તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • What Can Happen To You After Getting The Vaccine? How To Get Rid Of It? Know The Answer To Every Required Question

કોરોના વેક્સિનેશન:વેક્સિન લીધા બાદ તમને શું થઈ શકે છે? તેનાથી છૂટકારો કેવી રીતે મેળવવો? જાણો દરેક જરૂરી સવાલના જવાબ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશમાં કોરોનાની બીજી લહેર હળવી પડવાની સાથે વેક્સિનેશન ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં ઘણા સવાલ છે. જેમ કે- વેક્સિન લીધા બાદ શું થશે? શું તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે? જો સાઈડ ઈફેક્ટ્સ થાય તો તેનાથી કેવી રીતે છૂટકારો મેળવવો? વેક્સિન લીધા બાદ ઘરે શું સાવધાની રાખવી જોઈએ? તે સિવાય એક ચર્ચા એ પણ થઈ રહી છે કે વેક્સિન લીધા બાદ પણ ઘણા લોકોને કોરોના થઈ રહ્યો છે તો વેક્સિન લેવાની શું જરૂર છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને લોકોની વચ્ચે ફેલાઈ રહેલી ઘણી અફવાઓથી આ સવાલો જટિલ બન્યા છે. તો જાણો કોરોના વેક્સિનેશન બાદ એટલે કે પોસ્ટ વેક્સિનેશન મેનેજમેન્ટ સંબંધિત દરેક જરૂરી પ્રશ્નના જવાબ...

Q. મને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી છે તો કઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે?

કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. કોઈ એક અથવા એકથી વધારે લક્ષણ દેખાય તો એ સામાન્ય વાત છે. આવા લક્ષણ વેક્સિન લેનાર 10માંથી એક વ્યક્તિમાં જોવા મળે છે...

 • ઈન્જેક્શન આપવામાં આવ્યું હોય ત્યાં હળવો સોજો, લાલાશ, ખંજવાળ અથવા ઈજા થઈ હોય તેવી અનુભૂતિ, ગાંઠ થઈ જવી.
 • તાવ, સામાન્ય રીતે બીમાર જેવું મહેસૂસ થવું.
 • થાક લાગવો.
 • ઠંડી લાગવી અથવા તાવ જેવું લાગવું.
 • માથામાં દુખાવો
 • ઉબકા અથવા ઊલટી જેવું થાય.
 • સાંધા અથવા સ્નાયુઓમાં દુખાવો.
 • કેટલાક લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો જેમ કે તાવ, ગળામાં બળતરા, નાક વહેવું, ઉધરસ અને ઠંડી લાગવા જેવા લક્ષણો પણ હોઈ શકે છે.

કોવિશીલ્ડના કેટલાક અન્ય લક્ષણો પણ હોઈ શકે છે. 100માંથી કોઈ 1માં કેટલાક અસામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. જેમ કે...

 • ચક્કર આવવા.
 • ભૂખ ઓછી લાગવી.
 • પેટમાં દુખાવો.
 • લિમ્ફ નોડ વધવી.
 • અતિસય પરસેવો થવો.
 • ત્વચામાં ખંજવાળ અથવા રેશિઝ. લિમ્ફ નોડ શરીરના વિવિધ ભાગો, ખાસ કરીને ગરદન, કાનની નીચે અને બગલમાં જોવા મળતી ખાસ ગ્રંથીઓ હોય છે. તેમાં લિમ્ફ એટલે કે વ્હાઈટ બ્લડ સેલ્સ ભરેલા હોય છે. કોઈપણ ચેપ દરમિયાન તે આપણી રક્ષા કરે છે.

Q. કોવેક્સિન લેવાથી શું સાઈડ ઈફેક્ટ થઈ શકે છે?
ભારત બાયોટેકની કોવેક્સિન લેવાથી થતી સાઈડ ઈફેક્ટ્સ...

 • ઈન્જેક્શન લીધું હોય તે જગ્યાએ દુખાવો, લાલાશ અથવા ખંજવાળ.
 • માથામાં દુખાવો.
 • તાવ.
 • બીમાર હોવ તેવું મહેસૂસ થવું
 • શરીરમાં દુખાવો.
 • ઉબકા આવવા.
 • ઊલટી
 • રેશિઝ

અનપેક્ષિત આડઅસરો પણ શક્ય છે ...

 • ભારત બાયોટેક કંપનીના જણાવ્યા પ્રમાણે, કોવેક્સિનની કેટલીક ગંભીર અને અનપેક્ષિત આડઅસરો પણ થઈ શકે છે.
 • તેમાં અત્યંત દુર્લભ થતું એલર્જિક રિએક્શન પણ શામેલ છે. આવું થાય તો તરત ડૉક્ટર અથવા વેક્સિનેટરનો સંપર્ક કરવો. ​​​​​​​

Q. સાઈડ ઈફેક્ટ્સની અસરને કેવી રીતે ઓછી કરી શકાય છે?

Q. જ્યારે વેક્સિન લેવાથી સાઈડ ઈફેક્ટ્સ થાય છે તો શું આપણે પહેલાથી દવા લઈ શકીએ છીએ?
અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે સાઈડ ઈફેક્ટ્સની દવા, વેક્સિન લેતા પહેલા ન લેવી જોઈએ. થઈ શકે છે તમને તે સાઈડ ઈફેક્ટ ન થાય, જેની તમે દવા લીધી હોય.​​​​​​​

Q. કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટ કેટલા દિવસ સુધી રહે છે
સામાન્ય રીતે કોરોના વેક્સિનની સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ 24થી 48 કલાક સુધી રહે છે. જો કોઈનામાં આ લક્ષણ તેનાથી વધારે સમય સુધી રહે તો તેમને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Q. વેક્સિન લગાવતા પહેલા ઈન્જેક્શન લેવાના ડરને કેવી રીતે દૂર કરવો?

જો વેક્સિનની સિરીંજ (સોઈઝ) જોઈને નર્વસ થઈ રહ્યા હોવ તો...

 • યાદ રાખો કે માત્ર એક નાની પીડા જે તમારો જીવ બચાવી શકે છે.
 • ધીમી ગતિએ ઊંડા શ્વાસ લો.
 • સોઈની તરફ ન જુઓ.

Q. વેક્સિન લીધાના તરત બાદ વેક્સિન સેન્ટર પર શું સાવધાનીઓ રાખવી જોઈએ?

 • વેક્સિનેટર તમને વેક્સિન આપીને 15 મિનિટ સુધી રહેવા માટે કહેશે, જેનાથી તરત થતી એલર્જિક રિએક્શનથી તમને બચાવી શકાય. આ સૂચનાને અનુસરો અને 15 મિનિટ સુધી કેન્દ્રમાં જરૂરથી રોકાવો.
 • સેન્ટર પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. માસ્ક પહેરીને જ વેક્સિન લગાવો.
 • ધ્યાન રાખવું કે ઈન્જેક્શન લગાવવાની જગ્યાએથી લોહી તો નથી આવી રહ્યુંને. જો લોહી વહેતું હોય તો તરત વેક્સિનેટરને બતાવો.
 • વેક્સિનેટર તમને શક્ય આડઅસરો વિશે જણાવશે, તેને ધ્યાનથી સાંભળો.
 • મોટાભાગના રસી કેન્દ્રોમાં પેરાસિટામોલની દવા આપવામાં આવી રહી છે. તાવ અથવા શરીરમાં દુખાવો થવા પર વેક્સિનેટર દ્વારા જણાવવામાં આવેલા ડોઝ પ્રમાણે તમારે ઘરે દવા લેવી.

Q. વેક્સિન લીધા બાદ ખાવા-પીવામાં કઈ વાતોનું ધ્યાન રાખવું?
વેક્સિન લીધાના 3થી 4 દિવસ સુધી ભારે મહેનતવાળુ કામ ન કરવું. આ દરમિયાન દારૂ અને સિગારેટ પીવાનું ટાળવું. તેનાથી વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સ ગંભીર થવાની સંભાવના ઓછી થઈ જશે.
જો તમે વેક્સિન પહેલા કોઈ પ્રકારની વસ્તુઓ ટાળી રહ્યા છો તો તેનું પાલન કરો. આમ તો વેક્સિન બાદ તમે સામાન્ય ખોરાક લઈ શકો છો. વધુમાં વધુ લિક્લિડ જેમ કે, નારિયેળ પાણી, જ્યુસ વગેરે લો.

Q. કોઈપણ વ્યક્તિને fully vaccinated અથવા સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ ક્યારે માનવામાં આવે છે?

ભારતમાં અત્યારે ઉપલબ્ધ બંને વેક્સિનના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડના પહેલા ડોઝના 12 સપ્તાહ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે, તેમજ ભારત બાયોટેકની કોવેક્સિનના પહેલા અને બીજા ડોઝની વચ્ચે 4થી 6 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વેક્સિનના બે ડોઝ આપ્યાના બે સપ્તાહ બાદ વ્યક્તિને સંપૂર્ણ વેક્સિનેટેડ અથવા fully vaccinated માનવામાં આવે છે.

Q. મને કોરોના વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે તો શું હવે મને કોરોના નહીં થાય?
કોરોનાનો એક ડોઝ લીધા બાદ પણ તમને કોરોના થઈ શકે છે. તેથી જરૂરી છે કે તમે કોરોનાથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઈઝેશન, જરૂરી ન હોય તો ઘરની બહાર જવાનું ટાળવું, ભીડવાળી જગ્યાએ જવાથી બચવા જેવી બચાવની રીતનું પાલન કરતા રહેવું.

Q. મેં વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તો શું મને કોરોના નહીં થાય?
કોરોના વેક્સિન આપણી ઈમ્યુનિ સિસ્ટમને વાઈરસની ઓળખ કરીને તેની સામે લડવા માટે તૈયાર કરે છે. વેક્સિનના બંને ડોઝ લેવાના ઓછામાં ઓછા બે સપ્તાહ બાદ શરીરમાં વાઈરસની વિરુદ્ધ ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક વિકસિત થઈ જાય છે. વિશ્વમાં કોઈ પણ વેક્સિનની એફિકેસી 100% નથી. એટલે બંને ડોઝ બાદ પણ કોરોના થઈ શકે છે.

સરકારની તરફથી સૂચના છે કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઈઝેશન, કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું, તેમજ ભીડવાળી જગ્યાએ જવાથી બચવું. ​​​​​​​

Q. શું કોવિશીલ્ડ અથવા કોવેક્સિનથી કોરોના થઈ શકે છે?
એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિનમાં કોરોનાવાઈરસ એટલે કે SARS-CoV-2 નથી. એવી જ રીતે ભારત બાયોટેકની કોવેક્સિન એક inactivated એટલે કે મારવામાં આવેલા કોરોનાવાઈરસથી બનેલી વેક્સિન છે. સ્પષ્ટ છે કે ભારતમાં અત્યારે ઉપબલ્ધ બંનેમાંથી કોઈપણ વેક્સિનથી કોરોના થવાની આશંકા નથી.

Q. મારા મિત્રએ કહ્યું કે, વેક્સિન લેવાના એક સપ્તાહ સુધી એકલા રૂમમમાં માસ્ક પહેરવો જોઈએ, શું આ સાચું છે?
આવી અફવાઓ એવું કહીને ફેલાવવામાં આવી રહી છે કે વેક્સિનમાં કોરોનાવાઈરસ હોય છે, આવી સ્થિતિમાં વેક્સિન લીધા બાદ માસ્ક પહેરીને બીજામાં રૂમમાં રહેવું જોઈએ, જેનાથી પરિવારના બાકીના લોકોને કોરોના ન થાય.

Q. લોકો કહે છે કે જેને વેક્સિન લીધા બાદ તાવ નથી આવ્યો, એટલે તેના પર વેક્સિનની અસર નથી થઈ, તો શું એવું છે?
તાવ આવવો કોરોના વેક્સિન લેવાથી થતી સામાન્ય આડઅસરમાંથી એક છે.

વેક્સિન લીધા બાદ જરૂર નથી કે તમામ લોકોને બધા પ્રકારની સાઈડ ઈફેક્ટ્સ થાય. આવી સ્થિતિમાં વેક્સિન બાદ કોઈને તાવ ન આવવાનો અર્થ એ નથી તેના પર વેક્સિનની અસર નહીં થાય.

Q. ફ્રેન્ચ નોબેલ વિજેતા લુક મોન્ટાગ્નિયરના દાવાવાળી પોસ્ટ વાયરલ થઈ રહી છે કે વેક્સિન લીધી છે તો લોકો બે વર્ષમાં મરી જશે, આ કેટલું સત્ય છે?
હકીકતમાં આ પોસ્ટ એક ઈન્ટરવ્યુનો ભાગ છે. જેમાં મોન્ટાગ્નિયરે કહ્યું હતું કે, મોટાપાયે વેક્સિનેશન એક 'વૈજ્ઞાનિક ભૂલ સાથેની તબીબી ભૂલ' છે. આ એક અસ્વીકાર્ય ભૂલ છે. કોરોના વેક્સિનથી નવા વેરિઅન્ટ બની રહ્યા છે. ઈન્ટરવ્યુમાં મોન્ટાગ્નિયરે ક્યાંય એવું નથી કહ્યું કે, કોરોનાની વેક્સિન લીધી હોય તે લોકો બે વર્ષમાં મરી જશે. તેમનું કહેવું છે કે કોરોના વેક્સિનથી નવા વેરિઅન્ટ બની રહ્યા છે. આ ફેક ન્યૂઝ છે. આવી અફવાઓથી દૂર રહો અને કોરોનાથી બચવા માટે વેક્સિનેશન અભિયાનમાં સક્રિયપણે ભાગ

Q. વેક્સિન લીધા બાદ પણ ઘણા લોકોને કોરોના થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં વેક્સિન લેવાથી શું ફાયદો થશે?
કોરોના જ નહીં, દુનિયામાં કોઈપણ બીમારીની કોઈપણ વેક્સિન 100% અસરકારક નથી. યુકે અને બ્રાઝિલમાં કરવામાં આવેલી સ્ટડીમાં એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિનના બીજા ડોઝના 14 દિવસ બાદ તેની એફિકેસી 66.7% સાબિત થઈ. તેમજ અમેરિકામાં આ આંકડો 100% હતો. તો બીજી તરફ ભારત બાયોટેકનું કહેવું છે કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિનની એફિકેસી 81% હતી. સ્પષ્ટ છે કે, ઘણા ઓછા લોકોને વેક્સિનેશન બાદ પણ કોરોના થઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વેક્સિન લેવાનો કોઈ ફાયદો નથી. વેક્સિન કોરોનાથી તો બચાવે છે પરંતુ જો કોરોના થઈ જાય તો ગંભીર રીતે બીમાર થવાથી પણ બચાવે છે.

અન્ય સમાચારો પણ છે...