બિહારનાં મુઝફ્ફરપુરમાં બે TTE એ ભેગા મળીને એક પેસેન્જરને ઢોર માર માર્યો. તેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, TTE એ ઉપરની બર્થ પર બેઠેલા પેસેન્જરનો પગ ખેંચીને નીચે ઉતાર્યો. તે પછી તેના પર લાત-મુક્કાઓનો વરસાદ કરી દીધો.
ઘટના કંઈક એવી હતી કે, મુંબઈથી જયનગર જનારી ટ્રેનમાં એક પેસેન્જર ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો ને આ વાતની જાણ થતાં TTEએ તેને ઢોર માર માર્યો. આ ઢોર મારનાં કારણે પેસેન્જર ગંભીર રીતે ઘાયલ થયો. જો કે, આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં માર મારનાર બંને TTEને તત્કાલનાં ધોરણે સસપેન્ડ કરી દેવામાં આવ્યા.
આજે કામના સમાચારમાં જાણીશું કે, ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતાં પેસેન્જરને લઈને કયા-કયા નિયમો છે? જો તે ઈમરજન્સીમાં ટિકિટ ન ખરીદી શકે તો TTE શું કરી શકે? સાથે એ પણ જાણીશું કે, જો આ પ્રકારની ઘટના ઘટે તો તેની ફરિયાદ કઈ રીતે નોંધાવી શકો છો?
પ્રશ્ન- શું ઈમરજન્સીમાં ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી શકાય?
જવાબ- ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરવી એ દંડપાત્ર ગુનો છે. તેના માટે દંડની જોગવાઈ પણ છે.
પ્રશ્ન- ટ્રેનમાં જો TTE તમારી સાથે ગેરવર્તણૂક કરે કે તમારી પાસે લાંચ માગે તો તમે કયા ફરિયાદ નોંધાવી શકો છો?
જવાબ- ટ્રેનમાં TTE તમારી સાથે ગેરવર્તણૂક કરે કે લાંચ માગે તો આ રીતે ફરિયાદ કરો...
પ્રશ્ન- મારી ટિકિટ સ્લીપરની છે, જો હું ભૂલમાં AC કોચમાં બેસી જાઉં તો મારી સાથે શું થશે?
જવાબ- સ્લીપરની ટિકિટ લઈને જો તમે AC કોચમાં બેસી જાવ છો તો તમારે દંડ ભરવો પડી શકે છે. જો તમે દંડ ભરવાની ના પાડો છો તો તમને જેલ પણ થઈ શકે છે. તમે આ રીતે દંડથી બચી શકો છો...
પ્રશ્ન- ટિકિટ કન્ફર્મ નથી થઈ ને લાંબી મુસાફરી કરવાની છે તો તમને ટ્રેનમાં સીટ મળવાની તક કેટલી?
જવાબ- જો તમારી ટિકિટ કન્ફર્મ થઈ નથી તો તમે ટ્રેનમાં ચડીને TTEનો સંપર્ક કરો. જો કોઈ સીટ ખાલી રહે તો તે તમારો સંપર્ક કરીને તમને તે સીટ આપી શકે. આ ત્યારે જ થશે કે જ્યારે તમે ટિકિટની ખરીદી ટિકિટ કાઉન્ટરથી કરી હોય. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે ને કન્ફર્મ નથી થઈ તો ટિકિટ આપમેળે જ કેન્સલ થઈ જશે.
પ્રશ્ન- જો મારાથી 25 મેની જગ્યાએ 25 જૂનની ટિકિટ બુક થઈ ગઈ છે અને હું 25મે એ ટ્રેનમાં ચડી જાઉં તો આ સમયે શું થઈ શકે?
જવાબ- જે તારીખની તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે, તે જ દિવસે ટ્રેનમાં મુસાફરી કરવાનો તમને અધિકાર છે. જો તમારી પોતાની ભૂલ છે તો પછી તમે ટિકિટ જે તારીખની બુક છે તે સિવાયની તારીખમાં તે ટિકિટ પર ટ્રેનની મુસાફરી ન કરી શકો. જો તમે તેમછતાં તે ટિકિટ પર મુસાફરી કરવાનો પ્રયાસ કરો અને તમારી ધરપકડ થાય તો તમારે પેનલ્ટી ભોગવવી પડી શકે છે. તમે ખોટી ટિકિટ પર જેટલા કિમી મુસાફરી કરી હશે તેના આધાર પર તેટલી જ પેનલ્ટી લાગશે.
પ્રશ્ન- સ્પર્ધાત્મક પરિક્ષા કે ઈન્ટરવ્યૂ સમયે રિટર્ન ટિકિટ મળતી નથી અને ટ્રેનમાં રિઝર્વેશન પણ મળી રહ્યું નથી, તો શું કરવું?
જવાબ- આ સમયે પેસેન્જર પાસે ફક્ત બે જ ઓપ્શન રહે છે. તે તત્કાલમાં ટિકિટ બુક કરાવી શકે છે. તે સિવાય બીજો એક વિકલ્પ એ રહે છે કે, તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચડી શકો છો. તે પછી જ્યારે TTE આવે ત્યારે તેઓની પાસેથી ટિકિટ લઈ શકો છો.
પ્લેટફોર્મ ટિકિટથી મુસાફરી કરવાના નિયમો
પ્રશ્ન- છેલ્લી ઘડીએ ટિકિટ કેવી રીતે બુક કરાવી શકો?ટ
જવાબ- તત્કાલ ટિકિટ બુકિંગનાં નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે.
પહેલા શું નિયમ હતા?
હવે નિયમો શું છે?
ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરવાની રીત
પ્રશ્ન- જો કોઈ જાણીજોઈને ટિકિટ વગર ટ્રેનમાં ટ્રાવેલ કરે ને TTE સાથે ગેરવર્તણૂક કરે તો, TTE પાસે કયા અધિકારો છે?
જવાબ- TTE રેલવે પોલીસનો સંપર્ક કરીને પેસેન્જરને જેલમાં મોકલી શકે છે. તે મુસાફર પર રેલવે એક્ટ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. રેલવે સ્ટેશન પર હાજર રેલવે મજિસ્ટ્રેટનાં કોર્ટમાં પેસેન્જરને હાજર કરીને તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કે, TTE પાસે પેસેન્જર સાથે મારપીટ કરવાનો અધિકાર નથી.
જાણવા જેવું
ટ્રેનમાં સફર કરતાં સમયે આ નિયમોનું ઘ્યાન રાખવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.