દેશમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. એક્સપર્ટ્સ શરૂઆતથી જ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હાથની સ્વચ્છતા પર ભાર મૂકે છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક્સપર્ટ્સે બે માસ્ક પહેરવાની સલાહ આપવાનું શરૂ કરી દીધું છે. ચેપ ટાળવાનો આ સૌથી સહેલો રસ્તો છે. ડબલ માસ્કિંગ વિશે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે તો એ બધા પ્રશ્નોના જવાબો તમને અહીં મળશે...
ડબલ માસ્કિંગની શું જરૂર છે?
કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યા છે. એક વાઇરસ પણ ખરાબ રીતે સંક્રમિત કરી શકે છે. ડબલ માસ્કિંગથી માસ્કના કિનારામાં ગેપ રહી જવાની શક્યતા લગભગ પૂરી થઈ જાય છે અને તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જાઓ છો.
શું એકસાથે બે સર્જિકલ માસ્ક પહેરી શકાય?
એકસાથે બે ડિસ્પોઝેબલ માસ્ક પહેરવા યોગ્ય નથી. એક સ્ટાન્ડર્ડ સર્જિકલ માસ્ક કાગળ જેવાં મટિરિયલનું બનેલું હોય છે. સર્જિકલ માસ્ક સંપૂર્ણપણે નાક અને મોંને કવર નથી કરતું. માસ્કની કિનારી પર ગેપ રહી જાય છે. ત્યાંથી વાઇરસને અંદર પ્રવેશવાની તક મળે છે. પરંતુ સર્જિકલ માસ્ક ઉપર કાપડનું માસ્ક પહેરવાથી ગેપ રહેવાની કોઈ શક્યતા નથી રહેતી.
ડબલ માસ્કિંગની સાચી રીત
બે માસ્ક પહેરવા પર પણ સર્જિકલ માસ્કમાં ગાંઠ મારીને ટક કરવાની શું જરૂર છે?
જો સર્જિકલ માસ્ક સંપૂર્ણ રીતે ફિટ હોય તો તેના ઉલાસ્ટિક પર ગાંઠ મારીને તેને ટક કરવાની જરૂર નથી. પરંતુ જો જો સર્જિકલ માસ્ક સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો ગાંઠ મારીને ટક કરવાથી આ 20% સુધી વધુ સુરક્ષિત થઈ શકે છે.
N95 અને K95 સાથે પણ ડબલ માસ્કિંગની જરૂર છે?
ચાઇનામાં બનેલા N95 માસ્ક અને K95 માસ્કને મેડિકલ માસ્કમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તે યોગ્ય રીતે પહેરવામાં આવે છે તો તમે 95% જેટલા સુરક્ષિત રહો છો. તેથી, તેની સાથે ડબલ માસ્કિંગની જરૂર નથી. પરંતુ આ માસ્ક ઓરિજિનલ હોવા જરૂરી છે કારણ કે, ફરી એકવાર બજારમાં તેની તંગી થઈ ગઈ છે. તેથી, સર્જિકલ માસ્ક સાથે કાપડનો માસ્ક શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે ઇચ્છો તો તમે કોરિયામાં બનેલા KF94 માસ્કનો ઉપયોગ પણ કરી શકો છો. તેની સાથે ડબલ માસ્કિંગની જરૂર નથી.
માસ્ક સંપૂર્ણપણે ફિટ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું?
ડબલ માસ્કિંગ પછી પણ માસ્ક સંપૂર્ણપણે ફિટ છે કે કેમ તે જાણવું અત્યંત જરૂરી છે. આ માટે તમારા હાથ માસ્કની ધાર પર રાખો અને ઝડપી શ્વાસ લો. જો તે કિનારાથી હવા બહાર આવી રહી છે તો માસ્કને ટાઇટ કરવાની જરૂર છે. જો તે સંપૂર્ણ રીતે ફિટ હોય તો માસ્કની અંદર ગરમ હવા અનુભવાશે.
માસ્ક ફિટ છે કે નહીં તે ચેક કરવા માટે કેન્ડલ ટેસ્ટ અસરકારક છે?
ઘણા લોકો માસ્ક પહેર્યા પછી કેન્ડલ પર ફૂંક મારીને માસ્કનું ફિટિંગ ચેક કરે છે, જે યોગ્ય નથી. કોલમ્બિયા યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયર પ્રોફેસર વી ફે મેકનિલે જણાવ્યું કે, સંપૂર્ણ ફીટ ન હોય તેવા માસ્ક પહેરીને પણ કેન્ડલ પર ફૂંક મારીને તે ઓલવી શકાય છે. તેથી, માસ્કની ફિટિંગને તપાસવાની આ સૌથી ખરાબ રીત છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.