તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Vi Launches 4 New Plans, With Data And Calling, Free Subscription To Disney + Hotstar VIP

સસ્તા રિચાર્જ પ્લાન:Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડેટા અને કોલિંગની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડિઝની+ હોટસ્ટાર VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે - Divya Bhaskar
Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, તેમાં ડિઝની+ હોટસ્ટાર VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે
  • કંપની ડેટા, ફ્રી કોલિંગ અને SMSનો ફાયદો આપી રહી છે
  • તે ઉપરાંત જિયોએ 5 નવા ડેટા પ્લાન લોન્ચ કર્યા

વોડાફોન-આઈડિયા (Vi)એ 4 નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સની સાથે કંપની ડેટા, ફ્રી કોલિંગ અને SMSનો ફાયદો આપી રહી છે. તે ઉપરાંત કંપની ડિઝની+ હોટસ્ટાર VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે. જેને લેવા માટે સામાન્ય રીતે 399 રૂપિયા ખર્ચ કરવા પડે છે. અમે તમને આ ચાર પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

401 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 3GB ડેટાની સાથે 16GB એડિશનલ ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનની સાથે દરરોજ 100 SMS પણ મળે છે. પ્લાનની સાથે બિંજ ઓલ નાઈટ ઓફર પણ મળી રહી છે, જેમાં યુઝર્સ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે.

501 રૂપિયાનો પ્લાન
આ એક ડેટા પ્લાન છે. તેમાં તમને 56 દિવસ માટે 75GB ડેટા મળશે. જો કે, આ એક ડેટા પ્લાન છે તેથી તેમાં ફ્રી કોલિંગ અને SMSનો ફાયદો નહીં મળે. આ પ્લાનમાં તમને ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે.

601 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 56 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100SMS મળશે. તેમજ આ પ્લાનની સાથે પ્રતિ દિવસ 3GB ડેટા અને 32GB વધારાનો ડેટા મળશે. એટલે કે તમને આ પ્લાનની સાથે 200GB ડેટા મળશે. પ્લાનની સાથે બિંજ ઓલ નાઈટ ઓફર પણ મળી રહી છે. આ પ્લાનની સાથે પણ ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

801 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળશે. તેમજ આ પ્લાનની સાથે પ્રતિ દિવસ 3GB ડેટા અને 48GB વધારાનો ડેટા મળશે. એટલે કે તમને આ પ્લાનની સાથે 300GB ડેટા મળશે. પ્લાનની સાથે બિંજ ઓલ નાઈટ ઓફર પણ મળી રહી છે. આ પ્લાનની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

જિયોએ 5 નવા ડેટા પ્લાન લોન્ચ કર્યા
જિયોએ 22 રૂપિયાથી લઈને 152 રૂપિયા સુધીના 5 નવા ડેટા પેક લોન્ચ કર્યા છે. 22 રૂપિયાવાળા ડેટા પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે 2GB હાઈ સ્પીડ ડેટા મળશે. 52 રૂપિયાવાળા પેકમાં 26 દિવસની વેલિડિટીની સાથે 6GB હાઈ સ્પીડ ડેટા મળે છે. 72 રૂપિયાવાળા જિયો ફોન ડેટા પેકની વેલિટિડી પણ 28 દિવસની છે પરંતુ તેમાં ગ્રાહકોને દરરોજ 0.5GB હાઈ સ્પીડ ડેટા મળશે. આ પેકમાં યુઝર્સને કુલ 14GB હાઈ સ્પીડ ડેટા મળશે. જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન આ પેકમાં પણ એકદમ ફ્રી છે.

જિયોના 102 રૂપિયા અને 152 રૂપિયાવાળા પેકની વેલિડિટી 28 દિવસની છે. 102 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1GB હાઈ સ્પીડ ડેટા મળશે, જ્યારે 152 રૂપિયાવાળા પેકમાં દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા મળશે. આ ડેટા પ્લાનની સાથે જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે.