• Gujarati News
  • Utility
  • RWF Sarkari Naukri RWF Trade Apprentice Posts Recruitment 2021 Rail Wheel Factory Notification: 192 Vacancies Check Vacancy Details And How To Apply

સરકારી નોકરી:રેલ વ્હીલ ફેક્ટરીએ ટ્રેડ એપ્રેન્ટિસની 192 જગ્યા પર ભરતી જાહેર કરી, ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સ 13 સપ્ટેમ્બર સુધીમાં અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સને દર મહીને 10,899 રૂપિયાથી લઈને 12,261 રૂપિયાનો પગાર મળશે
  • ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

રેલ વ્હીલ ફેક્ટરીએ ટ્રેડ એપ્રેન્ટિસની 100 પણ વધારે જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા પર એપ્લિકેશન પ્રોસેસ 13 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 192 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 કે સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

જગ્યાની સંખ્યા - 192

જગ્યાસંખ્યા
ફિટર85
મશીનિસ્ટ31
મેકેનિક08
ટર્નર05
CNC પ્રોગ્રામિંગ કો-ઓપરેટર23
ઈલેક્ટ્રીશિયન18
ઇલેક્ટ્રોનિક મેકેનિક22

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 15થી 24 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 13 ઓગસ્ટ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 13 સપ્ટેમ્બર

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 10,899 રૂપિયાથી લઈને 12,261 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC- 100 રૂપિયા
SC/ST/Pwd- કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 13 સપ્ટેમ્બર સુધી નીચે આપેલા એડ્રેસ પર એપ્લિકેશન ફોર્મ ભરીને મોકલી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

એડ્રેસ:
સિનિયર પર્સનલ અધિકારી
પર્સનલ વિભાગ
રેલ વ્હીલ ફેક્ટરી
યેલહાન્હા, બેંગ્લોર-560064