Vi (વોડાફોન-આઈડિયા)એ એન્ટરટેઈનમેન્ટ પ્લસ ફેમિલી પોસ્ટપેડ પ્લાન નામથી નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 948 રૂપિયા રાખવામાં આવી છે. આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગ બેનિફિટ મળે છે. તે ઉપરાંત તેમાં 100 ફ્રી SMSની સુવિધા મળે છે. આ પ્લાનની માન્યતા 1 મહિનો રહેશે.
5 લોકોને ફાયદો
આ એક ફેમિલી પ્લાન છે. આ પ્લાન પર બે કનેક્શન માટે રિચાર્જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેના પ્રાઈમરી કનેક્શનમાં અનલિમિટેડ ડેટા મળે છે. તેમજ સેકન્ડરી કનેક્શનમાં મહત્તમ 30GB ડેટા ઓફર કરવામાં આવે છે. ગ્રાહકો આ ફેમિલી પ્લાનમાં મહત્તમ 5 લોકોને જોડી શકે છે. પરંતુ તેના માટે ગ્રાહકે દરેક કનેક્શનના હિસાબથી 249 રૂપિયા આપવા પડશે.
તેમાં આટલા ફાયદા મળશે
આ પ્લાન પર યુઝરને એક વર્ષ માટે Amazon Primનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. તે ઉપરાંત કંપની એક વર્ષ માટે Zee5 અને Vi મૂવી એન્ડ ટીવી એપનું પણ ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરી રહી છે.
ફેમિલી પોસ્ટપેડ પ્લાનના ફાયદા
Vi ફેમિલી પોસ્ટપેડ પ્લાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે દરેક સભ્ય માટે અલગથી બીલ પે નહીં કરવું પડે. તે ઉપરાંત Viના તમામ ફેમિલી પોસ્ટપેડ પ્લાન ઓવર-ધ ટોપ (OTT) બેનિફિટની સાથે આવે છે. એટલે કે ગ્રાહકોને Vi Movies & TV, એમેઝોન પ્રાઈમ આઉટ ZEE5નું સબસ્ક્રિપ્શન મળે છે. કંપનીના તમામ પોસ્ટપેડ પ્લાન ડેટા રોલઓવર ફેસિલિટીની સાથે આવે છે. એટલે કે તમારો બાકીનો ડેટા બેકાર નહીં જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.