તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Vodafone Idea Became Vi; The Company Is Offering Several Plans With Validity Ranging From 28 To 365 Days, These Will Get Many Benefits Including Unlimited Calling And Data

ટેલિકોમ:વોડાફોન-આઇડિયા Vi બની; કંપની 28થી 365 દિવસ સુધીની વેલિડિટીવાળા ઘણા પ્લાન ઓફર કરી રહી છે, તેમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા સહિત અનેક ફાયદા મળશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની 28 દિવસની વેલિડિટીવાળા 4 પ્લાન ઓફર કરી રહી છે
  • Viનો હાલનો પ્રીપેડ પ્લાન 19 રૂપિયાથી શરૂ થાય છે

ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા હવે ‘Vi’ બની ગઈ છે. Viમાં V એટલે વોડાફોન અને i એટલે આઈડિયા છે. કંપનીના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન નવી Vi વેબસાઈટ પર લિસ્ટેડ છે. હવે તમે https://www.myvi.in/ પર વોડાફોન-આઈડિયા એટલે કે, Viના તમામ પ્લાન જોઈ શકો છો. Viનો હાલનો પ્રીપેડ પ્લાન 19 રૂપિયાથી શરૂ થાય છે. 19 રૂપિયાવાળા પ્લાનમાં 200MB ડેટા અને કોઈપણ નેટવર્ક પર લોકલ/નેશનલ અનલિમિટેડ કોલ 2 દિવસની વેલિડિટીની સાથે મળે છે. અમે તમને Viના 28, 56, 84, અને 365 દિવસની વેલિડિટીવાળા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

28 દિવસની વેલિડિટીવાળો પ્લાન

  • 149 રૂપિયાનો પ્લાન 28 દિવસના આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે તેમાં 3GB ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો પણ છે.
  • 219 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 1GB ડેટા મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તે ઉપરાંત અનલિમિટેડ કોલ અને 100 SMS દરરોજ ફ્રીમાં મળશે.
  • 249 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા મળશે. તે ઉપરાંત અનલિમિટેડ કોલની સુવિધા ઉપલબ્ધ છે. પ્લાનમાં 100 SMS દરરોજ મળશે.
  • 299 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 4GB ડેટા મળશે. પ્લાનમાં 100 SMS દરરોજ મળશે.

56 દિવસની વેલિડિટીવાળો પ્લાન

  • 269 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં તમને કુલ 4GB ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં તમને કુલ 600 લોકલ/નેશનલ SMS પણ મળશે.
  • 399 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળશે. અત્યારે આ પ્લાનમાં 5 GB એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે.
  • 449 રૂપિયાનો પ્લાન વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં તમને દરરોજ 4GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળશે.

84 દિવસની વેલિડિટીવાળો પ્લાન

  • 379 રૂપિયાનો પ્રીપેડ પ્લાન આ પ્લાનની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગનો લાભ મળે છે. તે ઉપરાંત યુઝર્સને તેની સાથે ફ્રી નેશનલ રોમિંગ અને કુલ 1,000 ફ્રી નેશનલ SMSનો પણ લાભ આપવામાં આવે છે. આ પ્લાન ખાસ કરીને ઓછા ડેટાનો ઉપયોગ કરતા યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને કુલ 6GB ડેટા મળે છે.
  • 599 રૂપિયાનો પ્રિપેડ પ્લાન આ પ્લાનમાં ગ્રાહકને બધા નેટવર્ક્સ પર અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 100 ફ્રી નેશનલ SMSનો લાભ પણ આપવામાં આવે છે. તે ઉપરાંત દરરોજ 1.5GB ડેટા મળે છે. આ પ્લાનમાં પણ Vodafone Play અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. અત્યારે આ પ્લાનમાં 5 GB એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે.
  • 699 રૂપિયાનો પ્રિપેડ પ્લાન આ પ્લાન સાથે ડબલ ડેટા બેનિફિટ્સ ઓફર આપવામાં આવે છે. યાને કે આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 4GB ડેટા પણ મળે છે. આ પ્લાન સાથે પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. યુઝર્સને આમાં ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 10 ફ્રી નેશનલ SMSનો લાભ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં પણ Vodafone Play અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

365 દિવસની વેલિડિટીવાળા પ્લાન

  • 1,499 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગ સાથે આખા વર્ષ માટે કુલ 24GB ડેટા મળે છે. તેમાં દરરોજ 100SMSની સુવિધા પણ મળશે.
  • 2,399 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 1.5GB ડેટા અને ડેઇલી 100 SMS મળે છે. તેમજ વોડાફોન યુઝર્સને Vodafone Play અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

નોંધઃ ફાઈનલ પ્લાન્સ માટે કંપનીની વેબસાઈટ જોવી.

અન્ય સમાચારો પણ છે...