તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • What Is Fluorosis, Dental Fluorosis | What You Need To Know About Symptoms Of Fluorosis

ફ્લોરોસિસથી બચો:સરકારે જણાવ્યું કે- દેશમાં ફ્લોરોસિસના 12 લાખ દર્દીઓ, સ્વચ્છ પાણી ન પીવાથી આ બીમારી થાય છે; તેનાથી બચવાની આ 7 રીત જાણી લો

આદિત્ય સિંહ13 દિવસ પહેલા
  • ફ્લોરોસિસ થવા પર દાંત પીળા અને હાડકાંઓ વાંકા થઈ જાય છે
  • સાફ પાણી અને પૌષ્ટિક ખોરાક ખાવાથી તેનાથી બચી શકાય છે
  • દેશમાં ફ્લોરોસિસના 83% કેસ માત્ર 5 રાજ્યોમાં છે, સરકારના જણાવ્યા પ્રમાણે રિસ્કઝોન 10 વર્ષમાં 80% ઓછા થયા

ભારતમાં ફ્લોરોસિસ એક મોટી બીમારી છે, પરંતુ તાજેતરમાં જ સરકારે લોકસભામાં જણાવ્યું છે કે તેના કેસમાં ઘટાડો નોંધાયો છે. ફ્લોરોસિસ વધારે ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી થાય છે. તેને લીધે દાંત પીળા અને હાડકાં પીળા પડી જાય છે. ઉત્તર પ્રદેશના સોનભદ્રના 296 ગામમાં હજારો લોકો આ બીમારીનો શિકાર છે. તેમાંથી દર વર્ષે અનેક લોકો મૃત્યુ પામે છે. આ વિસ્તારોમાં પીવાના પાણીમાં ફ્લોરાઈડની માત્રા જરૂરિયાત કરતા વધારે જોવા મળે છે. સરકાર ઘણા વર્ષોથી શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવાનો દાવો કરી રહી છે, પરંતુ તેમ થઈ નથી રહ્યું.

ઈન્ડિયા વોટર પોર્ટલ પ્રમાણે, ફ્લોરોસિસ થયા બાદ કોઈ પણ વ્યક્તિ સામાન્ય લાઈફ જીવે તે મુશ્કેલ બને છે. એક્સપર્ટ જણાવે છે કે, શ્રેષ્ઠ વાત એ જ છે કે ફ્લોરોસિસ થવા જ ન દો. ઈન્ડિયા સાયન્સ વાયર પ્રમાણે, માત્ર દૂષિત પાણી પીવાથી જ ફ્લોરોરોસિસ નથી થતું તેના અનેક કારણો હોય છે તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

ફ્લોરોસિસથી બચવાના 7 ઉપાયો
1. પાણીની તપાસ

પાણીના સેમ્પલમાં તપાસમાં ઉપયોગી કેમિકલ ઉમેરો. જો તેનાથી પાણીનો રંગ પીળો થઈ જાય છે તો તેનો અર્થ એ થાય છે કે પાણીમાં ફ્લોરાઈડની માત્રા ઘણી વધારે છે. જો રંગ ગુલાબી થાય છે તો પાણીમાં ફ્લોરાઈડની માત્રા ઓછી છે.

2. લોહી અને યુરિનની તપાસ
લોહીમાં ફ્લોરાઈડની હાજરીથી ખબર પડે છે કે ફ્લોરાઈડ તમારાં શરીરમાં પ્રવેશ કરી ગયું છે. જો આ માત્રા 0.05mg/1 છે, તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે. તેથી લોહી અને યુરિનની તપાસ કરાવો.

3. લક્ષણો જણાતા એક્સ-રે કરાવો
એક્સરેની મદદથી સ્કેલેટલ ફ્લોરોસિસની ઓળખ કરી શકાય છે. ખાસ કરીને લાંબા હાડકાંનો એક્સ-રે કરાવાનો છે અને જે હાડકાંનો જેમાં બીમારીની અસર જોવા મળી રહી છે.

4. ફિલ્ટર પાણી પીવો
પીવાની પાણી માટે ફ્લોરાઈડ દૂર કરે તેવા ફિલ્ટરનો ઉપયોગ કરો. એક્ટિવેટેડ એલ્યુમિનાનો ઉપયોગ કરવાથી ફ્લોરાઈડ દૂર કરી શકાય છે. INREM ફાઉન્ડેશન દ્રારા તૈયાર ફિલ્ટરમાં ઝીરો બી હોય છે, જે કોઈ પણ બેક્ટેરિયાને દૂર કરી શકે છે.

5.વરસાદનું પાણી જમા કરો
વરસાદના પાણીમાં બહુ ઓછા અને નહિવત પ્રમાણમાં ફ્લોરાઈડ હોય છે. આથી આપણે વરસાદના દિવસોમાં છતમાંથી પડતું પાણી એક ટેંકમાં જમા કરી શકીએ છીએ. એ પછી તેને ફિલ્ટર કરીને પી શકીએ છીએ. આ ઉપરાંત જો વરસાદનું પાણી ક્યાંક જમા કરી રહ્યા છો તો, જમીનમાંથી નીકળતા પાણીની ક્વોલિટી પણ સારી હોય છે.

6. પાણીની તપાસ કરાવો
ઘરમાં પાણી પીવા માટે ઉપયોગમાં લેવાતા ઓપ્શન જેમ કે નળ, નળકૂપ અને કૂવાના પાણીની ફ્લોરાઈડ તપાસ કરાવો. તેમાંથી આવતું પાણી તમે ફિલ્ટર કરીને પી શકો છો.

7. કેલ્શિયમ અને વિટામિન-C યુક્ત ડાયટ
જો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન C યુક્ત ભોજન નથી કરી રહ્યા તો ફ્લોરોસિસની આશંકા વધી જાય છે. ડૉક્ટરની સલાહથી તમે મેડિકલ સપ્લીમેન્ટ લઇ શકો છો, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન-D3 અને ઝિંક હાજર હોય. વિટામિન-Cનું સપ્લીમેન્ટ અલગથી લઇ શકો છો.

ફ્લોરોસિસના લક્ષણ શું છે?
ઇન્ડિયા વોટર પોર્ટલના જણાવ્યા પ્રમાણે, ફ્લોરોસિસના લક્ષણ ઘણા ચોખ્ખા દેખાય છે. દાંતમાં વધારે પીળાશ, હાથ અને પગ આગળ કે પાછળની બાજુ વળી જવા, ઘૂંટણની આજુબાજુ સોજા, નમવા કે બેસવામાં તકલીફ, સાંધામાં દુખાવો અને પેટ ભારે રહે તે ફ્લોરોસિસના મુખ્ય લક્ષણ છે. આવા લક્ષણ દેખાય તો થોડી પણ રાહ જોયા વગર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ફ્લોરોસિસ થવાનું મુખ્ય કારણ પાણી નથી
ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં ચાર ફ્લોરાઈડ પ્રભાવિત ગામમાં એક સર્વે કરવામાં આવ્યો. ઇન્ડિયા સાયન્સ વાયરના જણાવ્યા પ્રમાણે, આ સર્વેમાં ફ્લોરાઈડથી દૂષિત પાણી પીવા છતાં લોકોના યુરિનના સેમ્પલમાં મળેલું ફ્લોરાઈડના સ્તરની માત્રા પીવાના પાણીમાં હાજર ફ્લોરાઈડ સાથે મેચ નહોતી થતી. એનો અર્થ એ છે કે, પાણી સિવાય અન્ય સ્ત્રોતોથી ફ્લોરાઈડ શરીરમાં નુકસાન પહોંચાડી રહ્યું છે. વૈજ્ઞાનિકો પ્રમાણે, માટીની સાથે ઘઉં, ચોખા અને બટાકા જેવી ખાવાની વસ્તુઓથી પણ ફ્લોરોસિસ થઇ શકે છે.

ભારતમાં ફ્લોરોસિસના 12 લાખથી વધારે દર્દીઓ

  • ભારત સરકારે હાલમાં જ લોકસભામાં કહ્યું કે, ભારતમાં ફ્લોરોસિસના 12 લાખથી વધારે દર્દીઓ હોઈ શકે છે. પરંતુ ફ્લોરોસિસ રિસ્કઝોન છેલ્લા 10 વર્ષમાં 80% ઓછા થયા છે. એટલે કે જે વિસ્તારોમાં પાણીમાં વધારે ફ્લોરાઈડ મળતું હતું ત્યાં 80% ઘટાડો થયો છે.
  • સરકારી આંકડા પ્રમાણે, દેશના 17 રાજ્યોમાં 5,485 વિસ્તાર એવા છે, જે આજે પણ ફ્લોરોસિસ ઝોન છે. અહિ રહેતા લોકોને ફ્લોરોસિસ થવાનું જોખમ છે. રાજસ્થાનમાં સૌથી વધારે 3 હજાર વિસ્તાર છે.
  • આખા દેશમાં ફ્લોરોસિસના સંભવિત વિસ્તારોમાંથી 83% માત્ર રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને પંજાબમાં છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આ રાજ્યોના ફ્લોરોસિસ સંભવિત વિસ્તારોમાં એક લિટર પીવાના પાણીમાં 1 મિલીગ્રામ ફ્લોરાઈડ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો