મહત્ત્વના કામ:હોમ લોન અને ITR ફાઈલ કરવા સહિત ઓક્ટોબરમાં પતાવી લો આ 4 જરૂરી કામ, નહીં તો મુશ્કેલી થઈ શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણા જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર મહિનામાં છે. જો તમે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો HDFC બેંકની ખાસ ઓફર આ મહિને 31 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહી છે. તે ઉપરાંત આ મહિને PM કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા પર તમને ડબલ ફાયદો મળી શકે છે. અમે તમને આવા 4 કામ વિશે જણાવી રહ્યા છીએ જે તમારે આ મહિને કરવાના છે.

HDFC બેંકમાં હોમ લોન માટે અપ્લાય
HDFCએ ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખતા હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકો વાર્ષિક 6.70% ના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન લઇ શકશે. આ સ્પેશિયલ સ્કિમ 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

SBIની YONO એપ દ્વારા ફ્રીમાં ITR ફાઈલિંગ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહક YONO એપ પર Tax2Win દ્વારા ફ્રીમાં ITR ફાઈલ કરી શકે છે. SBIના અનુસાર, આ ઓફર 31 ઓક્ટોબર માટે છે. ત્યારબાદ તેના માટે નક્કી ફી ચૂકવવી પડશે.

PM કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન
જે ખેડૂતોએ હજુ સુધી PM કિસાન સન્માન નિધિ સ્કિમ અથવા PM કિસાન યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ 31 ઓક્ટોબર સુધી તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવશે તો 4000 રૂપિયા મેળવવાના હકદાર બનશે. આવા લાભાર્થીઓને સતત બે હપ્તા મળશે. જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો નવેમ્બરમાં તમને 2000 રૂપિયા મળશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાના હપ્તા તમારા બેંક અકાઉન્ટમાં આવી જશે.

ગાડીનું રજિસ્ટ્રેશન અને ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવવું
તમારા ગાડીના રજિસ્ટ્રેશન અને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ, RC, ફિટનેસ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોને રિન્યુ કરાવવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. આવી સ્થિતિમાં જો તમારે પણ ડોક્યુમેન્ટ રિન્યુ કરાવવાના છે તો જલ્દી કરાવી લો. આવું ન કરવા પર તમને મુશ્કેલી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ (DL), રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને પરમિટની માન્યતાને 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધી હતી.