Viનો 109 રૂપિયાનો પ્લાન માર્કેટમાં ફરીથી શરૂ થયો. આ પ્લાન સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. આ પ્લાન 20 દિવસની વેલિડિટીની સાથે આવે છે. Viની પાસે 99 રૂપિયાનો પ્લાન છે, જે 18 દિવસની વેલિડિટીની સાથે આવે છે. અમે તમને 109 રૂપિયાના પ્લાન અને Viના 200 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.
109 રૂપિયાના પ્લાનમાં શું મળશે?
109 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 20 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 1GB ડેટા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 300 લોકલ અને ઈન્ટરનેશનલ SMSની સુવિધા મળે છે. તેમાં કોલિંગ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે.
99 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને 1GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 100SMSની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનની માન્યતા 18 દિવસની છે.
129 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટીની સાથે કુલ 2GB ડેટા આપવામાં આવે છે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 300 SMS આપવામાં આવે છે.
148 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને 18 દિવસની માન્યતા આપવામાં આવે છે. તે ઉપરાંત 1GB ડેટા પ્રતિ દિવસ આપવામાં આવી રહ્યો છે. તે સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તે સાથે 100SMS આપવામાં આવી રહ્યા છે.
149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે 28 દિવસ માટે 3GB ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં 300SMSનો ફાયદો પણ મળે છે.
199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 1GB ડેટા મળે છે. આ પ્લાનમાં દરરોજ 100SMS પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.