તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Vodafone Launches Rs 699 RED MAX Postpaid Plan, Find Out What Features It Will Get

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ પ્લાન:વોડાફોને 699 રૂપિયાનો RED MAX પોસ્ટપેઈડ પ્લાન લોન્ચ કર્યો, જાણો તેમાં કઈ સુવિધાઓ મળશે

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ પ્લાનનો લાભ એક યુઝર્સને જ મળશે
 • અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મળશે
 • કંપની એમેઝોન પ્રાઈમ વીડિયો, zee5, SUN NXT અને વોડાફોન પ્લેનું સબસ્ક્રિપ્શન પણ ઓફર કરે છે

ટેલિકોમ કંપની વોડાફોને પોસ્ટપેઈડ યુઝર્સ માટે 699 રૂપિયાનો RED MAX પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં કંપની અનલિમિટેડ ડેટા અને કોલિંગ ઓફર કરે છે. સાથે જ OTT પ્લેટફોર્મ એક્સેસની પણ સુવિધા આપે છે.

OTT પ્લેટફોર્મના એક્સેસ સહિતની અનેક સુવિધાઓ મળશે
આ પ્લાનમાં યુઝર્સને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. અન્ય પ્લાનની જેમ આ પ્લાનમાં પણ 100 SMSની સુવિધા મળે છે. જોકે આ પ્લાન માત્ર 1 કનેક્શનનો જ છે. અર્થાત આ પ્લાનનો લાભ 1 જ યુઝર્સને મળી શકે છે. આ પ્લાન સાથે કંપની એમેઝોન પ્રાઈમ વીડિયો, zee5, SUN NXT અને વોડાફોન પ્લેનું સબસ્ક્રિપ્શન આપે છે. જોકે તેમાં નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન નહીં મળે. હાલ આ પ્લાન આંધ્રપ્રદેશ અને તેલંગાણા સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેને ગુજરાત સહિતના અન્ય સર્કલ્સ માટે પણ લોન્ત કરવામાં આવશે. આ પ્લાનનો લાભ આઈડિયા યુઝર્સ પણ લઈ શકે છે.

RED MAXના અન્ય પ્લાન્સ
વોડાફોનના સિંગલ કનેક્શન માટે 399 રૂપિયા, 499 રૂપિયા અને 649 રૂપિયાનો પ્લાન પણ એક્ટિવ છે. આ પ્લાન તમામ સર્કલ માટે ઉપલબ્ધ છે.

399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 200 GB રોલ ઓવર ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ, પ્રતિ દિવસ 100 SMSની સુવિધા મળે છે. કંપની zee5 અને વોડાફોન પ્લેનું સબસ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.

499 રૂપિયા
આ પ્લાનમાં 200 GB રોલ ઓવર ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMS મળે છે. એેમેઝોન પ્રાઈમ, zee5 અને વોડાફોન પ્લેનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.

1099 રૂપિયા
આ પ્લાનમાં 699 રૂપિયાના પ્લાનમાં મળતી સુવિધાઓ ઉપરાંત એરપોર્ટ લૉજની સુવિધા મળશે. જોકે તેમાં zee5નું સબસ્ક્રિપ્શન નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો