તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળામાં સાવધાની સાથે મુસાફરી કરવી:ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે રોડ એક્સિડન્ટ થાય છે, કાર-બાઈક ચલાવતા સમયે આટલી બાબતોનું ધ્યાન રાખવું

4 મહિનો પહેલાલેખક: કાર્તિક સાગર સમાધિયા

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં તાપમાનમાં જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેનાથી લાગે છે કે આ વખતે દેશમાં વધારે ઠંડી પડવાની છે. આ સમય જ હોય છે જ્યારે ધુમ્મસને કારણે ગાડી ડ્રાઈવ કરતા લોકોને વિઝિબિલિટી સમસ્યાનો સામનો કરવો પડે છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીના એક ડેટા અનુસાર, સમગ્ર દેશમાં ધુમ્મસના કારણે 2018માં 28.02 હજાર અકસ્માત થયા હતા, અને 2019માં આ આંકડો 19.9% વધીને 33.60 હજાર થઈ ગયો. 2018માં અકસ્માતમાં 11.84 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને 25.26 હજાર લોકો ઘાયલ થયા હતા. 2019માં 13.40 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને 30.77 હજાર લોકો ઘાયલ થયા હતા.

આ આંકડાઓનું પુનરાવર્તન કરતાં ઈન્દોરમાં સીનિયર ટ્રાફિક કોન્સ્ટેબલ અને એક્સપર્ટ રંજીત સિંહ જણાવે છે કે, નાનકડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે ઘરેથી બહાર જતા સમયે ખાસ સાવધાની રાખવી ખાસ કરીને ધુમ્મસ હોય તે દરમિયાન. કેમ કે, આ સમયે સૌથી ઓછી વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ધુમ્મસમાં ગાડી ચલાવતા પહેલા આટલી બાબતનું ધ્યાન રાખવું.

  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમે ઘરેથી બહાર જાવ છો ત્યારે એવું ધારીને જવું કે ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી હશે નહીં. આ દરમિયાન જો બાઈક અથવા કારથી જઈ રહ્યા છો તો તમારી ગાડીની હેડલાઈટને અપર મોડ પર રાખો.
  • ધુમ્મસમાં ગાડી ચલાવતા સમયે તમારી બાઈક અથવા કારની સ્પીડ 40 કિમીથી વધારે ન હોવી જોઈએ. કેમ કે, વધારે સ્પીડમાં ગાડીને રોકવી મુશ્કેલ હોય છે, જેના કારણે સામે આવતી ગાડી સાથે અકસ્માત થઈ શકે છે.
  • ઘરેથી બહાર જતા સમયે એ સુનિશ્ચિત કરો કે કાર અને બાઈકની તમામ લાઈન ઓન રાખવી. બાઈક ચલાવતા સમયે ખાસ કરીને બ્રેક લાઈટ અને ઈન્ટિકેટરનો ઉપયોગ કરવો.
  • ધુમ્મસમાં કાર અથવા બાઈક ડ્રાઈવ કરતા સમયે પાર્કિંગ લાઈટ પણ ચાલુ રાખવી. તેનાથી આગળ અને પાછળથી આવતી ગાડીના ડ્રાઈવરને તમારી ગાડી જોવામાં સરળતા રહે છે.
  • કારમાં રિફ્લેક્ટર બેલ્ટ લગાવવો જરૂરી છે. ખાસ કરીને ટ્રક અને ટ્રેક્ટર પર હોવો જોઈએ. કારણ કે આ લોડિંગ વાહનોમાં સામેલ છે અને ગમે ત્યાં પાર્ક કરવામાં આવે છે. જો આ વાહનો પર બેલ્ટ હશે તો બાઈક અને કાર ડ્રાઈવરને સરળતાથી દેખાઈ શકે છે.
  • જો તમે ઓફિસ, દુકાન ખોલવા કે બીજા કામ માટે સવારે જઈ રહ્યા છો તો આ માટે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે. જો સમય પહેલાં ઘરેથી નીકળી જશો તો રશ ડ્રાઈવિંગ નહીં થાય. તેનાથી અકસ્માતનું જોખમ પણ ઓછું થઇ જશે.
  • ધુમ્મસ વખતે બાયપાસ, સુપર-કોરિડોર કે નેશનલ હાઈવે પર કાર ચલાવતા સમયે આપણને લેન સિસ્ટમ વિશે જાણકારી હોવી જોઈએ. જો તમે થ્રી લેન રોડ પર કાર ચલાવી રહ્યા છો તો ખબર હોવી જોઈએ કે કઈ લેન પર કઈ કાર ચલાવવી જોઈએ.
  • લેન 1 ટ્રક કે મોટી કાર માટે હોય છે. તેમાં ડ્રાઈવરએ માનીને ચાલે છે કે આ લેણ પર બીજું કોઈ વાહન નહિ આવે. આ સમયે આ વાહનોની ઝડપ 80 કિમી હોય છે. લેન-2 પર કાર ચલાવવી જોઈએ, તેની સ્પીડ 40થી 60 કિમી સુધીની રાખવી જોઈએ અને લેન-3 જે રસ્તાની લેફ્ટ બાજુએ હોય છે ત્યાં બાઈક જે ટુ-વ્હીલર ચલાવવા જોઈએ. તેની સ્પીડ 40થી વધારે ના હોવી જોઈએ.

શિયાળામાં રનિંગથી ફિટનેસ વધારી શકાય છે, પરંતુ ખોટી રીત તમને નુકસાન પહોંચાડી શકે છે

યોગ્ય લેન પર ડ્રાઈવ કરો અને દરેક લાઈટ ચાલુ રાખો

  • નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, ધુમ્મસ દરમિયાન જો તમે કારમાં સફર કરી રહ્યા છો તો સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન હંમેશાં રશ ડ્રાઈવિંગથી બચવું જોઈએ. હેડલાઈટ હંમેશાં અપર સાઈડ પર ચાલુ રાખવી જોઈએ, જો ઓવરટેક કરી રહ્યા છો તો અપર મોડનો ઉપયોગ કરો. જો સામેથી કોઈ કાર ક્રોસ કરી રહ્યા છો તો હેડલાઈટ ડીપર કરો. ઘણીવાર હાઈવે પર મોટા વાહનો અપર-ડીપર ઈન્સ્ટ્રક્શન સમજે છે. તેમને ઘણીવાર હોર્ન સંભળાતા નથી. આ ઉપરાંત જ્યારે આપણે હાઈવે પર સફર કરીએ છીએ ત્યારે લેન સિસ્ટમનું પાલન કરવું જોઈએ. કારમાં બેસતી વખતે સીટ બેલ્ટ અવશ્ય ફેરવો, જેથી પાવર બ્રેક મારવામાં સરળતા રહે.

બાઈક ધીમે ચલાવો, ઈન્ડિકેટરનો ઉપયોગ કરતા રહો

  • નિષ્ણાતના જણાવ્યા મુજબ, જો તમે બાઈક પર જઈ રહ્યા છો તો હેલમેટ અને ગ્લવ્ઝ ચોક્કસ પહેરો. ઘરેથી સમયસર નીકળો જેથી રશ ડ્રાઈવિંગ ના કરવું પડે. ગાડીની સ્પીડ સ્લો રાખો અને રોડની લેફ્ટ સાઈડમાં ચલાવો. મોટા વાહનોને ઓવરટેક ના કરવું. આ ઉપરાંત ટર્ન લેતા સમયે ઈન્ડિકેટરનો ઉપયોગ કરતા રહો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો