• Gujarati News
  • Utility
  • Violence Against Women Statistics India Updates; Highest Rates In Uttar Pradesh Delhi Haryana Maharashtra

મુશ્કેલીભર્યું 2020:મહિલાઓ વિરુદ્ધ હિંસાની 23,722 ફરિયાદો, આ આંકડો 6 વર્ષમાં સૌથી વધારે, જાણો કેસ કેમ વધ્યા?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2020માં કોરોનાને લીધે લોકડાઉન થયું અને લોકો ઘરમાં કેદ થયા. આ દરમિયાન સૌથી વધારે મુશ્કેલીઓ મહિલાઓની વધી અને તેમણે પહેલા કરતાં વધારે હિંસાનો સામનો કરવો પડ્યો. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ને 2020માં મહિલાઓ વિરુદ્ધ હિંસાની 23,722 ફરિયાદ મળી. આ આંકડો 6 વર્ષમાં સૌથી વધારે છે.

આયોગ પ્રમાણે, કુલ ફરિયાદમાં એક ચતુર્થાંશ એટલે કે 5,294 ઘરેલું હિંસા સાથે જોડાયેલી હતી. એટલે આ કહેવું ખોટું નથી કે મહિલાઓ ઘરે સુરક્ષિત નથી. દેશમાં ઘણી મહિલાઓ તો ડરને લીધે ફરિયાદ કરી શકતી નથી.

ફરિયાદો ક્યાં-ક્યાંથી આવી?
NCWનાં જણાવ્યા પ્રમાણે, સૌથી વધારે 11,872 ફરિયાદો ઉત્તર પ્રદેશમાંથી મળી. એ પછી દિલ્હીમાં 2,635, હરિયાણામાં 1,266 અને મહારાષ્ટ્રમાં 1,188 ફરિયાદ મળી.

માતા-પિતાનો ઈમોશનલ સપોર્ટના મળવો એ સૌથી મોટું કારણ
NCWનાં અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, આર્થિક બિન સુરક્ષા, તણાવનો વધારો, ચિંતા અને માતા-પિતાનો ઈમોશનલ સપોર્ટ ના મળવાને લીધે 2020માં ઘરેલું હિંસાના કેસ વધ્યા. પતિ-પત્ની માટે ઘર ઓફિસ અને બાળકો માટે સ્કૂલ-કોલેજ બની ગયું. આ દરમિયાન મહિલાઓએ એકસાથે ઘણા બધા કામ કરવા પડ્યા. આથી 6 વર્ષમાં સૌથી વધારે ફરિયાદ 2020માં મળી.
આની પહેલાં 2014માં 33,906 ફરિયાદ આવી હતી.

લોકડાઉન અને મહિલાઓની તકલીફો
જ્યારે દેશમાં લોકડાઉન થયું તે સમયે NCW પાસે ઘરેલું હિંસાનો ઢગલો થઈ ગયો હતો. ઘરેલું હિંસાની ફરિયાદ જુલાઈ મહિનામાં વધારે વધી. સંયુક્ત રાષ્ટ્રના અભિયાનમાં હાલમાં જોડાયેલી મોડલ અને એક્ટ્રેસ માનુષી છીલ્લરે કહ્યું કે, દરેક જગ્યાએ મહિલાઓ અલગ-અલગ હિંસાનો શિકાર થાય છે અને આ જોઇને મને દુઃખ થાય છે. મહિલાઓએ હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.

માનુષીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. તેને સંયુક્ત રાષ્ટ્રના ‘ઓરેન્જ ધ વર્લ્ડ’ નામના ગ્લોબલ અભિયાનમાં સામેલ કરી છે, તેનો હેતુ મહિલાઓ વિરુદ્ધ જેન્ડર બેઝ્ડ વાયોલન્સને લઈને જાગૃકતા ફેલાવાનો છે.