• Home
  • Utility
  • Want to invest in gold; So Sovereign Gold Bond is a good option, the bond can be bought from 3rd August

રોકાણ / સોનામાં રોકાણ કરવા માગો છો; તો સોવરેન ગોલ્ડ બોન્ડ સારો ઓપ્શન છે, 3 ઓગસ્ટથી બોન્ડ ખરીદી શકાશે

Want to invest in gold; So Sovereign Gold Bond is a good option, the bond can be bought from 3rd August
X
Want to invest in gold; So Sovereign Gold Bond is a good option, the bond can be bought from 3rd August

  • સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે
  • તેને ડીમેટ રૂપમાં ટ્રાન્સફર કરી શકાય છે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 09:31 AM IST

નાણાકીય વર્ષ 2020-21માં સોવરેન ગોલ્ડ બોન્ડની બીજી સિરીઝ સોમવારથી રોકાણ માટે ખૂલી રહી છે. તેમાં 3થી 9 ઓગસ્ટ સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે. તેના અંતર્ગત પ્રતિ ગ્રામ સોનાની કિંમત 5334 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેઓ આ બોન્ડ માટે ઓનલાઇન એપ્લિકેશન કરવા માગતા હોય અને તેના માટે ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે તેમને પ્રતિ ગ્રામ 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

RBI આ બોન્ડ ઇશ્યૂ કરી રહ્યું છે
RBI ભારત સરકાર વતી તેને ઇશ્યૂ કરે છે. RBIના જણાવ્યા અનુસાર,બોન્ડની કિંમત 999 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા 3 વર્કિંગ ડેઝમાં સરેરાશ બંધ ભાવ (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત) મૂલ્ય પર આધારિત છે. અગાઉ 6થી 10 જુલાઈની વચ્ચે ત્રીજી સિરિઝમાં સબ્સક્રિપ્શ માટે બોન્ડની ઈશ્યૂ કિંમત પ્રતિ ગ્રામ દીઠ રૂ. 4,852 હતી.

ઓનલાઈન અરજી અને પેમેન્ટ પર પ્રતિ ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
સોવરેન ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઈન અરજી અને પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ સોના પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. એટલે કે રોકાણ કરતાં સમયે રોકાણકારકને 50 રૂપિયાનો નફો મળશે.

ઇશ્યૂ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે.ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી. NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેનાથી થતા લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. તે ઉપરાંત દર છ મહિને ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

1 ગ્રામથી 4 કિલો સુધીનું સોનું ખરીદી શકાય છે
એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યૂનો બોન્ડ ખરીદી શકે છે. જો કે, ટ્રસ્ટ માટેની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલોગ્રામ છે. કોઈ નાણાકીય વર્ષમાં 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે આ બોન્ડમાંથી બહાર નીકળવા માગતા હો તો 5 વર્ષ પછી નીકળી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, આ સોવરેન ગોલ્ડ બોન્ડ લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે. આ સિવાય આ બોન્ડથી NSEમાં ટ્રેડ પણ કરી શકાય છે.

GST અથવા મેકિંગ ચાર્જ નથી
જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો આ ફિઝિકલ ગોલ્ડ ખરીદવા કરતાં વધુ સારું છે. જ્યારે તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદો ત્યારે તમે સોનાની કિંમત તો ચૂકવશો જ પણ સાથે તેનો મેકિંગ ચાર્જ પણ ચૂકવો છો. તમે સોનાના ભાવ પર ત્રણ ટકા GST અને મેકિંગ ચાર્જ પર પાંચ ટકા GST પણ ચૂકવો છો. તેનાથી સોનાના ભાવમાં વધારો થાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ પર કોઈ GST લાગતો નથી. તે બોન્ડ હોવાથી તેના પર કોઈ મેકિંગ ચાર્જ પણ લાગતો નથી

શુદ્ધતા અને સલામતીની કોઈ ચિંતા નહીં
જ્યારે તમે સોનાના સિક્કા અથવા સોનાના ઘરેણાં ખરીદો છો ત્યારે તમને તેની શુદ્ધતા વિશે શંકા થઈ શકે છે. આ સાથે તેને હંમેશાં સાથે રાખવું પણ સલામત માનવામાં નથી આવતું. પરંતુ સોવરેન ગોલ્ડ બોન્ડમાં શુદ્ધતા વિશે ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના જણાવ્યાનુસાર, ગોલ્ડ બોન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBREA) દ્વારા પ્રકાશિત 24 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત, તેને ડીમેટ સ્વરૂપમાં રાખી શકાય છે, જે એકદમ સલામત છે અને તેની પાછળ કોઈ ખર્ચ પણ થતો નથી.

અન્ય લાભ
NSEના જણાવ્યા અનુસાર, આ સોવરેન ગોલ્ડ બોન્ડ લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે.આ સિવાય આ બોન્ડથી NSEમાં ટ્રેડ પણ કરી શકાય છે.

ગોલ્ડ સોવરેન બોન્ડ 6 વખત બહાર પડશે
સરકારે 6 મહિનામાં એટલે કે 20 એપ્રિલથી લઇને 4 સપ્ટેમ્બર સુધી 6 વખત સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવાનો નિર્ણય કર્યો હતો. 4 વખત બહાર પડી ચૂક્યા છે અને હવે પાંચમી વખત 3થી 9 ઓગસ્ટની વચ્ચે બહાર પડવાના છે. એપ્રિલમાં સૌપ્રથમ સરકારે 20થી 24 એપ્રિલ દરમિયાન પહેલી સિરીઝ લોન્ચ કરી હતી. આ અંતર્ગત ગ્રામ દીઠ સોનાની કિંમત 4,639 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.​​​​​​​

સોનાએ એક વર્ષમાં 37 ટકા રિટર્ન આપ્યું
કોરોના મહામારીને કારણે રોકાણકારોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે સોનાની કિંમત સતત વધી રહી છે. હંમેશાં જોવા મળ્યું છે કે જ્યારે પણ શેરબજારમાં નુકસાનની શક્યતા હોય છે ત્યારે સોનાના ભાવમાં વધારો થતો હોય છે, ડોલરની સરખામણીએ અન્ય ચલણ કમજોર પડવાની સંભાવના હોય છે. છેલ્લા એક વર્ષમાં જ સોનાના ભાવમાં લગભગ 37 ટકાનો ઉછાળો આવ્યો છે. 1 ઓગસ્ટ 2019ના રોજ સોનાની કિંમત 38500 રૂપિયાની નજીક હતી, જે અત્યારે પ્રતિ 10 ગ્રામ 53 હજાર રૂપિયા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જો કોરોના લાંબા સમય સુધી રહેશે તો તેના કારણે માર્કેટમાં અનિશ્ચિતતા રહેશે અને તેના કારણે કિંમત વધુ વધશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે?​​​​​​​​​​​​​​
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું છે, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી