ન્યૂ લોન્ચ:જિયો અને એરટેલને ટક્કર આપવા માટે Viએ 4 નવા પ્લાન લોન્ચ કર્યા, સૌથી સસ્તો પ્લાન 155 રૂપિયાનો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 250 રૂપિયા કરતાં ઓછી કિંમતના 2 નવાં પ્લાન લોન્ચ થયાં

1 ડિસેમ્બરથી તમામ ટેલિકોમ કંપનીઓએ પ્રીપેઈડ પ્લાન્સમાં ભાવવધારો લાગુ કર્યો છે. ત્યારબાદ ટેલિકોમ કંપનીઓ વચ્ચે યુઝર્સને રિઝવવા માટે સ્પર્ધા જામી છે. જિયો અને એરટેલને ટક્કર આપવા માટે Viએ 4 નવાં પ્રીપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ કંપનીની વેબસાઈટ અને એપ પર લિસ્ટેડ છે.

Viએ 155 રૂપિયા, 239 રૂપિયા, 666 રૂપિયા અને 699 રૂપિયાના પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ સાથે ઘણા બેનિફિટ્સ મળે છે. જે યુઝર્સને 250 રૂપિયા કરતાં ઓછી કિંમતના પ્લાન પરવડે છે તેમના માટે હવે 2 નવા ઓપ્શન છે.

155 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 1GB ડેટા સાથે 300 SMS મળે છે. તેની વેલિડિટી 24 દિવસની છે.

239 રૂપિયાનો પ્લાન
24 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ્સની સુવિધા મળે છે. સાથે જ દરરોજ 1GB ડેટા અને 100 SMS મળે છે.

666 રૂપિયાનો પ્લાન
77 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB અને 100 SMS મળે છે. આ પ્લાનમાં બિન્જ ઓલ નાઈટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઈટ્સની સુવિધા મળે છે. સાથે જ Vi મૂવીઝ અને ટીવી VIPનો ફ્રી એક્સેસ મળે છે.

699 રૂપિયાનો પ્લાન
56 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલ અને 100 SMS મળે છે. સાથે જ બિન્જ ઓલ નાઈટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઈટ્સની સુવિધા મળે છે. Vi મૂવીઝ અને ટીવી VIPનો ફ્રી એક્સેસ પણ મળે છે.

વોડાફોન આઈડિયા, એરટેલ અને જિયોના પ્લાન્સ વચ્ચેનો તફાવત સમજો