તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Video Dates May Attract The Person In Front, But There Is No Chemistry In Real Life

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું વર્ચ્યુઅલ ડેટ્સ ફાયદાકારક છે?:વીડિયો ડેટ્સમાં સામેના વ્યક્તિથી આકર્ષિત થઈ શકીએ છીએ, પરંતુ રિયલ લાઈફમાં કોઈ કેમેસ્ટ્રી હોતી નથી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના લોકડાઉનને લીધે લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. ભારતમાં ઈમર્જન્સીમાં જ ઘરની બહાર જવાના આદેશ હતા. લોકો એકલા પડી ગયા હતા. આપણું હ્યુમન બિહેવિયર છે કે જ્યારે પણ આપણે એકલા પડીએ ત્યારે આપણે લોકો સાથે વાત કરવી હોય છે. કોઈનો સાથ શોધીએ છીએ. કોરોનામાં વીડિયો કોલના માધ્યમથી લોકો એકબીજા સાથે જોડાયા. ઘણા લોકો એકબીજાથી આકર્ષિત પણ થયા. અમુકે એકબીજા સાથે વીડિયો ડેટ્સ પણ કરી, પરંતુ લોકડાઉન પછી રિયલ લાઈફમાં રિલેશનશિપમાં કોઈ પણ કેમેસ્ટ્રીના દેખાઈ.

24 વર્ષની અમેરિકન એક્ટ્રેસ સેસે બોયકીન્સ લોકડાઉનમાં ઘણા પ્રકારના અનુભવમાંથી પસાર થઈ ચૂકી છે. તે લોકડાઉનમાં 26 વર્ષની એલી સાથે વીડિયો ડેટ્સ કરી રહી હતી. તે સમયે બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી હતી. બંનેની વાતચીત ઈન્સ્ટાગ્રામ પર ચાલુ થઇ. લોકડાઉન પહેલાં બંને થીએટરમાં મળ્યા હતા. તેમને લાગતું હતું કે આગળ જઈને તેઓ રિલેશનશિપમાં આવશે. બોયકીન્સે કહ્યું, અમે બંને એકબીજા સાથે વીડિયોમાં ચેટિંગ કરતા હતા અને બાકીના સમયે ફોન પર વાત કરતા હતા.

ઓનલાઈન ડેટિંગ કેટલું અસરકારક?

  • વધુમાં બોયકીન્સે કહ્યું કે, ચાર મહિના વીડિયો ડેટિંગ પછી અમારા બંને વચ્ચે વધારે વાતો પણ થવા લાગી હતી. મને યાદ નથી કે સ્કૂલ પછી ક્યારે આટલો ટાઈમ પછી વાત કરી હોય. અમે બંને એકબીજા પાસેથી ઘણું બધું શીખ્યા. તે સમયે લાગતું હતું કે અમે બંને રિલેશનશિપમાં હતા.
  • પરંતુ જ્યારે બોયકીન્સ જુલાઈ મહિનામાં ન્યૂયોર્ક આવી તો તેણે એલીને પોતાના ફ્લેટ પર રહેવા બોલાવી. આ ડેટ વીડિયોથી એકદમ અલગ હતી. રિયલ લાઈફમાં બંને વચ્ચે કોઈ કેમેસ્ટ્રી નહોતી.
  • બોયકીન્સ જણાવે છે કે આ વાતનું તેમને દુ:ખ છે. તેઓ બંને એકબીજાને સમજવા લાગ્યા હતા, જ્યારે વાસ્તવિકતા અલગ જ હતી. હવે તેમણે નક્કી કર્યું કે આગળ જતાં ક્યારેય તેઓ આ પ્રકારના રિલેશનશિપમાં નહિ આવે. બોયકીન્સનું માનવું છે કે, જરૂરી નથી કે જેની સાથે ફોન અથવા વીડિયો ચેટિંગ કરી રહ્યા હો તે અસલ જિંદગીમાં પણ એવો જ હોય.
  • બોયકીન્સ જેવા અનેક લોકો છે. જેમણે આ રીતે દુ:ખ થયું હશે. આ ઘટના પછી સવાલ એ છે કે શું એક્ચ્યુઅલ ડેટિંગ કરતાં વીડિયો ડેટિંગ સારું છે? તેના માટે એક્સપર્ટ શું વિચારે છે?

એક્સપર્ટ્સનો મત શું છે?

  • મેરેજ ફેમિલી થેરપિસ્ટ જેક્લીન મેંડેજ જણાવે છે કે, વીડિયો ડેટ્સ કરતાં સમયે લોકો ઘણા ફેમિલિયર હોય છે. સરળતાથી તેઓ સામેવાળી વ્યક્તિ પર ભરોસો કરી લેતાં હોય છે. જોકે આ આદત ખોટી છે. તેમને એમ લાગે છે કે તેઓ સામેવાળી વ્યક્તિને હવે ઓળખવા લાગ્યા છે, પરંતુ તેમનો એક પક્ષ જ સમજી શકાય છે.
  • જેક્લીન કહે છે કે વીડિયોમાં વ્યક્તિનું પ્રેઝન્ટેશન હોય છે જે બનાવટી પણ હોઈ શકે છે. ઘણી વખત આપણે આ જ કારણે એટ્રેક્ટ થતા હોઈએ છીએ.
  • જેક્લીન જણાવે છે કે ઘણી વાર સારા બિહેવિયરને લીધે આપણે સામેવાળી વ્યક્તિ વિશે વધારે પડતું વિચારવા લાગીએ છીએ. તેની પર્સનાલિટી માટે મનમાં એક ફેન્ટસી ડેવલપ થઈ જાય છે. વીડિયો ડેટ્સના આધારે આપણે વ્યક્તિને ઈમેજિન કરવા લાગીએ છીએ.
  • વીડિયો ડેટ્સ દરમિયાન આપણને લાગવા લાગે છે કે આપણે સામેની વ્યક્તિ વિશે બધું જાણીએ છીએ, જે એકદમ ખોટું છે. તમે જે વ્યક્તિને ડેટ કરી રહ્યા હોવ અને તે શારીરિક રીતે હાજર ન રહેતા હોય તો તેને સંપૂર્ણ રીતે જાણી શકતા નથી.

ઓનલાઇન ડેટિંગમાં સામેવાળી વ્યક્તિની બોડી લેન્ગ્વેજ વાંચવી મુશ્કેલ

  • એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, વીડિયો ડેટ દરમિયાન આપણે સામાન્ય રીતે લોકો તરફ આકર્ષિત થઈ શકીએ છીએ. આનાં ઘણાં કારણો છે. દાખલા તરીકે, તેમનો અવાજ ગમવા લાગવો. તેમનું રમૂજ પણ આકર્ષિત કરી શકે છે.
  • આપણે જે વ્યક્તિ તરફ આકર્ષિત થઈએ છીએ તેના માટે તે વ્યક્તિનું સામે હોવું જરૂરી છે. વીડિયો ડેટિંગનો સૌથી મોટો ગેરલાભ એ છે કે આપણે સામેવાળી વ્યક્તિને સંપૂર્ણ રીતે જોઈ નથી શકતા. તેના જેશ્ચરને સમજી શકતા નથી.
  • બિહેવિયર એક્સપર્ટ અને એડવાઇઝર માર્જેન્ટ ઓડ કહે છે કે, આપણે લોકોની મૂવમેન્ટ પર બહુ નજર રાખીએ છીએ. તેની ચાલવાની, બોલવાની અને વિચારવાની રીત પર ધ્યાન આપીએ છીએ. પ્રેમની બાબતમાં તે વધુ ધ્યાનથી જોવામાં આવે છે. જ્યારે વીડિયો ડેટ્સમાં વ્યક્તિને બે ડાયમેન્શનથી જ જોઈ શકીએ છીએ. તેને સમજવું મગજ માટે બહુ મુશ્કેલ હોય છે. તેથી, અમે આપણે ફક્ત વીડિયો ડેટ્સના આધારે કોઇને આપણા જીવનસાથી પસંદ ન કરવા જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો