સરકારી નોકરી:વેસ્ટર્ન કોલફીલ્ડ લિમિટેડ સ્ટાફ નર્સની 56 જગ્યા પર ભરતી કરશે, 27 મે સુધી અપ્લાય કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 32,000 રૂપિયાનો પગાર મળશે
  • અરજી કરેલા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ

વેસ્ટર્ન કોલફીલ્ડ લિમિટેડ (WCL)એ સ્ટાફ નર્સ(ટ્રેની)ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 13 મેથી શરુ થઇ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 27 મે સુધી આ જગ્યા પર ઈમેલ દ્વારા અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 56

લાયકાત
ઉમેદવાર ધોરણ 12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે સરકાર માન્ય સંસ્થા A ગ્રેડ નર્સિંગ ડીપ્લોમા/સર્ટિફિકેટ(3 વર્ષનો કોર્સ) હોવું જોઈએ.

ઉંમર
અરજી કરેલા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 32,000 રૂપિયાનો પગાર મળશે.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 13 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 27 મે

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી 100 માર્ક્સની એક્ઝામને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ જગ્યા માટે એપ્લિકેશન ફોર્મ ભરીને recruitmentir.wcl@coalindia.com/ પર મોકલી શકે છે.