તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Want To Buy A New Featured Umbrella With Speakers, LEDs In The Monsoon? Find Out His List

ઈનોવેટિવ:મોન્સૂનમાં સ્પીકર, LED સહિત અવનવાં ફીચરયુક્ત છત્રીની ખરીદી કરવી છે? જાણો તેનું લિસ્ટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યૂઝિક લવર્સ બ્લુટૂથ સ્પીકર્સથી સજ્જ છત્રીની પસંદગી કરી શકે છે
  • જાપાનની ટેક કંપનીએ ડ્રોનબેલા બનાવી છે, જે ડ્રોનની જેમ યુઝર્સને ફોલો કરે છે અને વરસાદથી રક્ષણ આપે છે

ભારતમાં મોન્સૂનની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદથી બચવા માટે સરળ અને સસ્તો ઉપાય અમ્બ્રેલા અર્થાત છત્રી છે. હવે બજારમાં અવનવાં ફીચરયુક્ત છત્રીઓની માગ વધી છે. માર્કેટમાં LED લાઈટ, મ્યૂઝિક, ફેન સહિતની ટેક્નોલોજી ધરાવતી છત્રીઓ ઉપલબ્ધ છે. એવી પણ છત્રીઓ મળી રહી છે કે તમે તેનાથી તમારો મોબાઈલ ફોન પણ ચાર્જ કરી શકો છો. તો આવો જાણીએ આ પ્રકારની અવનવી છત્રીઓ વિશે જે તમારા અનેક કરશે અને તમારા મોન્સૂનના એક્સપિરિઅન્સને પણ યાદગાર બનાવશે.

1.સોલર બ્લુટૂથ અમ્બ્રેલા

9 ફૂટ લાંબી આ છત્રી વૉટરપ્રૂફ કેસિંગ સાથે આવે છે. જો તમે મોન્સૂનમાં ક્યાંક પિકિનક પ્લાન કરી રહ્યા છો તો આ બેસ્ટ ઓપ્શન રહેશે. તેનું હેન્ડલ ફોલ્ડેબલ છે. તેને જુદી જુદી દિશામાં રોટેટ પણ કરી શકાય છે. જો વરસાદની સાથે પવન પણ ફૂંકાતો હોય તો તેનાથી બચવા તમે છત્રીની દિશા બદલી એડ્જસ્ટ કરી શકો છો. આ છત્રી વરસાદ સાથે સૂર્યપ્રકાશથી પણ રક્ષણ આપે છે.

આ છત્રીમાં બ્લુટૂથ સ્પીકર અટેચ છે. તેમાં વોલ્યુમ કન્ટ્રોલ પણ મળે છે. યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે તેમાં 24LED લાઈટ્સ પણ આપવામાં આવી છે. તમામ લાઈટ્સ એક બટન સાથે ઓન/ઓફ થાય છે. તેમાં મોબાઈલ સહિતની ડિવાઈસ ચાર્જ કરવા માટે USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

છત્રીમાં 3.5 વોટની સોલર પ્લેટ છે. જે છત્રીના તમામ ઈલેક્ટ્રોનિક પાર્ટ્સને પાવર આપે છે. છત્રી નીચે 4થી 5 લોકો સરળતાથી બેસી શકે છે. તેમાં એક માસ્ટર બટન આપવામાં આવ્યું છે. જેને ઓન/ઓફ કરવા પર LED લાઈટ્સ, સ્પીકર અને USB પોર્ટ એક સાથે ઓન/ઓફ કરી શકાય છે.

2.LED ટોર્ચ અમ્બ્રેલા

આ છત્રીની વિશેષતા તેમાં લાગેલી LED લાઈટ્સ છે. તમામ લાઈટ્સ ઓન/ઓફ કરવા માટે તેમાં એક ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે. આ લાઈટ્સ છત્રીમાં લાગેલી 3 AAAની બેટરીથી ઓપરેટ થાય છે. આ છત્રીમાં વૉટરપ્રૂફ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે UV પ્રોટેક્શન પણ આપે છે. લાઈટ્સની મદદથી સામે આવતા લોકો અને વ્હિકલને પણ તે અલર્ટ કરે છે સાથે તે એક્ટ્રેક્ટિવ લુક પણ આપે છે.

3.બ્લુટૂથ અમ્બ્રેલા

આ છત્રી બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. તેમાં બ્લુટૂથ સ્પીકર મળે છે. આમ પણ ચાલુ વરસાદમાં લોકો આપમેળે સિંગિંગ કરતાં થઈ જતા હોય છે. તેથી આ છત્રી યુઝર્સને વધુ સારો મ્યૂઝિક એક્સપિરિઅન્સ આપશે. તેમાં વોલ્યુમ અને નેક્સ્ટ/પ્રિવિઅસ સોન્ગ બટન મળે છે.

તેની સાઈઝ કોમ્પેક્ટ છે, જેથી તેની સાચવણી સરળ બને છે. તેને લેપટોપ બેગ, કારના ગ્લબ બોક્સ અને કોઈ પણ સાધારણ બેગમાં રાખી શકાય છે. તેનું વજન 500 ગ્રામથી પણ ઓછું છે. તે ઓટોમેટિક ઓપન અને ક્લોઝ થાય છે.

4.કૂલિંગ ફેન અમ્બ્રેલા

આ છત્રી એ લોકો માટે છે જેમને વધારે પડતી જ ગરમી લાગે છે. આ છત્રીનાં સેન્ટરમાં એક ફેન અટેચ છે. વરસાદમાં તે રક્ષણ આપે જ છે સાથે ગરમીમાં પણ રાહત મળી રહે છે. આ છત્રી વૉટરપ્રૂફ છે. તે બેટરીથી ઓપરેટ થાય છે.

5.હૅટ અમ્બ્રેલા

બાળકોને મેદાનમાં રમતી વખતે તમે સૂર્યપ્રકાશથી બચવા માટે હેટ અમ્બ્રેલા સાથે જોયા હશે, પરંતુ રેઈન હૅટ અમ્બ્રેલા જરા હટ કે છે. તેની ડિઝાઈન ઠંડીથી બચવા માટે પહેરાતી મંકી કેપ જેવી છે. તેને કેપની જેમ પહેરાવની હોય છે. જોકે તે વરસાદથી કમર સુધીના ભાગને જ બચાવે છે.

6.ડ્રોનબેલા

આ છત્રીને તો પકડવાની પણ જરૂર રહેતી નથી. તે ડ્રોનની જેમ માથા ઉપર જ રહે છે, અને યુઝર્સને ફોલો કરે છે. જાપાનની એક કંપનીએ તેને ડેવલપ કરી છે. આ છત્રીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તેને ડ્રોનબેલા નામ આપવામાં આવ્યું છે. તેમાં એક સેન્સર લાગેલું છે, જે કનેક્ટેડ ડિવાઈસને ફોલો કરે છે. જોકે, હાલ તે વેચાણ માટે ઉપલબ્ધ નથી, તેની કિંમત આશરે 19,000 રૂપિયા હોઈ શકે છે. આ છત્રીની એક ખામી તેની બેટરી છે, જેવી ડ્રોનની બેટરી પૂરી થશે, તેવું તેનું મેજિક ગાયબ થઈ જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો