તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Vaccines Approved For Adolescents 12 To 15 Years Of Age In The United States, The Trial Showed 100% Effectiveness; Soon It Will Be The Turn Of 2 To 11 Year Olds

બાળકો માટે કોરોનાની વેક્સિન:અમેરિકામાં 12થી 15 વર્ષના કિશોરો માટે વેક્સિનને મંજૂરી, ટ્રાયલમાં 100% અસરકારકતા જોવા મળી; ટૂંક સમયમાં 2થી 11 વર્ષના બાળકોનો વારો આવશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US-FDA)એ સોમવારે 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. અત્યાર સુધી આ વેક્સિન 16 વર્ષથી વધારે ઉંમરના બાળકોને આપવામાં આવી રહી હતી. અગાઉ કેનેડાએ બાળકોની આ પહેલી વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ છે. સામાન્ય જીવન પાટા પર લાવવના પ્રયાસો એ લાખો અમેરિકાના પરિવારો માટે એક મોટી રાહત છે. માનવામાં આવી રહ્યું છે કે, 12થી 15 વર્ષ સુધીના બાળકોના વેક્સિનેશનથી અમેરિકામાં મોટી સંખ્યામાં સ્કૂલ અને સમર કેમ્પ ખુલવાનો રસ્તો ખુલી જશે.

હવે CDCની કમિટી ડેટાની સમીક્ષા કરશે
અમેરિકામાં કોરોના વેક્સિનેશન માટે એકલા FDAની મંજૂરી પૂરતી નથી. અત્યારે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ની એક એડવાઈઝરી કમિટી વેક્સિન ટ્રાયલ સંબંધિત ડેટાની સમીક્ષા કરશે. ત્યારબાદ 12થી 15 વર્ષના બાળકોને વેક્સિન આપવાની સલાહ જાહેર કરશે.

માનવામાં આવી રહ્યું છે કે, CDCની કમિટી પણ બાળકોના વેક્સિનેશનની મંજૂરી આપશે. સૈદ્ધાંતિક રીતે, ત્યારબાદ જ અમેરિકામાં બાળકોનું વેક્સિનેશન શરૂ થશે.

ક્લિનિકલ ટ્રાયલ્સમાં સ્પષ્ટ થઈ ગયું છે કે બાળકોને સુરક્ષિત રીતે મોટા લોકોને આપવામાં આવતા વેક્સિનના ડોઝ આપવામાં આવી શકે છે.

ક્લિનિકલ ટ્રાયલ્સમાં 100% અસરકાર સાબિત થઈ હતી વેક્સિન

કોરોના વેક્સિનના ક્લિનિક ટ્રાયલ્સ દરમિયાન બાળકને વેક્સિન આપી હતી ડૉક્ટરે (ફાઈલ ફોટો)
કોરોના વેક્સિનના ક્લિનિક ટ્રાયલ્સ દરમિયાન બાળકને વેક્સિન આપી હતી ડૉક્ટરે (ફાઈલ ફોટો)
 • ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ફાઈઝર-બાયોએનટેકે 12થી 15 વર્ષના 2,260 બાળકોને વેક્સિનના બે ડોઝ આપ્યા અથવા તેમાંથી અમુક લોકોને ત્રણ સપ્તાહના અંતરે પ્લેસિબો ડોઝ આપવામાં આવ્યા.
 • પ્લેસિબો ડોઝનો અર્થ તે ડોઝ હોય છે જે વેક્સિન નથી હોતી, પરંતુ જેને આ ડોઝ આપવામાં આવે છે તેને એવું કહેવામાં આવે છે આ અસલી વેક્સિન છે.
 • સંશોધકોને આ દરમિયાન સિમ્પ્ટોમેટિક કોરોનાનાં 18 કેસ મળ્યા, પરંતુ આ તમામ કેસ પ્લેસબો શોર્ટવાળા બાળકોના હતા.
 • આ ટ્રાયલથી સ્પષ્ટ થઈ ગયું કે વેક્સિન સિમ્પ્ટોમેટિક કોરોનાના કેસમાં 100% અસરકારક છે.
 • વેક્સિન લેવાના લગભગ 20% બાળકોને તાવ આવ્યો, જ્યારે 16થી 25 વર્ષના યુવાનોમાં 17%ને તાવ આવ્યો હતો.
 • ફાઈઝરના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ ડૉ. બિલ ગ્રુબરના જણાવ્યા પ્રમાણે, ઓછી ઉંમરના લોકોને વધારે તાવ આવવો તે અગાઉના ટ્રાયલ્સથી મેળ ખાય છે.
 • 12થી 15 વર્ષના બાળકોમાં ઈમ્યુન રિસ્પોન્સ 16થી 25 વર્ષના લોકો કરતાં સારો હતો.

ઘણા માતા-પિતા બાળકોને રસી અપાવવા નથી મગાતા
થોડા દિવસો પહેલા Ipsosના એક સર્વેમાં અડધાથી વધુ માતા-પિતાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના બાળકોને ત્યારે વેક્સિન અપાવશે જ્યારે વેક્સિનને મંજૂરી મળી જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોટી સંખ્યામાં અમેરિકન માતા-પિતા બાળકોને વેક્સિન અપાવવામાં અચકાશે.

સપ્ટેમ્બરમાં 2થી 11 વર્ષના બાળકો માટે કંપની મંજૂરી માગશે
Pfizer-BioNTecchએ માર્ચમાં જ 5થી 11 વર્ષના બાળકો પર વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું હતું. તેમજ એપ્રિલમાં તેને 2થી 5 વર્ષના બાળકો માટે વેક્સિન ટ્રાયલ શરૂ કરી દીધું હતું. બંને કંપનીઓનું માનવું છે કે ટ્રાયલના પરિણામ સારા હશે. તેથી તેમને સપ્ટેમ્બરમાં 2થી 11 વર્ષના બાળકોની કોરોના વેક્સિનની મંજૂરી માટે અરજી કરવાનો નિર્ણય કર્યો છે. ​​​​​​​

6 મહિનાથી 2 વર્ષના બાળકો માટે પણ ટ્રાયલ
Pfizer-BioNTecch ટૂંક સમયમાં 6 મહિનાથી 2 વર્ષ સુધીના બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. જો આ ટ્રાયલ સફળ રહ્યું અને જો તેમને મંજૂરી મળે છે તો દુનિયામાં પહેલી વખત નવજાતથી લઈને વૃદ્ધો માટે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે. ​​​​​​​

બાળકો માટે મોડર્ના વેક્સિનના પરિણામ આગામી સપ્તાહે આવશે
12થી 17 વર્ષ સુધીના કિશોરો માટે મોડર્નાની વેક્સિનના પરિણામ આગામી સપ્તાહ આવી શકે છે. તેમજ 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે ક્લિનિકલ ટ્રાયલના પરિણામ જુલાઈ બાદ આગામી છ મહિનામાં ગમે ત્યારે આવી શકે છે. ​​​​​​​

 • એસ્ટ્રાજેનેકા પણ 6 મહિના અને તેનાથી વધુ ઉંમરના બાળકો માટે વેક્સિનનું ટેસ્ટિંગ કરી રહી છે.
 • જ્હોન્સ એન્ડ જ્હોન્સ પણ બાળકો પર વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની યોજના પર કામ કરી રહી છે.
 • નોવાવેક્સે પણ 12થી 17 વર્ષની વય જૂથના 3000 કિશોરો પર પોતાની વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. તેમજ ટ્રાયલ બે વર્ષ સુધી ચાલશે.

ભારતમાં બાળકોની વેક્સિનની અત્યારે કોઈ અપેક્ષા નથી

ભારત બાયોટેકે ફેબ્રુઆરીમાં કોવેક્સિનના ટ્રાયલ્સમાં બાળકોને સામેલ કરવાની મંજૂરી માગી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. ત્યારબાદથી ભારતમાં અત્યાર સુધી ઘણી કંપનીઓ બાળકોની વેક્સિન માટે ટ્રાયલ નથી કરી રહી. નિષ્ણાતોનું માનવું છે કે, ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને યુરોપમાં બાળકોને લગાવવાની પરવાનગી મળ્યા બાદ જ ભારતમાં ડ્રગ કંટ્રોલર આ અંગે વિચાર કરી શકે છે.