• Gujarati News
  • Utility
  • Vietjet Plans To Expand Network In India, Direct Flights From Ahmedabad To Vietnam To Start From October

નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સનો શુભારંભ:વિયેતજેટનું ભારતમાં નેટવર્ક મોટું કરવાનું આયોજન, ઓકટોબરથી શરૂ કરશે અમદાવાદથી વિયેતનામની સીધી ફ્લાઇટ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતનાં મુખ્ય શહેરોને વિયેતનામ સાથે જોડતાં નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સના પ્રારંભના પગલે વિયેતજેટ દ્વારા ભારતીય બજારમાં નેટવર્ક મોટું કરવાના પ્લાનના અમલીકરણ અંગે એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ઓકટોબર મહિનાથી અમદાવાદથી વિયેતનામની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. આ નવી ફ્લાઇટ સેવાના માધ્યમથી અમદાવાદને હેનોઈ, દા નાંગ અને હો ચી મિન્હ (સાઇગોન) શહેરને જોડવાનું આયોજન છે જે વિયેતનામનાં સૌથી જાણીતાં વ્યવસાય અને પર્યટન માટેનાં શહેરો છે.

આ નવા રૂટ્સ 2022ના ચોથા ત્રિમાસિકગાળા એટલે કે ઓકટોબર સુધીમાં ચાલુ કરવામાં આવશે. આ એરલાઇન દ્વારા વર્ષના અંત સુધીમાં ભારતનાં બીજાં મેગાસીટીમાં પણ નવી ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવાનું પણ આયોજન છે.

એરલાઇન દ્વારા તાજેતરમાં નવી દિલ્હી, મુંબઇથી હેનોઇ અને હો ચી મિન્હ શહેરને જોડતાં નવા ડાયરેક્ટ રૂટ્સના પ્રારંભ બાદ આ જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં મુંબઇ તેમજ દિલ્હીને દક્ષિણ-પૂર્વ એશિયાનાં લોકપ્રિય બીચ ‘ફુ ક્વોક’ આઇલેન્ડ સાથે જોડવાનું આયોજન છે, જે સપ્ટેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. નવી ડાયરેક્ટ ફ્લાઇટ્સ ભારતીય મુલાકાતીઓને વિયેતનામની મુસાફરી કરવાનું સરળ અને પરવડે તેવું બનાવવાની સાથે-સાથે, દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય સ્થળો બાલી, બેંગકોક, કુઆલાલમ્પુર અને સિંગાપોરને તેમજ આગળ ઉત્તર-પૂર્વ એશિયાના સિઓલ, બુસાન, ટોક્યો, ઓસાકા, ફુકુઓરા, નાગોયા અને તાઇપેઇ વગેરે શહેરોને પણ જોડશે.

વિયેતનામે કોવિડ-19 સંબંધિત લાગુ કરવામાં આવેલાં અવર-જવર માટેનાં તમામ નિયમનોને હટાવી દીધા છે અને પ્રવાસીઓ અહીં સંપૂર્ણપણે મહામારી પહેલાંની જેમ જ પર્યટનનો આનંદ માણી શકે છે. ભારતમાંથી આવતાં મુસાફરો ઈ-વિઝા માટે સરળતાથી અરજી કરી શકે છે અને તેમના વિયેતનામના પ્રવાસનો આનંદ માણી શકે છે.દક્ષિણ-પૂર્વ એશિયાનાં હાર્દમાં આવેલું અને ભવ્ય સંસ્કૃતિ, વિવિધ કુદરતી મનોહર દૃશ્યો, સ્વાદિષ્ટ ભોજન અને મૈત્રીપૂર્ણ સ્થાનિક લોકોનું ઘર એવું વિયેતનામ તાજેતરનાં વર્ષોમાં ‘લોકપ્રિય પર્યટન સ્થળ’ તરીકે ઉભરી આવ્યું છે અને દુનિયાભરમાંથી વધુને વધુ લોકોને આકર્ષી રહ્યું છે અને અગ્રણી વૈશ્વિક પ્રવાસન મેગેઝિનમાં નિયમિતધોરણે તેની પ્રશંસા થઇ રહી છે. ભારતીય પર્યટકો માટે પણ તે આકર્ષકનું સ્થળ બન્યું.