તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Volkswagen Launches Polo And Vento Special Edition Models In Red And White, Starting At Rs 9.20 Lakh

ન્યૂ લોન્ચ:ફોક્સવેગને પોલો અને વેન્ટોનાં રેડ અને વ્હાઇટ કલરમાં સ્પેશિયલ એડિશન મોડેલ લોન્ચ કર્યાં, પ્રારંભિક કિંમત 9.20 લાખ રૂપિયા

દિલ્હી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલો રેડ એન્ડ વ્હાઇટ સ્પેશિયલ એડિશનની કિંમત 9.20 લાખ રૂપિયા છે, જે હાઇલાઇન પ્લસ AT વેરિઅન્ટ જેટલી જ છે
 • સ્પેશિયલ એડિશન વેન્ટોની કિંમત 11.49 લાખ રૂપિયા છે, જે હાઇલાઇન AT ટ્રીમ કરતાં લગભગ 70,000 રૂપિયા સસ્તી છે

ફોક્સવેગને પોલો અને વેન્ટોની રેડ એન્ડ વ્હાઇટ એડિશન લોન્ચ કરી દીધી છે. ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવેલાં આ બંને મોડેલ્સ એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ છે. 9.20 લાખ રૂપિયાની કિંમત સાથે લોન્ચ થયેલી સ્પેશિયલ એડિશન હેચબેક પોલો હાઇલાઇન પ્લસ AT ટ્રીમ પર બેઝ્ડ છે, જ્યારે લિમિટેડ એડિશન વેન્ટો મિડ-સાઇઝ સિડેન હાઇલાઇન AT ટ્રીમ પર બેઝ્ડ છે, જેની કિંમત 11.49 લાખ રૂપિયા છે.

1. ફોક્સવેગન પોલો રેન્ડ એન્ડ વ્હાઇટ સ્પેશિયલ એડિશન ફીચર્સ અને એન્જિન ડિટેલ્સ

 • નવું પોલો વેરિઅન્ટ કેન્ડી વ્હાઇટ, સનસેટ રેડ અને ફ્લેશ રેડ કલર સ્કીમમાં અવેલેબલ છે. કેન્ડી વ્હાઇટ, સનસેટ રેડ કલર વેરિઅન્ટમાં બ્લેક આઉટ રૂફ, સ્પોઇલર વિંગ મિરર આપવામાં આવ્યા છે, જ્યારે ફ્લેશ રેડમાં આ એલિમેન્ટ્સને વ્હાઇટ કલરમાં પેઇન્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફ્રંટ ફેન્ડર્સ પર 'Red&White' બેજિંગ અને દરવાજા પર ડિકલ્સ પેકેજ સારો લુક આપે છે.
 • પોલો હાઇલાઇન પ્લસ AT પર બેઝ્ડ લિમિટેડ એડિશન વેરિઅન્ટ બેચબેકમાં એકસમાન જ ડ્રાઇવટ્રેન અને ફીચર લિસ્ટ જોવા મળશે. તેમાં 110hp પાવર જનરેટ કરનારું 1.0 લિટર, થ્રી સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જેને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
 • તેમાં 16 ઇંચનાં એલોય વ્હીલ્સ, લેધર રેપ્ડ સ્ટિયઅરિંગ વ્હીલ અને ગિયર નોબ, 6.5 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, ઓટોમેટિક એર કન્ડિશનીંગ, ક્રુઝ કંટ્રોલ, રેઈન-કેસિંગ વાઇપર, ઓટો ડિમિંગ ઇનસાઇડ રિઅર વ્યુ મિરર, ફોગ લેમ્પ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, રિઅર પાર્કિંગ સેન્સર, ABS, ESC અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવાં ફીચર્સ સામેલ છે.
 • પોલો રેડ એન્ડ વ્હાઇટ સ્પેશિયલ એડિશનની કિંમત હાઇલાઇન પ્લસ AT વેરિઅન્ટ સમાન જ છે. જો કે, તેની કિંમત પોલો કિંમત હાઇલાઇન પ્લસ એટી વેરિએન્ટ જેવી જ છે. જો કે, તેની કિંમત પોલો GT TSI ATથી 47,000 રૂપિયા ઓછી છે.

ફોક્સવેગન પોલો પ્રાઇસ લિસ્ટ (16 ઓક્ટોબર 2020 અનુસાર)

વેરિઅન્ટકિંમત (એક્સ શો રૂમ, ભારત)
1.0 MPI ટ્રેન્ડલાઇન5.88 લાખ રૂ.
1.0 MPI કમ્ફર્ટલાઇન પ્લસ6.82 લાખ રૂ.
1.0 TSI હાઇલાઇન પ્લસ8.09 લાખ રૂ.
1.0 TSI હાઇલાઇન પ્લસ AT9.20 લાખ રૂ.
1.0 TSI હાઇલાઇન પ્લસ AT (રેડ એન્ડ વ્હાઇટ એડિશન)9.20 લાખ રૂ.
GT TSI AT9.67 લાખ રૂ.

2. ફોક્સવેગન વેન્ટો રેડ એન્ડ વ્હાઇટ સ્પેશિયલ એડિશન ફીચર્સ અને એન્જિન ડિટેલ્સ

 • વેન્ટો રેડ અને વ્હાઇટ સ્પેશિયલ એડિશન પોલોની જેમ જ સ્ટાઇલ એલિમેન્ટ્સ દર્શાવે છે. જો કે, તેમાં ફ્લેશ રેડ કલર ઓપ્શન નહીં મળે.
 • તેમાં પણ ફોક્સવેગનનું નવું 110hp જનરેટ કરનારું 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જેને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
 • જો કે, મિડ સાઇઝ સિડેનનું લિમિટેડ વેરિઅન્ટ સેકન્ડ ટોપ વેન્ટો હાઇલાઇન AT ટ્રીમ પર બેઝ્ડ છે અને તેમાં ટોપ સ્પેક વેરિઅન્ટનાં કેટલાક ફીચર્સ જેવાં કે LED હેડલેમ્પ, DRLs, 16 ઇંચના એલોય વ્હીલ્સ, લેધર અપહોલ્સ્ટ્રી, રિઅર પાર્કિંગ કેમેરા અને સાઇડ એરબેગ્સ આપવામાં નથી આવી.
 • તેમ છતાં તેમાં 15 ઇંચના એલોય વ્હીલ્સ, લેધર રેપ્ડ સ્ટિયરીંગ વ્હીલ અને ગિયર નોબ, 6.5 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્માર્ટફોન કનેક્ટિવિટી, ક્રુઝ કંટ્રોલ, રેન્સ-સેન્સિંગ વાઇપર્સ, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, ઓટો-ડિમિંગ વાળા રિઅર-વ્યૂ મિરર, ફોગ લેમ્પ્સ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, ABS અને રિઅર પાર્કિંગ સેન્સર જેવાં ફીચર્સ અવેલેબલ છે.
 • કંપનીએ સ્પેશિયલ એડિશન વેન્ટોની કિંમત 11.49 લાખ રૂપિયા રાખી છે, જે હાઈલાઈન AT ટ્રીમની કિંમત કરતાં લગભગ 70,000 રૂપિયા ઓછી છે.

ફોક્સવેગન વેન્ટો પ્રાઇસ લિસ્ટ (16 ઓક્ટોબર 2020 અનુસાર)

વેરિઅન્ટકિંમત (એક્સ શો રૂમ, ભારત)
1.0 TSI ટ્રેન્ડલાઇન8.94 લાખ રૂ.
1.0 TSI કમ્ફર્ટલાઇન પ્લસ10.00 લાખ રૂ.
1.0 TSI હાઇલાઇન10.00 લાખ રૂ.
1.0 TSI હાઇલાઇન પ્લસ12.08 લાખ રૂ.
1.0 TSI હાઇલાઇન પ્લસ AT (રેડ એન્ડ વ્હાઇટ એડિશન)11.49 લાખ રૂ.
1.0 TSI હાઇલાઇન પ્લસ AT12.19 લાખ રૂ.
GT TSI AT13.40 લાખ રૂ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો