તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • VSSC Sarkari Naukri | Fireman Recruitment 2021: 13 Vacancies For Fireman Posts, Vikram Sarabhai Space Centre Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે 13 પદો પર ભરતી જાહેર કરી, 5 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટના પરિણામ આધારે કરવામાં આવશે
  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષની હોવી જોઈએ

VSSC (વિક્રમ સારાભાઈ સ્પેસ રિસર્ચ સેન્ટર), તિરુવંતપુરમે 13 પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં ફાયરમેન, લેબ ટેક્નિશિયન અને ફાર્માસિસ્ટના પદો પર નિયુક્તિ કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો 5 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 13 પદો

યોગ્યતા
આ ભરતી માટે ઉમેદવારે 10 પાસ અથવા ફાર્મસી/MLTમાં ડિપ્લોમાં કરેલું હોવું જરૂરી છે.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 35 વર્ષની હોવી જોઈએ. વધારે માહિતી માટે તમે ઓફશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખો
અરજી શરૂ થવાની તારીખ: 22 માર્ચ
અરજી કરવાની અંતિમ તારીખ: 5 એપ્રિલ

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટના પરિણામ આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી

  • General/OBC- 100 રૂપિયા
  • SC/ ST/ PwD- કોઈ ફી નહિ

સેલરી
આ પદો માટે પસંદગી પામેલા ઉમેદવારને 23,800 - 34,900 રૂપિયા સેલરી આપવામાં આવશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક ઉમેદવારો VSSCની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.