકથી 4 દિવસની ટ્રિપ કેવી રીતે પ્લાન કરવી?
 • આ લોન્ગ વીકેન્ડ પર ક્યાં જવું જોઈએ?
 • ગરમી એટલી બધી છે, આવામાં ફરવા માટે સારી જગ્યા કઈ છે?

આવા તમામ સવાલ મારા મગજમાં પણ આવ્યા કેમ કે મેં હજી સુધી કોઈ ટ્રિપ પ્લાન નથી કરી. મેં વિચાર્યું મેક માય ટ્રિપ અને યાત્રા ડોટકોમ પર કોલ કરીને નાનું-મોટું પેકેજ લઈ લું. બંને જ ટ્રાવેલ એન્જસીના એક્ઝિક્યુટિવે જવાબ આપ્યો- હવે તો મોડું થઈ ગયું છે. કોઈપણ પેકેજ નથી.

બીજી તરફ જે જગ્યા તેઓ જણાવી રહ્યા હતા, ત્યાં હું ઘણી વાર ફરી આવી હતી. એટલા માટે ટ્રાવેલ એજન્સી દ્વારા કોઈ પેકેજ લેવાનો પ્લાન ડ્રોપ કરી દીધો.

Staycationનો આવ્યો આઈડિયા
તેનો અર્થ એ નથી કે હું મારી રજાઓ ઘરે બેસીને વેડફી દઉં. મેં સ્ટેકેશનનો પ્લાન બનાવી લીધો. જો તમે બહાર જવાની ટિકિટ બુક નથી કરાવી તો તમે તમારા શહેરમાં જ મારી જેમ Staycation કેવી રીતે કરી શકો છો જાણો...

Staycation શું છે?
જ્યારે તમે તમારી રજાઓ તમારા શહેરમાં વિતાવો છો, એવામાં તમે તમારા જ શહેરની કોઈ હોટેલ અથવા રિસોર્ટમાં પરિવારની સાથે સમય પસાર કરી શકો છો અથવા ઘર પર થોડા અલગ રીતે રહી શકો છો. તેને જ સ્ટેકેશન કહેવાય છે.

Vacation અને Staycationમાં શું તફાવત છે?
Vacation

 • તેમાં તમે શહેરની બહાર એક નાની ટ્રિપ પર જાઓ છો.
 • ફેમિલી, મિત્રોની સાથે અથવા પછી એકલા ટ્રાવેલ કરો છો.
 • વેકેશન પર જવા માટે વધારે પેકિંગ કરવું પડે છે.
 • ટ્રિપના દિવસના હિસાબથી પૈસા ખર્ચ થાય છે.

Staycation

 • તે તમારા શહેરમાં જ વિતાવવામાં આવેલી રજાઓ છે.
 • તેના માટે પહેલાથી કોઈ બુકિંગ કરાવવાની જરૂર નથી.
 • વધારે પેકિંગ નથી કરવું પડતું.
 • ઓછા પૈસા ખર્ચ કરીને રિફ્રેશ થઈ જાઓ છો.

Staycation પર શું કરવું?
ઘરે રહીને તમારે કંટાળવાની જરૂર નથી. તે તમારી સૌથી સારી ટ્રિપ અથવા સૌથી સારો વીકેન્ડ હોઈ શકે છે. શરત એટલી કે તમે તેને પ્રોડક્ટિવ બનાવો અને તે કરો, જે તમે સામાન્ય દિવસોમાં નથી કરતા.
પોતાના શહેરમાં આ રીતે Staycation પ્લાન કરી શકો છો-

ફિગર આઉટ કરો કે તમે શું કરવા માગો છો- માર્કેટિંગ સ્ટ્રેટેજિસ્ટ ડેની ફાઉન્ટેનના અનુસાર, સારા Staycation માટે સૌથી પહેલા નક્કી કરવું પડશે કે તમે શું કરવા માગો છો. તે કંઈપણ હોઈ શકે છે. જેમ કે-સ્પા કરાવવું અથવા કોઈ પ્રકારનું એડવેન્ચર કરવું. તેના પછી તમારી આસપાસની જગ્યા શોધવી પડશે, જ્યાં તમે જવા માગો છો અથવા જ્યાં તમે ક્યારેય ગયા નથી.

Staycationનું બજેટ બનાવો- સ્ટેકેશન હોય અથવા વેકેશન, ક્યાંય પણ જવા માટે બજેટ બનાવવું જરૂરી છે. તમારે લગભગ 4 દિવસનું બજેટ બનાવવું પડશે.

ઓનલાઈન રિસોર્સિઝનો ઉપયોગ કરો- તમે જે શહેરમાં રહો છે, તેની સુંદરતા જોવા માટે Staycation એક સારી રીત છે. ઘણી બધી વેબસાઈટ ટૂર અને ઈવેન્ટ માટે ટિકિટ્સ પર ઓફર આપે છે, જે તમે સસ્તામાં ખરીદી શકો છો. તમે ઈચ્છો તો મોબાઈલ એપ્લિકેશનની મદદ લઈ શકો છો. તેમાં તમને હોટેલ બુકિંગ સિવાય ટ્રિપ, ટિપ્સ અને ડેસ્ટિનેશન રિલેટેડ ઘણા પ્રકારના સૂચનો મળશે.

કેમ્પ ભાડા પર લો- કેમ્પિંગ એક મજેદાર અને ઓછા પૈસાનો ઓપ્શન છે. તેમાં જઈને તમે નવા નવા લોકોને મળી શકો છો અથવા મિત્રોની સાથે જઈ શકો છો. કેમ્પિંગ સિવાય ઈચ્છો તો કોઈ મિત્રના ઘરે પણ 2-3 દિવસ માટે રોકાઈ શકો છો. ફેમિલીની સાથે પિકનિક સ્પોટ પર જવાનું પણ સારું સાબિત થઈ શકે છે.

ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ ચેક કરો- ઘણી બધી ટ્રાવેલ ફોકસ્ડ ક્રેડિટ કાર્ડ મ્યુઝિક કોન્સર્ટ, રેસ્ટોરાં અને ઈવેન્ટ્સ માટે ઓફર આપે છે. જો તમે રિસોર્ટમાં પણ જવા નથી માગતા તો તમે Staycation આ રીતે પણ પ્લાન કરી શકો છો.

જો તમે રિસોર્ટમાં પણ નથી જવા માગતા તો તમે Staycation આ રીતે પણ પ્લાન કરી શકો છો

જો તમે તમારા શહેરની કોઈ હોટેલ અથવા રિસોર્ટમાં સમય પસાર કરવા નથી જઈ રહ્યા તો પણ આ વીકેન્ડને યાદગાર બનાવી શકો છો. તમારી આસપાસ કેટલાક ટૂરિસ્ટ પ્લેસ, પાર્ક અથવા એન્ટરટેઈનમેન્ટ એક્ટિવિટીઝ હશે, જેને તમે ક્યારેય નહીં જોઈ હોય. આવી જગ્યાને શોધો અને તમારા જ શહેરને એક નવા દૃષ્ટિકોણથી જુઓ અને પોતાને રિફ્રેશ કરો.

વધતી ગરમીમાં ઘરે જ રહેવા માગો છો, તો આ રીતે પ્લાન કરો
દરરોજ ગરમી વધી રહી છે. 40-45 ડિગ્રી ગરમી હોય છે. જો તમે વધતી ગરમી અને કોરોનાનાં જોખમની વચચે ઘરની બહાર નીકળવા નથી માગતા તો તમે ઘરે રહીને રજાને યાદગાર બનાવી શકો છો. તમે તમારા ઘરને એવી ફીલ આપી શકો છો કે જેમ કે કોઈ હોટેલમાં હો અને બહાર ફરવા આવ્યા હો. આવામાં તમારો ટાઈમ ફોન અને ટીવીમાં ખરાબ ન કરો, પરંતુ તે કરો જે તમે કરવા માગો છો.