તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Video Conferencing Calls Can Lead To Hefty Bills, TRAI Alerts Customers, Issues Advisory

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TRAI અલર્ટ:વીડિયો કોન્ફરન્સિંગ કોલ કરવાથી મસમોટું બિલ આવી શકે છે, TRAIએ ગ્રાહકોને અલર્ટ કર્યા, એડવાઈઝરી જાહેર કરી

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • TRAIએ લોકોને વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મથી ક્નેક્ટ થતી વખતે સાવધાન રહેવા અપીલ કરી
 • લોકડાઉન દરમિયાન ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગમાં વધારો જોવા મળ્યો

લોકડાઉન દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ કોલમાં વધારો જોવા મળ્યો છે. વર્ક ફ્રોમ હોમથી લઈને ઓનલાઈન ક્લાસિસ તમામ કામ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વધતી માગને ધ્યાનમાં રાખતા  ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ એક એડવાઈઝરી જારી કરી છે. TRAIએ લોકોને ઓડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મથી કનેક્ટ થતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તાજેતરમાં કેટલાક લોકોએ વીડિયો કોલિંગ અને ઓનલાઈન ઓડિયો કોલિંગને લઈને ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોલિંગ બાદ તેમની મોટી રકમ ચૂકવવી પડે છે. ફરિયાદ બાદ TRAIએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું કે, કોઈપણ ઓનલાઈન વીડિયો અથવા ઓડિયો કોલ સાથે કનેક્ટ થતા પહેલા તેની શરતો અને ચાર્જ વિશે જાણકારી મેળવો. 

ઓડિયો કોન્ફરન્સિંગ કોલ જૉઇન કરતા પહેલા નિયમો શરતો તપાસો
TRAIના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોએ ઓડિયો કોલથી ઓનલાઈન કોન્ફરન્સિંગ જૉઇન કરતા પહેલા તે નંબરો અને હેલ્પલાઈન નંબર પરના કોલ રેટ તપાસો. ઓથોરિટીએ એડવાઈઝરીમાં કહ્યું કે, TRAIના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ગ્રાહકોને બીલ પેટે મસમોટી રકમનો સામનો કર્યો પડ્યો, જ્યારે તેઓ ઓડિયો કોલ દ્વારા કોઈ ઓનલાઈન કોન્ફરન્સિંગ પ્લેટફોર્મથી કનેક્ટ થયા હતા અથવા તેમનાથી ભૂલથી આંતરરાષ્ટ્રીય ફોન નંબર અથવા પ્રીમિયમ નંબર ડાયલ થઈ ગયો હતો.

કોલ ટર્મિનેશન ચાર્જ 35-65 પૈસા પ્રતિ મિનિટ 
ગત મહિને TRAIએ આંતરરાષ્ટ્રીય કોલ ચાર્જ (કોલ ટર્મિનેશન ચાર્જ)માં શુક્રવારે વધારો કરવાની છૂટ આપી હતી. અગાઉ તે 30 પૈસા પ્રતિ મિનિટ હતો જે હવે 35-65 પૈસા પ્રતિ મિનિટ કરવામાં આવ્યો. ટેલિકોમ કંપનીઓને તેનાથી ફાયદો થવાની અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો