તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Voluntary Provident Fund Earns The Same Interest As EPF, The Money Will Double In Less Than Eight Years

પર્સનલ ફાઈનાન્સ:વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડમાં EPF જેટલું વ્યાજ મળે છે, સાડા આઠ વર્ષથી ઓછા સમયમાં પૈસા ડબલ થઈ જશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જો કર્મચારી તેની ઇનહેન્ડ સેલરી ઘટાડીને PFમાં પોતાનું યોગદાન વધારે છે, તો આ વિકલ્પને VPF કહેવામાં આવે છે
  • આ સ્કીમમાં પણ અત્યારે EPF જેટલું જ એટલે કે 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે

મોટાભાગના લોકોને એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ (EPF) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) વિશે ખબર હોય છે પરંતુ વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) વિશે ઓછા લોકોને ખબર હોય છે. EPFમાં બેઝિક સેલેરીના માત્ર 12% કોન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે પરંતુ VPFમાં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. એટલે જો કોઈ કર્મચારી તેની ઇનહેન્ડ સેલરી ઘટાડે છે અને પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન વધારે છે તો આ ઓપ્શનને VPF કહેવમાં આવે છે. આ સ્કીમમાં અત્યાર સુધી EPF જેટલું જ અને PPF કરતાં વધારે વ્યાજ મળી રહ્યું છે. PPFમાં 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે તો VPFમાં 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જાણો VPF વિશે.

કોણ VPF અકાઉન્ટ ખોલી શકે છે?
તે EPFનું જ એક્સટેન્શન છે. તેના કારણે માત્ર નોકરી કરતા લોકો જ અકાઉન્ટ ઓપન કરાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ તેનો લાભ ઉઠાવી શકતા નથી. તેમાં મૂળભૂત પગારના 100 ટકા અને ડીએનું રોકાણ કરી શકાય છે. VPF વ્યાજ દર સરકાર દર નાણાકીય વર્ષે નક્કી કરે છે. 

કેવી રીતે ઓપન કરાવવું અકાઉન્ટ?
આ અકાઉન્ટને ઓપન કરાવવું સરળ છે. તમારેતમારી કંપનીના એચઆર અથવા ફાઈનાન્સ ટીમનો સંપર્ક કરવાનો રહેશે અને VPFમાં કોન્ટ્રીબ્યુશન માટે રિક્વેસ્ટ કરવાની રહેશે. પ્રોસેસ થતાં જ EPF અકાઉન્ટ સાથે VPFને જોડવામાં આવશે. અલગથી કોઈ VPFનું અકાઉન્ટ ઓપન નથી થતું. VPFના યોગદાનમાં દર વર્ષે સુધારો કરી શકાય છે. 

તેના ફાયદા શું છે?

  • આ સ્કીમ સરકારની છે, એટલા માટે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેમાં વ્યાજ પણ વધારે મળે છે
  • તેમાં મળતા વ્યાજ પર ટેક્સ નથી લાગતો. તમે તેમાં 100 ટકા યોગદાન આપી શકો છો.
  • જો તમે નોકરી બદલી રહ્યા છો તો આ અકાઉન્ટને સરળતાથી ટ્રાન્સફર કરાવી શકો છો. તેના પર તમે લોન પણ લઈ શકો છે. બાળકોની એજ્યુકેશન, હોમ લોન, બાળકોના લગ્ન વગેરે માટે લોન લઈ શકાય છે.
  • VPF અકાઉન્ટમાંથી રકમના આંશિક ઉપાડ માટે ખાતાધારકે 5 વર્ષ સુધી નોકરી કરવી જરૂરી છે, નહીં તો ટેક્સ કપાશે.
  • VPFની સંપૂર્ણ રકમ માત્ર નિવૃત્તિ પર જ ઉપાડી શકાય છે.
  • નોકરી બદલવા પર VPF ફંડને પણ EPFની જેમ ટ્રાન્સફર કરી શકાય છે.

ટેક્સ છૂટનો લાભ મળે છે
VPF પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે. EPFની જેમ જ VPF અકાઉન્ટમાં કરવામાં આવેલ રોકાણ પણ  EEE કેટેગરીમાં આવે છે એટલે કે તેમાં રોકાણ, તેના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી પિરિઅડ પૂર્ણ થવા પર મળેલ રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે.

પૈસા સાડા 8 વર્ષ પહેલા  ડબલ થઈ જશે
ફાઈનાન્સ રૂલ ઓફ 72 અંતર્ગત નજર નાખીએ તો તેમાં પૈસા સાડા 8 વર્ષ પહેલાં ડબલ થઈ જાય છે. VPFમાં અત્યારે 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. 72/8.5=8.47  વર્ષમાં પૈસા ડબલ થઈ જશે. 

PPFની સરખામણીએ વધારે વ્યાજ મળે છે
PPFમાં અત્યારે 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે ફાઈનાન્સ રૂલ ઓફ 72 અંતર્ગત જોવા જઈએ તો તેમાં પૈસા ડબલ થવામાં 10 વર્ષ કરતાં વધારે સમય લાગે  છે. અટલે કે VPFમાં 1.50 વર્ષ પહેલાં તમારા પૈસા ડબલ થઈ જશે. 

અન્ય સમાચારો પણ છે...